________________
અંક ૧]
નમસ્કાર મહામત્રત્સાહાય
[૫૫]
પ્રકારની વેદના, અને ઉપસર્ગો એ બધા જીવના અરિ એટલે દુશ્મન છે. એ અરિને હણનાર હોવાથી અરિહંત ભગવાન વાસ્તવિકપણે એ નામથી બોલાવાય છે.
તેઓએ ચાર પ્રકારનાં ઘાતિ કર્મોને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં હણી નાખ્યાં છે, અને બાકી રહેલા ચાર પ્રકારનાં અધાનિ કર્મોને નાશ કરનાર છે. આ રીતે જ્ઞાનાવરણદિ આઠ પ્રકારના કર્મોરપિ અરિને હણનાર હોવાથી પણ અરિહંત નામ સાર્થક છે.
વંદન (શિર નમાવવું) અને નમસ્કાર (વચનથી સ્તવના કરવી ) એ બન્નેને તેઓ યોગ્ય છે, તેમજ પૂજન (વસ્ત્ર આદિથી કરતી પૂજા) તથા સરકાર (અભ્યસ્થાનાદિથી કરાતો આદર) તેમજ સિદ્ધિગમનને માટે પણ તેઓ યોગ્ય છે, તેથી તેમને અરહંત કહેવામાં આવે છે.
ઈ કરેલી અશેકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેથી પણ અરહંત કહેવામાં આવે છે.
અરહંત ભગવાને સર્વ હોવાથી સર્વવસ્તુ ગત પ્રચ્છન્નતાનો અભાવ હોઈ રહસ્ (એકાન્તરૂપ પ્રદેશ) તથા અન્તર (મધ્યભાગ-ગિરિગુહાદિને) જેમને નથી, અર્થાત્ જે સર્વજ્ઞપણાથી એકાન્ત પ્રદેશ અને મધ્ય પ્રદેશ સર્વને જોઈ શકે છે તેથી તેમને અરહંત (અન્તર ) કહેવામાં આવે છે. (પ્રાકૃત ભાષામાં સાર્થાન ૮-૧-૧૧ એ સૂત્રથી ને જૂ અને જનતા ૬ લપાઈ જાય છે.)
વળી અરહન્ત શબ્દનું સંસ્કૃત ભાષામાં અથાઃ એવું પણ રૂપ થઈ શકે. એમ થાય ત્યારે જેને સકલ પરિગ્રહોપલક્ષણભૂત રથ અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ વાળા અન્ત (વિનાશ) નથી તે અર્થ સમજાય.
- ક્ષીણ રાગતાને લીધે જે કશામાં આસકિત રાખતા નથી તે અર્થ પણ થઈ શકે. ( ધાતુ દેશી ભાષામાં તે તરફ ગમન કરવું એ અર્થમાં પણ વપરાય છે. તે પરથી અહત એટલે આસકિત તરફ ગમન નહિ કરનાર થાય છે.)
વળી અરહત શબ્દનું “અરહયત એવું રૂપ પણ થઈ શકે છે. ત્યારે પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનહર અને અન્ય વિષયને સંબંધ થવા છતાં પણ જે પોતાના વીત
તારૂ૫ રવભાવને ત્યાગતા નથી-છેડતા નથી એમ અર્થ થાય ( ધાતુ ૧૦મા ગણને છે તેનો અર્થ “ત્યાગ કરવો એ થાય છે.)
અરહંત એ પાઠ હોય ત્યારે તેનું સંસ્કૃતરૂપ અરાહત થાય. કર્મબીજ ક્ષય થવાથી જેને ફરી ઉત્પત્તિ નથી અર્થાત્ જેને ફરી જન્મવું નથી એ અથ તે વખતે કરાય.
આપણે અરિહંતપદની વ્યાખ્યા સંક્ષેપથી જોઈ અને અરિહંત ભગવાન નમસ્કારને ગ્ય છે તે પણ વિચાર્યું. એ નમસ્કારથી શું ફળ પ્રાપ્ત થાય તે આપણે હવે જોઈએ. ૧ જુએ આ. શા. ૨૦
૨ જુએ આ બા. ૯૨૧ Jain Education lengha902 ?! Nallerivate & Personal Use Only
www.jainelibrary.org