________________
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ સાંસારિક પરિચય સંબંધી કાંઈક
આ મહાપુરુષનાં જન્મ, માતા-પિતા કે કુળ સંબંધી કંઇ પણ ઉલ્લેખ દષ્ટિગોચર થતું નથી. પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રમાં તેમજ પરિશિષ્ટ પર્વમાં પણ તેનો ઉલ્લેખ નથી. માત્ર શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલી પરથી એટલું જ જણાય છે કે આર્ય મહાગિરિજી એલાપત્યશેત્ર” ના છે, અને આર્ય સહસ્તીસ્વામી “વસિગોત્ર "ના છે.
બીજું કુમારપાલ ભૂપાલ પ્રતિબંધક કલિક લસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂર શ્વર રચિત પરિશિષ્ટ પર્વમાંથી એટલું જણાઈ આવે છે કે આ બન્ને મહાપુને બાલ્યાવસ્થામાં યક્ષા નામની આર્યાએ તેમને માતાની જેમ ઉછેર્યા હતા, અને ઉચ્ચત્તમ ધર્મશિક્ષણ આપ્યું હતું. તેને લઈને જ તેમના નામની પૂર્વે આર્ય ઉપપદ તરીકે બેલાય છે. તે બને જણ એક જ નગરના હોય તેમજ પરસ્પર મિત્રો હોય, તેમ પશિષ્ટના પાઠ ઉપરથી કલ્પના થઈ શકે છે. આ ઉપરાંત યુગપ્રધાન ગણકા પરથી તેઓને ગૃહસ્થપર્યાય પણ મેળવી શકાય છે. આર્યમહ ગિરિજી મહારાજને ગૃહસ્થ પર્યાય ૩૦ વર્ષને અને આર્ય સહસ્તીઓને ૨૪ વષને હતે. ચારિગરદનની પ્રાપ્તિ
બાલ્યાવસ્થા સ્ફટિક જેવી નિર્નલ હોય છે. પણ જેમ સ્ફટિક રનનો સમિપમાં ગમે તે વસ્તુ આપણે લાવીને મૂકીએ, તે એમાં તાદૃશ પ્રતિબિંબ પડે છે, તેમ બાલકના જીવનમાં આપણે જેવા સંસ્કાર પાડીએ તેવા સંસ્કાર પડે છે. આ મહાગિરિ અને આયે સુહસ્તીને યક્ષા નામની આયે બાલ્યાવસ્થામાં જ સારા સંસ્કાર પાડી ઉચ્ચત્તમ ધર્મ શિક્ષણ આપ્યું હતું. આના પ્રતાપે બન્ને મહાપુરૂષોએ શ્રી સ્યુલીભદ્રજી મહારાજની પાસે ચારિત્ર અંગીકાર કર્યું*
આવા ભગીરથ મહાવ્રતે જીવનભર નિભાવવાની ભીષ્મ-પ્રતિજ્ઞા કરવી એ કંઇ સ્કૂલ શરીરના ગુણો નથી, પણ એ આત્માના જ ગુણ છે. યારે માનવને ઉચ્ચત્તમ જીવનની તાલાવેલી જાગે છે, ત્યારે માનવ, માનવ મટીને, દેવ બને છે.
----- --- -- - - - - - - - - -- --- ---- — —१ थेरस्स ण अन्जथूलभद्दस्स गोयमसगुत्तस्स अंतेवासी इमे दुवे थेरा अंतेवासी अहावच्चा अभिर गया हुत्था, तंजहा-थेरे अजमहागिरि “पलावથત ” રે મનસુરથી “વસિસ' કે શ્રી વાસુપિયા પૃ૦ (૧૬૨)
२ तौ हि यक्षार्यया बाल्यादपि मात्रेव पालितौ । इत्याोपपदी जातौ महागिरिसुहस्तिनौ ॥३७॥ परिशिष्टपर्व सर्ग १० ૩ “મહાન સંપ્રત અથવા જનધર્મને દિગ્વિજય ” એ નામના પુસ્તકમાં આર્ય સુહસ્તી સ્વામીને ગૃહસ્થપર્યાય ૩૦ વર્ષને બતાવેલ છે.
૪ “યુગપ્રધાન ગઠિકામાં આર્ય મહાગિરિ મહારાજને દીક્ષા પર્યાય ૪૦ વર્ષને, અને આયં સુહસ્તીને ૩૦ વર્ષને દીક્ષા પર્યાય છે. “ મહાન સંપ્રતિ અથવા જેનધર્મને દિગ્વિજય” માં આર્ય સહસ્તોને ૨૪ વર્ષને દીક્ષા પર્યાય કહે છે.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International