________________
કવિતીથલનાં સુપ્રસિદ્ધ
સાસુ-વહુનાં મંદિરો લેખક–મુનિરાજ શ્રી સુશીલ વિજય
(ગતાંકથી પૂર્ણ) સર્વજિતપ્રાસાદના શીલાલેખને સારાંશ સમ્રાટ અકબર જેવા મુગલ બાદશાહને પ્રતિબોધ પમાડનાર જગદગુરૂ શ્રી. હીરવિજયસુરીશ્વરજી અને શ્રી વિજયસેનસૂરીશ્વરજી જેવા મુનિ પુગ કે જેમણે જગતની અંદર ધર્મને વિજય વાવટા ફરકાવી, મરણાંત કષ્ટ પણ શ યાદિ મહાન પરમ પવિત્ર તીર્થોનાં અમરપટ્ટાઓ લખાવી અને શાસનની ઉન્નતિ કરી, પિતાની કીર્તિને જગતની અંદર વાવય્યદ્રદિવાકર સુધી કાયમ રાખી છે, તેમની વિદ્વત્તા સાધુતા, તેમજ શ્રી રચનાની આધુનિક જૈન અગર જૈનેતર વિદ્વાને એકી અવાજે પ્રશંસા કરે છે. એ મહાપુરુષોએ અનેક તીર્થોને ઉદ્ધાર કરતાં આ કાવી તીર્થનાં ગગનચુંબી જિનાલયોને પણ ઉદ્ધાર કરાવરાવ્યું છે. પરિણામે અત્યારે પણ એ સાસુ-વહુનાં દેવાલયો જયવંતાં વસ્તી રહ્યાં છે, એને ઇતિહાસ શિલાલેખોના વિવરણ ઉપરથી જનતા સહેજે સમજી શકશે.
શિલાલેખને સારાંશ * નમશ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાદશાહ અકબર જલાલુદીને અત્યન્ત માનનીય જગદગુરૂ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી હીરવિજયસૂરીશ્વરના પટ્ટપ્રભાવક ભટ્ટારક શ્રી શ્રી શ્રી શાં શ્રી વિજયસેનસૂરિ ગુરુમહારાજને નમસ્કાર થાઓ.
[૧]૧ કલ્યાણની પંક્તિને સિદ્ધિ કરનાર જે જે ચારિવવંત ગ તને, જેને અંતર આત્માનું સ્વરૂપ મળેલું છે એવા સમસ્ત યોગીઓ, વાંછિત ફળની સિદ્ધિ માટે એક ચિને ધ્યાન કરે છે, એવા શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુ કે જે સુરાસુરેન્દ્રોથી સેવિત છે, તે ભક્તિવન પુરુષના અંતઃકરણને ઉત્તમ સુખ આપનારા થાઓ.
[૨] ના વિમાનસ્વામીની પાટે દ્વાદશાંગીની રચના કરનાર શ્રી સુધમાસ્વામી થયા. જેઓ મુક્તિમાં પધાર્યા છતાં પણ ભાવી પ્રાણીઓના કલ્યાણમાં સહાયક છે.
---
૧ અહીં તેમજ આ લેખને આગળના ભાગમાં આ પ્રમાણે પેરેગ્રાફના પ્રારંભમાં કૌંસા] માં જે અંક આપેલ છે તે અંક મૂળ શિલાલેખમાંના તે તે અંકના લેખના અનુવાદ
દર્શક સજો . Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org