SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન આનન્દઘનજી વિરચિત એક પદનો ભાવાર્થી સંગ્રાહક–મુનિરાજ શ્રી થશેભદ્રવિજયજી [ રાગ– આશાવરી ] અવધુ એ જોગી ગુરૂ મેરા ઇન પદકા કરે રે નિવેડા છે અવધુત્ર છે તરૂવર એક મૂળબિન છાયા, બિન કુલે ફલ બાગા, શાખા પત્ર નહિ કછુ ઉનકુ, અમૃત ગગને બાગા. ૫ અ ૧ છે શ્રીમાન આનન્દઘનજી મહારાજ કહે છે કે જે આ પદને ખુલાસે કરે તે અવધૂત યેગી મારે ગુરૂ જાણો. અહિં આત્માને વૃક્ષની ઉપ' આપી છે. પણ આત્મા અનાદિ કાળથી છે તેથી વૃક્ષની જેમ આત્માને મૂળ નથી. આત્મા અરૂપો છે તેથી તેની, વૃક્ષની જેમ છાયા પડતી નથી. તેમજ વૃક્ષની પેઠે પત્ર-શાખા અને પુલ પણ નથી. છતાં પણ આત્મારૂપ વૃક્ષને સિદ્ધશિલારૂપ ગગનમાં અમૃતરૂપ મેક્ષ ફળ લાગે છે. અર્થાત્ આત્મા સકલ કર્મોને ક્ષય કરી પરમાત્મપદ પામે છે. તરૂવર એક પંખી દેઉ બેઠે એક ગુરૂ એક ચેલા; ચેલેને જુગ ચુનચુન ખાયા, ગુરૂ નિરંતર ખેલા. છે અ ર છે શરીરરૂપ વૃક્ષમાં આત્મા અને મનરૂપ બે પંખી બેઠા છે. આત્મા ગુરૂ છે, અને મન ચેલે છે. ગુરૂરાજ ચેલાજીને હિત શીખામણ આપો કાબૂમાં રાખવા કેશીશ કરે છે, પણ ચંચલ સ્વભાવવાળા ચેલાજી તે ઈંદ્રના વિષયમાં લપેટાઈ જાય છે અને બાહ્ય પદાર્થોને ચણીને ખાય છે, પણ આત્મારૂપ ગુરૂ પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ગુણોમાં લીન બની હમેશાં ખેલ્યા કરે છે. ગગન મંડલકે અધબીચ કુવા, ઉઠા હૈ અમીકા વાસ; સગર હોવે સે ભરભર પીવે, નગુરો જાવે પ્યાસા. અ. ૩ ચૌદ રાજલેકરૂપ ગગન મંડળના મધ્ય ભાગમાં તિચ્છ લેક આવ્યું છે. તેમાં મનુષ્ય ક્ષેત્ર છે. એ ક્ષેત્રોમાં જિનેશ્વર દેવનો જન્મ થાય છે. અને તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી ધર્મદેશના આપે છે. તેથી મનુષ્ય ક્ષેત્રમાં મૃતધર્મ અને ચારિત્ર ધર્મરૂપ અમૃતથી ભરેલે કુવે છે. સુગુરૂને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521548
Book TitleJain Satyaprakash 1939 07 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy