SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૨૧] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : જડ સ્વીકાર છે તેમ મક) તાનને અપ્રમાણ નિષ્ફળ એમ નથી, કિન્તુ વ્યાવહારિક પ્રત્યક્ષમાં પણ જનશાસન અને ઈતર શાસનનાં નિરૂપણ વચ્ચે મોટું અંતર છે. “ પરિષg: પ્રમri[.' એમ કહીને કેટલાક દર્શનકારે ઈન્દ્રિય અથવા ઇન્ડિયાથસનિકને પણ પ્રમાણુ કહે છે. ઈન્દ્રિય કે તેના વ્યાપાર જડ હોવા છતાં તેને પ્રમાણુ તરીકે માનનાર ઈતર દર્શનકારે વ્યાવહારિક પ્રત્યક્ષના વિષયમાં પણ જૈનદર્શનની તુલનાને પામી શકે તેમ નથી. ઈન્દ્રિયને વ્યાપાર હોવા છતાં પણ જો જ્ઞાનને વ્યાપાર ન હોય તે પદાર્થોનું જ્ઞાન થતું નથી એ વાત અનુભવસિદ્ધ છે. તે છતાં ઇન્દ્રિયને ઉપચતિ નહિ કિન્તુ મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારનારા કાનુભવસિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણુની પણ યથાર્થ ઉ૫પત્તિ કરી શકયા નથી. જડ સ્વરૂપ સન્નિષદ, કમાણુ ( જ્ઞાનનાં સાક્ષાત સાધન) નહિ હોવા છતાં તેને જેમ પ્રમાણુ માનનારા છે તેમ માત્ર નિર્વિકલ્પ (અનિશ્ચયાત્મક) જ્ઞાનને જ પ્રમાણુ માની સર્વ પ્રકારના સવિકલ્પક (નિશ્ચયાત્મક) જ્ઞાનને અપ્રમાણ તરીકે કહેનારાં દર્શન પણ છે. એટલું જ નહિ પણ નિર્વિકલ્પ જ્ઞાનની પ્રમાણુના, અપ્રમાણુ એવા સવિકલ્પક જ્ઞાનથી થનારી છે એમ કહીને પ્રમાણુ વિષયક જ્ઞાનની સંગતિ કરવા માટે તેઓ નિષ્ફળ નિવડવા . કેટલાકનું વળી કહેવું છે કે પ્રમાણુ એ કેવળ સ્વપ્રકાશક છે, કિન્તુ પર પ્રકાશક નથી. એથી ઉલટું કેટલાક તેને પરપ્રકાશક જ માને છે, કિન્તુ સ્વયં તો તે અંધ જ છે. આ રીતે યથાર્થ જ્ઞાનના સાધનભૂત વસ્તુ પ્રમાણુનું સત્યરૂપ શું છે, એને કોઈ પણ યથાર્થ નિર્ણય કરી શકયા નથી, જ્યારે શ્રી. જનદર્શન અને જે જાતિને નિર્ણય આપે છે તે એટલે બધો સંગત અને અતૂટ છે કે કોઈ પણ નિષ્પક્ષ વિદ્વાન એ એક જ વસ્તુકારાએ શ્રી જૈનદર્શનની સર્વોપરિ પ્રામાણિકતાને નિશ્ચય કરી શકે છે. ‘દવપરથરિ જ્ઞાને મામૂા' એ શ્રી જૈનદર્શનની સર્વથા સુસંગત, પ્રમાણુ સંબંધી વ્યાખ્યા છે. એ વ્યાખ્યાથી પ્રમાણ સંબંધી ઈતર દર્શનકારાની સર્વ પ્રકારની અનિશ્ચિત ક૯૫નાઓને મૂળથી નિરાસ થાય છે. પ્રમાણુ એ જ્ઞાન સ્વરૂપ છે, એમ કહેવાથી જડસ્વરૂપ ઈન્દ્રિયાદિને પ્રમાણ માનનારાઓને નિરાસ થાય છે. પ્રમાણ એ વ્યવસાયિ છે એમ કહેવાથી નિર્વિકલ્પકને પ્રમાણુ તરીકે સ્વીકારનારને નિરાસ થાય છે. પ્રમાણ એ પર (વ્યવસાયિ) છે, એમ કહેવાથી જ્ઞાનાતવાદીઓને નિરાસ થાય છે. અને પ્રમાણુ એ સ્વ ( વ્યવસાયિ) છે, એમ કહેવાથી પ્રમાણને અસ્વપ્રકાશક માનનાર યુગ, સાંખ્ય, મીમાંસકાદિ સધળાઓને એક સાથે નિરાસ થાય છે. આ રીતે પ્રમાણનું સામાન્ય લક્ષણ પણ ઈતર દર્શનકારેનું અધુરૂ, અનિશ્ચિત અને અસત્ય છે તે પછી તેનાં વિશેષ લક્ષણોમાં અનેક પ્રકારની અસંગતિઓ રહેલી હોય એમાં કઈ પણું જાતિનું આશ્ચર્ય નથી. નિષ્ફળતા શાથી? નાસ્તિક દર્શન તે પ્રત્યક્ષ સિવાય અન્ય પ્રમાણોને સ્વીકારવાની જ ના પાડે છે, કારણ કે તેમ કરવા જતાં તેના મતને મોટો ફટકો પડે છે. તેને મત ભેગને તત્ત્વ માનનારે છે અને ભેગના ત્યાગને નિરર્થક આપત્તિ માનનાર છે. આગમાદિ વિશિષ્ટ પ્રમાણે ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521539
Book TitleJain Satyaprakash 1938 10 SrNo 39
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size837 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy