________________
ID
| આર્ય સ્થલભદ્રજી મહારાજનાં || . બે શિષ્યરત્નો
આ મહાગિરિ અને આર્ય હસ્તીના જીવનના વિશિષ્ટ પ્રસંગે.-જિનક૯૫ના સ્વરૂપ સાથે. લેખક: મુનિરાજ શ્રી સુશીલ વિજયજી
ઉપક્રમ
“ક ત્સા વસુ પરમ પવિત્ર પૂર્વ પુરૂએ, સાક્ષરવરેએ અને સમર્થ કવિવરેએ, વસુંધરાને “રત્નગર્ભા ” વિશેષણથી વિભૂષિત કરી છે, તે યથાર્થ જ છે. કારણ કે એક એકથી ચઢીયાતાં, બહુ મૂલ્યવાળાં, અનેક રસ્તે તેમાંથી ઉત્પન્ન થાય છે. મનુષ્યને પણ એ જ વસુંધરા પર ઉત્પન્ન થાય છે. અને જગતમાં જેની કિંમત કે પણ રીતે આંકી શકાતી નથી એવો દુર્લભમાં દુર્લભ મનુષ્યભવ છે, કે જેની એકેક ક્ષણ અણુસૂલી છે. દેવેન્દ્રોને પણ ઝખનીય અને ચિંતામણિ રત્ન સમાન આ મનુષ્યભવની પરવા કર્યા સિવાય એને વડફી નાખી, અગણિત મનુષે યમરાજાના ધામમાં પહોંચી ગયા, કે જેમનું નામનિશાન પણ નથી રહ્યું. પરંતુ જે મહાપુરૂષોએ જીવનને ઉચમાં ઉચ્ચ આદર્શમય બતાવ્યું હોય, આત્મગુણોને વિકસાવ્યા હોય, આત્માને સાનથી વાસિત કર્યો હોય, યુગલવિલાસને લાત મારી હય, સર્વવિરતિ રૂપે ચારિત્ર પામીને પિતાના આત્માને તાર્યો હોય, જતના જીવોપર ઉપકાર કરીને એમને સંસાર સાગરથી તરવા માટે નૌકા સમાન બન્યા હોય, શાસ્ત્ર-સિદ્ધાંતનું દહન કરીને ભાવી પ્રજાને માટે જ્ઞાનને પ્રજાને સમર્પી હોય, “સવી જીવ કરૂં શાસનરસી” એવી ભાવના ભાવી હોય, અહિંસાને ડિલિમ નાદ વગડા હોય, અને જેનું જીવન સર્વે ને આદરણીય હોય; એવા મહાપુરૂષેની ઉજજવળ કીર્તિ “વાસંધિવાથRજગતમાં જયવંતી વર્તે છે, અને તેઓ સર્વને વંદનીય બને છે. શાસ્ત્ર-સિદ્ધાંત, ઈતિહાસ વગેરે ગ્રન્થ એવા મહાપુરૂષનાં યશગાન ગાય છે.
ચરમ ચતુર્દશ પૂર્વધર, મહામંત્રી શકટાલકુલદીપક, મૌર્ય સમ્રાટ ચન્દ્રગુપ્ત પ્રતિબંધક, દુષ્કર દુષ્કરકારક, શ્રી થુલીભદ્રજી મહારાજના પટ્ટપ્રભાવક, આધદશપૂર્વધર, યુગપધાન, આયં મહાગિરિજી અને આર્ય હસ્તી સ્વામી પણ એ જ કોટિના મહાપુરૂષ હતા. આ મહાપુરૂષના સંબંધમાં ઘણું લખી શકાય એમ છે, પરંતુ સ્થાન અને સમયાદિકની અનુકૂળતાને અનુસરીને આ મહાપુના ઝગમગતા જીવનના વિશિષ્ટ પ્રસંગે જ અને આલેખવાના છે, કે જે સૌને આદર્શરૂપ બને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org