SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ શિષ્ય એ કુવામાંથી અમૃતના પ્યાલા ભરી ભરીને પાવે છે અને આનંદ અનુભવે છે પણ ગુરે તે તરસ્ય પાછો જાય છે. ગગન મંડલમેં મઉઆ વિહાણી, ધરતી દુધ જમાયા; માખન થા સે વિરલા પાયા, છાસે જગત ભરમાયા. છે અને શ્રી જિનેશ્વર દેવેના મુખરૂપ ગગન મંડળમાં વાણીરૂપ ગાય વિહાણી. એ ગાયમાંથી નીકળેલા ઉપદેશરૂપ દુધને માનવેલકમાં જમાવ થશે. અને એ દુધમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માખણની ઉત્પત્તિ થઈ એ માખણને કંઈક વિરલા પુરૂષ પામ્યા–પામે છે અને પામશે. બાકી મિથ્યાત્વના પજામાં સપડાયેલા છે, સ્વમત કદાગ્રહ, કલેશ અને વિતંડાવાદરૂપ ખાટી છાશથી ભરમાયા, ભરમાય છે અને ભરમાશે. થડબિનું પત્ર પત્ર બિનું તુંબા, બિનઝભ્યા ગુણ ગાયા; ગાવનવાલેકા ૨૫ ન દેખા, સુગુરૂ સાહી બતાયા. છે અ૦ ૫. નંબરે તુંબડામાંથી બને છે અને તુંબડાના વેલાને તે થડ-પત્ર-પુષ્પ હોય છે પણ આ આત્મારૂપ તંબુરાને એવું કંઈ નથી એને આત્મારૂપ ગયે વગાડે છે અને તેથી એ આત્મારૂપ તબુરો પ્રભુના ગુણગાન ગાય છે. તુંબડાના તંબુરાની જેમ આત્મારૂપ તંબુરો કેઈનાથી ઉત્પન્ન નથી, અને તેનું રૂપ પણ દેખાતું નથી. એ આત્મા સુગુરૂએ બતાવ્યું છે. આતમ અનુભવ બિન નહિ જેને, અંતર વિ જમાવે; ઘટ અંતર પરખે સહી મૂરતિ, પાનન્દધન પદ પાવે. | અ ૬ માનવી સમ્યમ્ જ્ઞાન વિના જીવાજીવાદિ નવ તના સૂમ વિચારીને જાણવા શકિતમાન થતું નથી. જ્યારે શક્તિમાન થાય છે ત્યારે જ આત્મ તત્વને નિશ્ચય કરી શકે છે. અને ત્યારપછી આત્માની જ્ઞાન તિને પ્રકાશ કરે છે. આવી રીતે ઘટરૂપ શરીરમાં રહેલા જ્ઞાનાદિ ગુણવાળા અત્તર આત્માને જે પરખી શકે છે તે જ વ્યક્તિ શાશ્વત આનંદથી વ્યાપી મેક્ષ પદ પામે છે. [આ પહની આ છઠ્ઠી કડીના છેલ્લા ચરણમાં કવિએ પિતાનું નામ સૂચવ્યું છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521548
Book TitleJain Satyaprakash 1939 07 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy