SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ વસહિના જીર્ણોદ્ધારના વિ. સં. ૧૭૭૮ના લેખના વિવેચનમાં લખેલું; તેના આધારે મેં પણ મારા “આબુ' નામના પુસ્તકમાં વિમલવસહીના પ્રતિષ્ઠાપક તરીકે શ્રી વર્ધમાનસૂરિજીનું નામ લખ્યું છે. પરતુ પાછળથી બીજા ગ્રન્થ જોતાં એ પ્રમાણે લખવામાં મારી ભૂલ થઈ છે, એમ મને જણાયું છે. કારણ કે (૧) “વિમલ પ્રબન્ધ” ખંડ નવમાં, કડી ૨૬૫૨૬ક. (ર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૨) “વિમલ લધુ પ્રબન્ધ” ખંડ ત્રીજે કડી ૯૨ (કર્તા કવિ લાવણ્યસમય, રચ્ય સં. ૧૫૬૮); (૩) “હીરવિજયસરિરાસ” (કર્તા કવિ ઋષભદાસ) આનંદ કાવ્ય મહોદધિ, મૌકિત પાચમું પૃષ્ઠ ૧૦૦ (૪) “તપાગચ્છની જુની પદાવલિ' (જેન વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડને મહાવીર અંક સચિત્ર સન ૧૯૯૫) વગેરે ગ્રન્થમાં વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધર્મષસૂરિજીએ કર્યાને ઉલ્લેખ છે. તેમજ (૧) “ વિમલ ચરિત્ર” કે ૩૨૬ થી ૪૪૧ (ક. ઉપાધ્યાય શ્રી ઇન્દ્રરંસગણિ, રચના સં. ૧૫૭૮); (૨) “વિમલ પ્રબન્ધ” ખંડ ૬ તથા ૯ મો (કર્તા લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૩) “વિમલ લધુ પ્રબન્ધ (કર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૪) “ઉપદેશ કલ્પવલ્લી” પલ્લવ ૩૬, શ્લોક ૩ર૬ થી ૪૩૮ (કર્તા વાચક શ્રી ઈન્દ્રહસગર્ણ રચના સં. ૧૫૫૫); (૫) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૧૦, (કર્તા પં. કુલ સારગણિ); (૬) “ઉપદેશ તરંગિણું” પૃષ્ઠ ૧૧ર-૧૧૩ (કર્તા શ્રી રત્નમંદિર ગણ, રચના સં. ૧૫૦૦ લગભગ); (૭) “પદાવલિ સમુચ્ચયમાં” શ્રી ગુરૂપદાવલિ પૃષ્ઠ ૧૬૮, ( ૧૮ મી શતાબ્દી), (૮) શ્રી હીરવિજયસૂરિ રાસ, (કર્તા કષભદાસ ) આનંદ કાવ્યમહેદધિ, મૌતિક પાંચમું (પૃષ્ઠ ૯૬) (૯) “શ્રી અબુદગિરિતીર્થ સ્તવન” (કર્તા નવિમળ, રચના સં. ૧૭૨૮) (૧૦) પં. શીલવિજયજી કૃત “પ્રા ચીન તીર્થમાળા” કડી ૩૮, (રચના સં. ૧૭૪૬); (૧૧) શ્રીમાન વિજયવીરસરીશ્વરજી મહારાજના રાધનપુરના જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પટ્ટાવલિ વગેરે ગ્રન્થમાં શ્રી વિમલ દંડનાયકને આબુ તીર્થનો ઉદ્ધાર કરવા માટે શ્રીમાન ધર્મષસૂરિજીએ ઉપદેશ આપ્યાનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. જો કે ઉકત બધા ગ્રન્થ પંદરમી શતાબ્દી પછી બનેલા છે અને તેના લેખક તપાગચ્છીય છે. પરંતુ અહિં વિચારવાનું એ રહે છે કે કોઈ પણ લેખક પિતાના ગચ્છના પૂર્વ પુરૂષને મહિમા વધારવા માટે કદાચ અતિશયોકિતવાળું લખાણ કરે! પરંતુ વિમલવસહિના પ્રતિષ્ઠાપક શ્રીમાન ધર્મષિસૂરિજી મહારાજ તપાગચ્છીય ન હતા, અથવા તે વિ. સં. ૧૦૦૮માં તપાગચ્છની ઉત્પત્તિ પણ થયેલી ન હતી. એટલે ઉપર્યુંકત તપાગચ્છીય લેખકોએ પ્રન્થોના આધારે અને ગુરૂ પરંપરાથી સાંભળેલી વાતને નિક્ષપાતપણે લખેલી હોવાથી તે વધારે વિશ્વાસપાત્ર ગણી શકાય. ૧ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવાનો ઉપદેશ શ્રીમાન ધમધષસૂરિએ કરેલા હેઠ “પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી હશે,’ એમ સમજીને આ પ્રમાણે લખવામાં આવ્યું હવે એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy