SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય ==[ ટૂંક પરિચય ] લેખક—મુનિરાજ શ્રી ન્યાયવિજયજી स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमनरेरनन्य तुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञाननिवर्जितोऽपि यः क्षोणिभर्तुळधितप्रबोधम् ।। १ ।। सस्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लुप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्म प्रतिपय येन श्लाघ्यः म केषां न कुमार पालः? ॥ २ ॥ – શ્રીમમાચાર્ય જેમનું અમર કાર્ય અને શુભ નામ જન સાહિત્યકાશમાં જ નહિ અપિતુ ભારતીય સાહિત્યાકાશમાં શરદ્દ પૂર્ણિમાના ચંદ્રની માફક પ્રકાશી રહ્યું છે તે શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન સંસારભરના અસાધારણ વિદ્વાને, કવિએ અને તત્વજ્ઞાનીઓમાં ઘણું જ ઊંચુ છે. હેમ ચંદ્રાચાર્યમાં અગાધ વિદ્વતા અને અલૌકિક પાંડિત્ય હતાં. એમની સર્વતોમુખી પ્રતિભાએ સંસ્કૃત સાહિત્યનું મુખ ઉજજવલ કર્યું છે. જુદા જુદા વિષયના એમણે જે અનેક મહાન ગ્રંથો લખ્યા છે એ જોતાં ક્ષણભર આપણને આશ્ચર્ય થાય કે એક જ વ્યકિત સર્વ વિષયમાં સંપૂર્ણ સફળ કેમ નિવડી હશે ! ગુજરાતમાં કે અન્યત્ર એમને જે સલ વિદ્વાન અવાવધિ નથી પામે. ગુજરાતના આ સુપુત્રે ગુજરાતના પાંડિત્યને, ભારતીય દિગ્ગજ પંડિત, વિદ્વાને, સાહિત્યશાસ્ત્રીઓ, ગીશ્વર અને તત્ત્વજ્ઞાનીઓમાં મુખ્ય સ્થાન અપાવ્યું છે, અને ગુજરાતને ગૌરવવતુ બનાવ્યું છે. જન્મ અને દીક્ષા આ મહાન આચાર્ય દેવને જન્મ વિક્રમ સંવત ૧૧૪પના કાર્તિક શુદિ પૂર્ણિ માએ ધંધુકામાં થયે હતું. તેમના પિતાનું નામ યાચિંગ, માતાનું નામ પાહિની અને તેમનું પિતાનું નામ ચાંગદેવ હતું. તેમણે બહુ જ નાની ઉમ્મરે શ્રીદેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને તે વખતે તેમનું નામ મુનિ સેમચંદ્ર રાખવામાં આવ્યું હતું. મુનિ સોમચંદ્ર, પિતાના પૂર્વ જન્મના શુભ સંસ્કારના બળે કહીયે યા તે તીવ્ર મરણશકિતના પ્રતાપે કહીયે, ટુંક મુદતમાં જ જૈનશાસ્ત્રોનું ગંભીર જ્ઞાન-રહસ્ય મેળવી લીધું. સાથે જ અજૈન શાસ્ત્રોનો પણ, સુવિશાલ હદયથી, અભ્યાસ કરી લીધે. સં. ૧૧૫૦માં તેમની દીક્ષા થઈ હતી. અને સં. ૧૧૬માં અક્ષય તૃતીયા (વૈશાખ શુદિ ૩)ના વિજય મુહૂર્તે આચાર્ય પદવી થઈ. આમ માત્ર એકવીશ વર્ષની યુવાન વયે જૈન શાસનની સર્વોત્તમ પદવી તેમને આપવામાં આવી અને તેમનું નામ “શ્રીહેમચંદ્રસૂરિજી” રાખવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy