________________
[ ૫૧૪ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ
તેમણે ઉત્કટ આત્મસંયમ, ઇન્દ્રિયદમન અને પૂરેપૂરી વૈરાગ્યવૃત્તિથી આજીવન શુદ્ધ નિષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું. અને “કુમળું ઝાડ વાળ્યું, વળે” આ કહેવત બરાબર ચરિતાર્થ કરી બતાવી. ધીમે ધીમે આ સરસ્વતીપુત્રની વિદ્વત્તાને પ્રકાશ બીજના ચંદ્રની માફક સર્વત્ર ફેલાવા લાગે. હેમચંદ્રસૂરિ વિહાર કરતા ગુરૂ સાથે અણહિલવાડ પાટણ પધાર્યા.
સૂરિ-દર્શન આ વખતે પાટણમાં સેલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજનો પ્રતાપ મધ્યા હતા. એની સભામાં અનેક તેજસ્વી વિદ્વાન હતા. એક વાર રાજા સિન્ય સહિત નગરમાંથી પસાર થતા હતા ત્યાં તેમણે એક સ્થાને ઊભેલા એક દિવ્યમૂર્તિ સાધુને જોયા. બ્રહ્મચર્યના આજથી તેમનું લલાટ ચમકતું હતું. વિદ્યુત જેમ તેજસ્વી નેત્ર બ્રહ્મચર્યના પ્રભાવથી ચમકતાં હતાં. મુખાવિંદ ઉપર ઈન્દ્રિયદમન અને આત્મસંયમની આભા છવાયેલી હતી. રાજાએ એ નવયુવાન સાધુને દુરથી જ નીહાળી વંદન કર્યું અને યુવાન સાધુએ હસતે મુખે અવસચિન, સુલલિત સંસ્કૃત પદ્યમાં આશિર્વાદ આપે. રાજા આ સાંભળી બહુ જ પ્રસન્ન થયો અને સાધુઓને નિરંતર રાજસભામાં પધારી આવું સુંદર સંભળાવવાનું સાદર નિમંત્રણ કર્યું આ યુવાન સાધુ તે આચાર્ય હેમચંદ્રસૂરિ.
મ. સિધ્ધાજની ભાવના આ પછી શ્રી હેમચંદ્રસૂરિ નિરંતર રાજસભામાં જવા લાગ્યા, અને વિવિધ વિષય ઉપર ગંભીર ચર્ચાઓ ચલાવવા લાગ્યા. એવામાં મહારાજા સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઈ કરી અને માળવા ઉપર વિજય મેળવ્યું. આ વરસે ભોજરાજાકૃત અમૂલ્ય પુરતોનાં દર્શન કર્યા. એ ભંડારમાં ભેજરાજકત સુંદર વ્યાકરણ તથા અલંકાર, તર્ક, વૈદક, જતિષ, રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શકુન, અધ્યાત્મ, સ્વપ્ન, સામુદ્રિક, નિમિત્ત. આર્યસભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેઘમાળા, પ્રશ્નચૂડામણિ આદિ પુસ્તો જોયાં. આથી સિદ્ધરાજને પણ આવો જ્ઞાનભંડાર કરાવવાના મનોરથ જાગ્યા સાથે જ નૂતન વ્યાકરણશાસ્ત્ર આદિના નવા ગ્રંથે બનાવરાવી તેને પ્રચાર કરવાનો વિચાર પણ આવવા લાગે એટલે તેણે પોતાના પંડિતા સમક્ષ પ્રશ્ન મૂકયે કે ગુજરાતમાં એ કણ વિદ્વાન પુરૂષ છે કે જે સર્વા સંપૂર્ણ અદ્વિતીય વ્યાકરણ શાસ્ત્ર બનાવે? રાજ સભાના પંડિતનું ધ્યાન શ્રી હેમચંદ્રાચાર્ય તરફ ગયું. તેઓએ રાજાને કહ્યું કે આ ભગીરથ કાર્ય હેમચંદ્રાચાર્ય સિવાય બીજું કઈ પાર પાડી શકે તેમ નથી.
વ્યાકરણની રચના આથી સિદ્ધરાજે સૂરિજીને વિનંતી કરી કે આપ એક અદ્વિતીય અપૂર્વ વ્યાકરણ બનાવે, એને માટે જે જે સાધને સાહિત્ય જોઈશે એ હું પૂરાં પાડીશ, પણ ગુજરાતનું મુખ ઉજજવલ બને એવુ સુંદર વ્યાકરણ બનાવે. પછી આચાર્ય મહારાજના કથન મુજબ રાજ્યના વિદ્યાધિકારીએ ખેપીયા કાશ્મીર મેકલ્યા અને ત્યાંથી વિવિધ વ્યાકરણ મંગાવ્યાં. ટુક મુદતમાં જ હેમચંદ્રાચાર્યજીએ એક સર્વાગ સંપૂર્ણ વ્યાકરણ તૈયાર કર્યું.
આ વ્યાકરણનું નામ તેના પ્રેરક અને કનના નામના સમન્વયરૂપે સિદ્ધહેમ' રાખવામાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org