SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન [ ૨૨૫] તીર્થકરાદિ લેત્તર પુનાં વચનને જેમ આગમ પ્રમાણુ કહેવામાં આવે છે તેમ માતા પિતાદ લૌકિક યથાર્થ વકતાઓના વચનને પણ આગમ પ્રમાણુ જ કહેવામાં આવે છે. તફાવત માત્ર એટલો જ છે કે એક ઈહિલૌકિક પારલૌકિક ઉભય પ્રકારના એકાતિક અને આત્યંતિક હિતને બતાવનાર હોવાથી લોકોત્તર આગમ પ્રમાણુ કહેવામાં આવે છે અને બીજું કેવળ ઈહલૌકિક હિતની પણ અનેકાલિક અને અનાત્યન્તિક વાતને જણાવનાર નથી લૌકિક આગમ પ્રમાણુ કહેવામાં આવે છે. આ પ્રકારે લૌકિક અને લોકોત્તર એમ ભેદ પડી જતું હોવા છતાં બન્ને પ્રમાણુરૂપ છે, એ વાતમાં શ્રી. જનશાસનને વિવાદ નથી. પ્રમાણુતા કે અપ્રમાણુતાને આધાર વસ્તુની યથાર્થ કે અયથાર્થ પ્રાપ્તિ (જ્ઞાન ) ઉપર છે, જ્યારે લોકોત્તરતા અને લૌકિકતાને આધાર વસ્તુના યથર્થજ્ઞાન સાથે હિતાહિતની તેવા પ્રકારની ચિન્તા અને અચિન્તા ઉપર છે. જેવો અર્થ કે બનાવે છે તેવું જ વચન (ાય તે છતાં પણ જે તે હિતકર ન હોય અને અહિતકર ય તે તે લત્તર આગમ પ્રમાણુ બની શકતું નથી. લકત્તર આગમ પ્રમાણમાં હિતની ચિન્તા પણ હોય છે. અને તેની સાથે તે હિત એકાન્તિક અને અત્યન્તિક લેવું જોઈએ, એની પણ ચન્તા હોય છે. લૌકિક આપ્તવા માટે તે નિયમ હેતે નથી. પારમાર્થિક પ્રત્યક્ષ લૌકિક અને લોકોત્તર આગમ પ્રમાણમાં આ જતિને તફાવત હોવાથી એકાતિક અને આત્મનિક હિતના અર્થ આત્માઓ માટે લોકોત્તર આગમ પ્રમાણુ સિવાય બીજું કોઈ પણ પ્રમાણે તેટલું માન્ય થઈ શકે હિ એ સહજ છે, કિંતુ તેટલા માત્રથી અન્ય પ્રમાણે અપ્રમ થઈ જતાં નથી. અથભચારીપણું એ જ એક પ્રમાણુના પ્રામાણ્યનું લક્ષણ છે. અને તે જયાં જ્યાં લાગુ થતું લેય તે સઘળા પ્રમાણે પ્રમાણે છે. એ જ કારણે શ્રી જિનશાસનને પ્રત્યક્ષ અને પરોક્ષ એ કૈભવ પ્રમાણે એક સરખાં સ્વીકાર્ય છે. એક નાતિક દર્શનને છોડી બીજા ઘળા દર્શનકારોએ પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભય પ્રમાણેને માન્ય રાખેલાં છે. તે છતાં જનદર્શન અને ઈતર દર્શનકારની પ્રત્યક્ષ અને પક્ષ પ્રમાણુ વિષયક વ્યાખ્યાઓમાં મેટું અંતર છે, જેવું સંગત, યથાર્થ અને સંપૂર્ણ નિરૂપણ પ્રમાણુ વિષયક શ્રી જનદર્શનમાં કરાવવામાં આવેલ છે તેવું ઇતર દર્શનેમાં નથી જ. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ નામ માત્રથી સામ્ય હોવા છતાં જનદર્શન અને ઇતર દર્શન નેનાં તદ્વિષયક વિવેચન સમાન નથી. જનદર્શને વર્ણવેલ સકલ અને વિકલ પારમર્થિક પ્રત્યક્ષનું ઈતર નામ નિશાન નથી. સર્વદર્શન સમભાવના નામે “ઈતર પણ તે નિરૂપણ છે' એમ સમજાવવાનો જે પ્રયાસ આજકાલ જોવાય છે. તે પાંગળા છે. કેવળજ્ઞાનરૂપી સકલ પ્રત્યક્ષ અને મન:પર્યવ તથા અવધિજ્ઞાનરૂપી વિકલ પ્રત્યક્ષનું જે જાતિનું સ્પષ્ટ નિરૂપણું જનદર્શનમાં મળે છે તે બીજે કયાંઈ નથી. સર્વોપરિ પ્રામાણિકતા કેવળ પારમાર્થિક પ્રત્યક્ષના વિષયમાં જ જનશાસને ઈતર શાસનાથી જુદું પડે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521539
Book TitleJain Satyaprakash 1938 10 SrNo 39
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size837 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy