SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રી સ્થાનેથી માંસાહારની ચર્ચા અંગે શ્રી જૈન સત્ય પ્રકાશને ગયા અંકમાં પ્રસ્થાનના પોષ માસના અંકમાં પ્રગટ થયેલ માંસાહારની ચર્ચા અંગેના શ્રી ગોપાળદાસ પટેલના નિવેદનને ઉલ્લેખ અમે કર્યો છે. તે વખતે શ્રી. ગેપાળદાસ ભાઈના એ નિવેદન અંગે કંઈ પણ વિશેષ ન લખતાં, તેમની સાથે પત્રવ્યવહાર કરવાનું અમે જણાવ્યું છે. આ પત્રવ્યવહાર કરવાનો અમારે આશય એ હતો કે આ પ્રશ્નને બની શકે તેટલો એ છો જાહેર રીતે ચર્ચા અને આસપાસની સમજુતીથી સૌ કોઈનું યોગ્ય સમાધાન થાય એવો માર્ગ શોધી કાઢો. આ હેતુ પાર પાડવા માટે અમને સૌથી સારો માર્ગ એ લાગ્યો હતો અને હજુ ય લાગે છે કે-આ પ્રશ્ન અંગે શ્રી ગોપાળદાસભાઈની, આપણા કોઈ એક આગમના જાણકાર વિદ્વાન પૂજ્ય આચાર્ય મહારાજ સાથે મુલાકાત કરાવી આપવી, અને એ રીતે તેમને આપણું જેનોનું આ પ્રશ્ન અંગેનું શાસ્ત્રીય દષ્ટિબિંદુ સમજવાને સુગ મેળવી આપવો. આ માટે અમે શ્રી. ગોપાળદાસ ભાઇને પત્ર લખ્યો અને પૂછાવ્યું કે આવી મુલાકાત તેમને કયા સમયે સગવડભરી થઈ પડશે. આના જવાબમાં તેમણે જણાવ્યું કે “એ જતની ચર્ચાઓમાં ભાગ લેવાનું મને સ્વભાવથી જ ફાવતું ન હોવાથી હું ઝટ તે ઠેકાણે દેડી જવા ઈચ્છા કરી શકતા નથી.” એટલે કે “સ્વભાવગત દેષને લીધે આપનું આમંત્રણ સ્વીકારી શકતા નથી.” - શ્રી ગોપાળદાસ ભાઇએ આવો જવાબ આપવાનું પસંદ કરીને અમારા આમંત્રણને જે ઈન્કાર કર્યો છે તે ખરેખર કમનશીબી છે. તેમની પાસેથી અમે આવી ઉત્તરની આશા નહોતી રાખી, કઈ પણ સત્ય-શોધક કે તત્વજિજ્ઞાસુ પાસેથી આવા ઉત્તરની આશા ન જ રાખી શકાય. કેવળ સ્વભાવગત દેશના કારણે આ રીતે સત્ય વસ્તુ સમજવામાંથી પાછા પડવું એ કઈ રીતે વ્યાજબી ગણી શકાય? એક-બીજાનું દૃષ્ટિબિંદુ સમજવાનો સૌથી સારે ભાર્ગ તે આવી મુલાકાતે છે. જ્યાં પત્રવ્યવહાર કે સામસામા લખાતા લેખે ધાર્યું પરિણામ નથી નીપજાવી શકતા ત્યાં આવી સીધી મુલાકાતો ધાર્યા કરતાં પણ સારું પરિણામ લાવી શકે છે–જે એ જિજ્ઞાસુવૃત્તિની હોય છે. આ પ્રશ્ન અંગે પણ જો આવી મુલાકાત થઈ શકી હોત તે જરૂર બહુ સારું પરિણામ આવ્યું હોત એમ અમને લાગે છે. શ્રી ગોપાળદાસ ભાઈએ આવી મુલાકાત માટે ઈ-કાર લખતાં પહેલાં આ માંસાહારના પ્રશ્નની ગંભીરતા વિચારી હેત તે સારું થાત. એમને મન ભલે એ શોધખોળ પૂરતે જ પ્રશ્ન હેય પણ જેને મન તે એ એક ધાર્મિક પ્રશ્ન છે કે જે હૃદયની ઊંડામાં ઊંડી લાગણીઓને સ્પર્શ કરે છે. શ્રી ગોપાળદાસ ભાઈએ આ લાગણીઓને Educat૫ણ વિચાર કરવો જોઈતા હતા. આવા એક અતિ મહત્વના પ્રશ્ન અંગે કેવળ સ્વભાવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy