SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૪] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ પુરૂષો તે પાર્થસ્થ (પાસધ્ધા) આદિ અકલ્યાણ મિત્ર, સાથિએ તે સાધુઓ, દવાગ્નિ તે કૈધાદિ કષાય, ફળે તે વિષયો, બાવીસ પિશાચે તે બાવીસ પરિસ, ખાવાપીવાનું તે એષણીય નિર્દોષભિક્ષા, પ્રયાણ તે નિત્ય ઉઘમ, બે પ્રહરમાં સ્વાધ્યાય, અને નગરે પહોંચ્યા એટલે મેક્ષ સુખ પામ્યા. આ દાંતમાં ઇસિતનગરે જવાની ઈચ્છા રાખનાર માણસ તે માર્ગ સંબંધી ઉપદેશ આપનાર સાર્થવાહને પિતાનો ઉપકાર માનીને તેને નમસ્કાર કરે છે, તેમ મેક્ષાથીઓએ પણું અરિહંત ભગવાનને ઉપકારી માની નમસ્કાર કરવો યોગ્ય છે. અરિહંત ભગવંતે એ મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી અને સમ્યગ જ્ઞાનથી હૃદય પૂર્વક યથાવસ્થિતપણે જાયે, અને ચરણ કરણથી તે માર્ગ સેવ્યો એટલું જ નહિ પણ મિથ્યાત્વ તથા અજ્ઞાનથી ભૂલા પડેલાઓને સંસાર આવીમાં તે માર્ગ બતાવ્યો, તેથી ખરેખર તેઓ મહાઉપકારી છે અને વંદનને યોગ્ય છે. જિનેશ્વર ભગવાન ભવરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને સમ્યગદર્શનાદિ નૌકામાં બેસાડીને સિદ્ધિપત્તનમાં પહોંચાડતા હેવાથી તેમને બીજી નિયામકની ઉપમા ઉપર આપી છે. ત્રીજી ઉપમા મહાગોપની આપી છે કારણ કે જેમ ગાવાળીએ પિતાના પશુધનનું જંગલી પ્રાણીઓથી સારી રીતે રક્ષણ કરે છે, અને પ્રચૂર વણ અને પાણીનો જ હોય તેવા વનમાં તેને લઈ જાય છે, તેમ અરિહંત ભગવાનરૂપી મહાગો, જીનું મરણાદિ ભયથી રક્ષણ કરે છે અને તેમને નિર્વાણ 1નમાં પહોંચાડે છે. આ પ્રમાણે સર્વ ભવ્ય જીવોના મહાઉપકારી હોવાથી અને ત્રણ લે માં શ્રેષ્ઠ હેવાથી અરિહંત ભગવાને નમસ્કારને લાયક ગણાય છે. આ લાયકાત પ્રકારાન્તરથી પણ જણ આવે છે. અરિહંત ભગવાન કુપ્રવચનમાં આસકિતરૂપ દષ્ટિરાગ, શબ્દાદિ વિષયોમાં આસકિત રૂ૫ વિયાગ, અને પુત્રાદિકમાં આસકિતરૂપ સ્નેહરાગ એ ત્રણ પ્રકારના રાગને, દેશને, ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાયનેપાંચ પ્રકારની ઈન્દ્રિયોને, જૈન માર્ગથી ચુત ન થવાય અને વિશેષ નિર્જ થાય તેટલા માટે સાધુએ સહન કરવા યોગ્ય ક્ષુધા આદિ બાવીસ પરિષહને તેમજ દેવ, મનુષ્ય, તિર્યંચ તથા આત્મસંવેદન-એ ચાર પ્રકારે થતા ઉપસર્ગોને નમાવે છે એટલે વશ કરી નાંખે છે અથવા મૂળથી નાશ કરી નાખે છે, તેથી તેઓ નમસ્કારને યોગ્ય છે. આ પ્રમાણે અરિહંત ભગવાનની નમસ્કારની ગ્યતા આપણે કંઈક અંશે જાણ. અરહિંત શબ્દનો અર્થ પણ ઘણો સૂચક અને જાણવા લાયક છે. પ્રથમ આપણે લક્ષમાં રાખી લેવાનું છે કે એ શબ્દના ત્રણ પાઠાંતરો છે. (૧) અરિહંત (૨) અરહંત અને (૩) અરહંત. સંસ્કૃત ભાષાને “અહંત' શબ્દ તેના પ્રાકૃત ભાષામાં આ ત્રણે રૂપ થઈ શકે છે. ( સિદ્ધ છે. ૮-૨-૧૧૧) એ ત્રણેના અર્થ આપણે વિચારીએ. ઈન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, શારીરિક માનસિક અને ઉભયરૂપ-એ ત્રણ ૧ જુએ . ના ૯૧૨ થી ૧૪ ૨ જી એ આ. મા. ૧૫ ૯૧૭ ૩ જીઓ વિ . મા. ૨૯૧૦ અને ૨૭૯ જ એ મ મ ૯૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy