SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૧૨] શ્રી જેને સત્ય પ્રકાશ E = બાલબ્રહ્મચારી વાત્સ્યાયન ઋષિ પિતાના તપોબળથી દેહ સહિત સ્વર્ગલોકમાં ગયો. ત્યાં સભાપતિ ઈદે કહ્યું કે આ સ્વર્ગમાં શી રીતે આવ્યા આના પાસે પૈસે ન હોવાને લીધે એણે કઈ દેવ મંદિર, પરબ, તળાવ વગેરે ધર્મસ્થાન બંધાવ્યાં નથી, તેમજ કઈ પણ નવીન ગ્રંથની રચના કરી નથી. દુનિયામાં પ્રશંસા પ્રાપ્ત થાય એવાં કંઈ પણ કામ કર્યા સિવાય માનવદેહ સહિત સ્વર્ગમાં પ્રવેશ કરી શકે નહિ. પરંતુ આ પિતાના તબળથી જ દેવાંગનાઓને પ્રિય થવા જાય છે એ યુક્ત નથી. એમ કહી ઘરે હુંકાર કર્યો અને સભાસદોએ પણ હુંકાર કર્યો, તેથી વાસ્યાયન ઋષિ પવને ઉડાવેલા આકડાના રૂની માફક પાછો પૃથ્વી ઉપર પડયે, અને વિચાર કર્યો કે દરેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રી તે પૂર્વ પુરૂષોએ બનાવેલાં છે, માટે કામશાસ્ત્ર રચું. પછી કામશાસ્ત્ર રચવાની ઇચ્છાથી પરકાયાપ્રવેશ વિધાના બળથી મૃત્યુ પામેલી રાજાની પટરાણીના શબમાં પ્રવેશ કરીને રાજા પાસેથી સર્વ કામવિદ્યા શીખીને રાણીના દેહને ત્યજીને ફરી મહર્ષિ બનીને કામશાસ્ત્રની રચના કરી અને પછી માનવ દેહયુક્ત દેવલોકમાં પ્રવેશ કર્યો. તેથી કામ શાસ્ત્રને રચનાર હેવાથી તે બુધ કહેવાય છે. વળી કે વાસ્યાયન ઋષિ? રાજાએ કહેલા અનેક પ્રકારના કામશાસ્ત્રના રહસ્યનો ઉપદેશ સાંભળવાથી ગંભીર, શ્રેષ્ઠ બ્રહ્મચર્ય પાલન કરવાથી માહાભ્ય મેળવેલા વચ વાળ, અનુકૂલ નસીબની માફક વિષયી માણસે અને સવે સ્ત્રીઓને સુરત, આલિંગન, ચુંબન, નખક્ષત વગેરેથી આનંદ ઉપજાવનાર, અને ઘણા ગુણેથી સંપન્ન. ઉપર્યુંકત ઉલ્લેખ પરથી આ અનેકાર્થ કૃતિની રચના કરનાર શ્રી વર્લ્ડમાનગણિ પૌરાણિક ગ્રં, કામશાસ્ત્રના ગ્રંથે, થાકરણના ગ્રંથો તથા જ્યોતિરાદિક ગ્રંથોના જાણકાર હેવાની ખાત્ર થાય છે. આ ઉપસ્થી એમ પણ સાબિત થાય છે કે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની માફક તેઓશ્રીની શિષ્ય પરંપરાના સાધુઓ પણ વૈયાકરણુઓ અને બહુશ્રતધારીઓ હતા. શ્રી વર્ધમાનમણિની રચેલી ઉપર્યુક્ત કુમારવિહારપ્રશસ્તિની સંપૂર્ણ કૃતિ જે મલી આવે તે તેની બીજી કૃતિઓને પણ ઉલેખ કદાચ એમાં હવાને સંભવ છે; અને તે ઈતિહાસ ઉપર વધુ પ્રકાશ પાડી શકે. આ અનેકાર્થ કૃતિના કરતાં પણ વધુ ચિતિહાસિક ઉલ્લેખ શ્રી કુમારપાળ પ્રતિબોધના કર્તા સેમપ્રભસૂરિ વિરચિત શતાથી માં દષ્ટગોચર થાય છે. તેનું વર્ણન યથા સમયે આ માસિકમાં જ આપવાનો મારો ઇરાદો છે. અંતમાં આ કૃતિ વિદ્વાનોમાં આદર પામે એવી ઇચ્છા રાખતે વિરમું છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy