SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ રિર૭] અંક ૩] ઇતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન લય આપવા જાય તો તેને મત સર્વથા હણાઈ જાય તેમ છે. એ કારણે એ પ્રમાણુના લક્ષણની અધિક ઝંઝટમાં ઉતરતે જ નથી. ચાર્વાક સિવાયના દર્શનકારે ક્ષણિક સુખ અને શાનિત કરતાં શાશ્વત સુખ અને શાન્તિને પ્રધાનતા આપનાર છે. તેથી તેઓ ભોમને પ્રધાનપદ આપતા નથી કિન્તુ ભોગના ભોગે પણ અધિક સુખ અને શાન્તિ મળતાં હોય તે તેને સ્વીકારવા તૈયાર રહે છે. એ જ કારણે ચાર્વાકને છોડી અન્ય સઘળા દર્શન કારોએ કેવળ પ્રત્યક્ષ પ્રમાણ માનીને સંતેષ પકડ નથી, કિન્તુ જેટલાં પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધને પ્રાપ્ત થાય તે સઘળાંને પ્રમાણ તરીકે સ્વીકારવા તૈયાર રહ્યા છે. પરંતુ સત્યને સ્વીકારવા માત્રથી સઘળાને સત્યની પ્રાપ્તિ થઈ જાય એ કદી જ શકય નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાનીનાં વચનની પ્રાપ્તિ ઉપર આધાર રાખે છે. નાની પણ દેલવાન હોય તે યથાર્થ કહી શકતું નથી. જૈન દર્શનની માન્યતા પ્રમાણે તે થોડે પણ દેવ બાકી હોય ત્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન જ પ્રાપ્ત થઈ શકતું નથી. જેના મત મુજબ સંપૂર્ણ નાની તે જ હોય છે કે જે સર્વથા દોષ રહિત બન્યા હોય છે. ચેડા પણુ રાગાદિ દેવથી યુક્ત આત્મા સંપૂર્ણ જ્ઞાની બની શકે એ સંભવિત નથી. સંપૂર્ણ સત્યની પ્રાપ્તિ સંપૂર્ણ જ્ઞાની અને સર્વથા દોષ રહિત એવા યથાર્થ ભાષી વકતાઓના કથન ઉપર અવલખેલી છે, એ જ એક કારણ છે કે ઇતર દશનકારો ભાગ સુખ કરતાં સત્ય સુખને પ્રધાનપદ આપનાર હોવા છતાં સાચા માર્ગને પામી શકવા માટે નિષ્ફળ નિવડયા છે. સંખ્યા વિષયક ભ્રાનિત પ્રમાણુના વિષયમાં પણ તેમજ બન્યું છે. પ્રત્યક્ષ ઉપરાંત પક્ષ પ્રમાણુ એ ચાર્વાક સિવાય સર્વ દર્શનકારેને સ્વીકાર્યું હોવા છતાં તેમાં પણ અનેક પ્રકારની ભ્રાન્તિઓના બેગ તેઓને થવું પડ્યું છે. કેટલાક પ્રત્યક્ષ ઉપરાન્ત એક અનુમાન પ્રમાણુ અધિક માની સંતોષ પકડે છે, બીજાઓએ અનુમાન સાથે ઉપમાનને પણ માન્યું છે. કેટલા એ એ ત્રણ ઉપરાન્ત ચોથા શબ્દ પ્રમાણને પણ માન્યું છે. કેટલાક એ ચાર ઉપરાન્ત અસ્થપત્તિ, અભાવ, સંભવ અને અતિ€ એમ અનુક્રમે પાંચ, છ, સાત અને થાવતું આ પ્રમાણેને પણ માને છે. પરમાર્થ દષ્ટિએ વિચાર કરતાં ઉકત આઠે પ્રમા ને માનનાર પણ સંપૂર્ણ પ્રમાણને માની શકયા નથી, કારણ કે એ ઉપરાના મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક આદિ અનેક પ્રસિદ્ધ પ્રમાણે માનવા બાકી જ રહી જાય છે. એ રીતે પ્રમાણનું સ્વરૂપ અને સંખ્યા, ઉભય વિષયમાં ઈતર દર્શનકારોની માન્યતા અપૂર્ણ અને અસંગત ન રહી છે. જનદર્શન કહે છે કે અતિઘ પ્રમાણુ જો સંશય યુકત ન હોય તે આગમ પ્રમાણથી તે ભિન્ન નથી. સંભવ પ્રમાણ પણ જો નિશ્ચિત અવિનાભાવ સંબંધવાળું હોય તે તે અનુમાન પ્રમાણથી ભિન્ન નથી. અભાવ પ્રમાણુ એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી ભિન્ન નથી, વસ્તુના અભાવને નિશ્ચય પ્રત્યક્ષથી યા અનુમાનથી (વિરૂધ્ધપ લબ્ધિ અને અવિરુધ્ધોપલબ્ધિરૂપ હેતુઓ ઠા) થઇ શકે છે. અર્થપત્તિ તે એક જાતને અનુમાનને જ પ્રકાર છે. કારણ કે તેમાં તત્કાલીન પણ વ્યાપ્તિયહણ સિવાય ચાલી શકતું નથી. એ રીતે આગમ પ્રમાણ અને ઉપમાન પ્રમાણ, એ ઉભયને સમાવેશ ( જુએ પાનું ૨૩૪ ) અને વીકએ પ્રત્યક્ષ છે ઉપમાલાક એ ' ભિન્ન નથી, અને નિશ્વિત અવિનાભાવ ' વસ્તુના અભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521539
Book TitleJain Satyaprakash 1938 10 SrNo 39
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size837 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy