SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કાવતીથમાં સુપ્રસિદ્ધ સાસુ-વહુનાં મંદિરો લેખક–મુનિરાજ શ્રી સુશીલ વિજ્યજી આપણાં પ્રાચીન તીર્થો કે જ્યાં તરનતારન તીર્થકર ભગવત, ગણધર ભગવતે, કેવલી ભગવતે, મુતકેવલીઓ, યુગપ્રધાને, પૂર્વધરે, શાસનના મહાન ધુરધર પૂર્વાચાર્યો, મુનિવરે તેમજ પુણથવત પ્રાણુઓના ચરણકમલને સ્પર્શ થયેલ છે, જ્યાં દાનેશ્વરીએએ અનર્ગલ દ્રવ્ય ખરચી ગગનચુંબી જિન-મંદિરે ખડાં કર્યો છે, જ્યાં એ મંદિરે સર્વ પ્રાણીઓને અનહદ આનંદ આપી આત્માને તૃપ્ત બનાવે છે, અને જગતની આધિબાધિ-ઉપાધિને ભૂલાવી આત્મમાર્ગનું દર્શન કરાવે છે એ તીર્થો સાચે જ આપણું મેટામાં મોટું આત્મિક ધન છે તીર્થ પરિચયઃ સ્થભનપુર (ખંભાત)માં વંતુ ૧૯૯૩માં પરમપૂજ્યપાદ પ્રમરાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજની સાથે ચાતુમાસ કર્યા બાદ, વિહાર કરતાં સૂરીશ્વરજીની સાથે કાવી તીર્થમાં આવ્યા. આ સમયે ખંભાતના પણ ૧૫થી ૨૦ સંગ્રહ સાથે હતા, તે બધાની સાથે ત્યાંના સાસુ વહુનાં ગગનચુંબી મંદિરનાં દર્શન મ. સાસુના બંધાવેલા દેરાસરમાં ભારાની બહાર ડાબી તરફ આરસપાછું ઉપર તિરે એક મોટો શિલાલેખ છે. તે શિલાલેખની નકલ ત્યાંની પેઢીમાંથી મહેતા કિશન લાલ ચુનીલાલ દ્વારા પ્રાપ્ત થઈ. અને એમના તરફથી એમ કહેવામાં આવ્યું કે આ શિલાલેખની નક્ષ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ તેમજ સુરતવાળા શ્રીયુત સુરચંદભાઈ બદામીએ સુધારેલી છે પણ હજુ સુધી છપાયેલી નથી. તે શિલાલેખની નકલને ઉતારે પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી મેં કરી લીધું. તે રજુ કરતાં પહેલાં તે તીર્થ સંબંધી મળેલી માહીતી રજુ કરું છું. આ તીર્ષ ભરૂચ જીલ્લામાં આવેલા જંબુસર તાલુકાના કાવી ગામમાં આવેલ છે. હાલ પણ આ તીર્થને વહીવટ જંબુસરવાળાએ કરે છે. આ તીર્થમાં સાસુ વહુનાં ગગનચુંબી મંદિરે “સવિતા અને “રત્નતિષ્ઠાતા” એ નામે પ્રસિદ્ધ છે. “પિતા ” સાસુએ બંધાવેલ જિન-મંદિર તરીકે મશહૂર છે. તેમાં મૂળ નાયાજી, સમ્રાટ સંપતિએ ભરાવેલી શ્રી ઋષભદેવ જિનેશ્વરની ભવ્ય મૂર્તિ છે. શીલાલેખ ઉપરથી સમજી શકાય છે કે આ જિન મંદિરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૬૪૮ માં થયેલ છે. જિન-મંદિર શિખરબધી છે. તેના ઉપર ચઢવાથી સ્થંભનપુરનું રમણીય હમ દષ્ટિગોચર થાય છે. મંદિર બાવન જિનાલયથી અલંકૃત છે. પરંતુ હાલ બાવન જિનાલયમાં એક પણ પ્રભુની મૂર્તિ નથી. દેખવાની સાથે એમ તે જણાઈ આવે છે કે ૧ આ સંબંધમાં મારા “આર્યસ્થૂલભદ્રજી મહારાજનાં બે શિષ્યનો” એ નામને છે જન જ પ્રકારના બી પયુંષણ૫ર્વ વિશેષાંકમાં છપાયેલ લેખ જુઓ ૫ ૮૫-૯૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy