SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૮ શ્રી વિમલવસહી(અબુ)ના પ્રતિષ્ઠપક કોણ? [૪૧] યદ્યપિ ખરતરગચ્છની કેટલીક પદાવલિયામાં શ્રીમાન વર્ધમાનસૂરિજીએ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવા માટે ઉપદેશ આપ્યાનું અને વિમલવસહિને પ્રતિષ્ઠા કર્યાનું લખેલું દષ્ટિગોચર થાય છે. પરંતુ () તે બધી પદાવલિઓ અર્વાચીન એટલે કે પંદરમી શતાબ્દી પછીની છે. અને અર્વાચીન ગ્રન્થરે, ઘણી વખતે, પોતાના ગચ્છના મમત્વ ભાવને લઇને કે ગમે તે કારણે પોતાના ગચ્છના પૂર્વાચાર્યોને મહિમા વધારવા માટે પ્રાચીન કાળમાં થએલાં આવાં મહાન કાર્યો કે જેના પ્રતિષ્ઠાપકના ઉલ્લેખવાળા શિલાલેખો વગેરે નથી મળતું, તેવાં કાર્યો સાથે એમનું નામ જોડી દે છે એવું જોવામાં આવે છે. દાખલા તરીકે “અંચળગચ્છીય મોટી પટ્ટાવલિ' (ભાષાતર પૃષ્ઠ ૧૭૦)માં લખ્યું છે કે અંચળ ગચ્છાન્તર્ગત શ્રી શંખેશ્વરગચ્છની વલ્લભી શાખાના શ્રીમાન સોમપ્રભસૂરિજીએ આબુ ઉપરના વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૦૦૮માં કરી.” આમ અનેક ઉદાહરણ મળી શકે એમ છે. (૨) તેમજ “મહાજન વંશ મુકતાવલ”માં પ. રામલાલજી ગણિએ લખ્યું છે કેબિકાનેર (રાજપુતાના)માં મહાત્માઓ (કુલગુરૂ) અને વહીવંચાઓએ શ્રીમાન જિનચંદ્રસૂરિજીનું સ્વાગત ન કર્યું, એટલા માટે મંત્રી કર્મચંદ્રજીએ તેમના ચેપડા અને વંશાવળીઓને નાશ કરાવ્યું. અને પછી પદાવલિઓ વહી વાંચવાના ચેપડા વગેરે નવું કરાવ્યું. જે આ વાત સાચી હોય તો ખરતરગચ્છની પટ્ટાવલિયા ગુરુપરંપરાથી સાંભળવા પ્રમાણે અને દંતકથાઓને આધારે લખેલી માની શકાય. (૩) વળી તે પટ્ટાવલિમાં મતભેદ છે. કેઈમાં વિમલવસહિના મૂળ નાયકની મૂર્તિ વજની, કેઇમાં મણિની, કેડમાં સેનાની અને કઈમાં ધાતુની હોવાનું લખેલા છે. વળી કોઈ કઈમાં તે વિમળ મંત્રીશ્વરને ન જનધમાં બનાવ્યે-અર્થાત જાણે તે પહેલાં જૈન હતું જ નહિ અને પાછળથી જૈન બનાવ્યો હોય એવો ભાસ કરાવ્યો છે. (૪) ખરતર ગચ્છની અર્વાચીન પાવલીઓ, ખરતર ગચ્છની પ્રશસ્તિઓ કે ખરતર ગચ્છીય શિલાલેખે સિવાય બીજા કોઈ પણ ગ્રન્થમાં કે શિલાલેખમાં શ્રી વર્ધમાન સૂરિજીએ વિમલવસહી મંદિર બંધાવવા માટે ઉપદેશ કર્યાનું કે તેની પ્રતિષ્ઠા કરાવ્યાનું લખેલું હોય એવું મારા જોવામાં આવ્યું નથી. (૫) એક વાત એ પણ વિચારવા જેવી છે કે-ખરતર ગચ્છીય પટ્ટાવલિમાં શ્રીમાન વર્ધમાનસૂરિજીને શ્રીમાન ઉદ્યોતનસુરિજીના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. શ્રીમાન ઉધોતનસુરિજીએ વિક્રમ સં. ૯૯૪માં આબુની તળેટીમાં શ્રીમાન સર્વદેવસૂરિજી પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે સ્થાપીને વડગચ્છની સ્થાપના કરી એ વાત તે સ્પષ્ટ જ છે. છતાં ખરતર ગચ્છની માન્યતા પ્રમાણે શ્રીમાન ઉદ્યોતનસુરિજીએ પિતાની પાટે શ્રીમાન વર્ધમાનસૂરિજીને સ્થાપ્યાનું કદાચ માની લઇએ તે પણ તેઓ (વર્ધમાનસરિજી) વિ. સં. ૯૯૪માં પટ્ટધર આચાર્ય બન્યા પછી ૯૪ વર્ષ સુધી–અર્થાત્ વિ.સં. ૧૮૮માં વિમલ Jain Education"InternatiQia મા અ હી એક લેખ અપાવવામાં પ્રકટ થયા હતા. www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy