________________
અંક ૧–૨].
આગામ-વાચના
[ ૮૧]
(૨) માધુરી વાચના કે જે સ્થવિર શ્રી ઔદિલાચાર્યની નેતાગીરીમાં થઈ. (૩) વલભી વાચના કે જે વાચક શ્રી નાગાર્જુનની દેખરેખમાં થઈ. આ ત્રણ વાચન સંબંધે અત્ર વિચાર કરવાનો છે: મધ્ય દેટમાં સખત દુષ્કાળ પડવથી સાધુઓ જુદા જુદા સ્થાનોમાં વિખરાઈ ગયા. આમ થવાથી અભ્યાસમાં વિક્ષેપ પડશે અને પરસ્પરમાં થતે વિમર્શ પરામર્શ અટકી ગ. સ્મરણશક્તિ પણ સતેજ થવાને બદલે મંદતાકતિ ડગ ભરવા લાગી. કેટલાક વિદ્વાન સાધુએ કાળના ભય બન્યા અને આચાર વિરાધનાના ભીરૂ કેટલાક મુનિપુગએ સ્વેચ્છાએ અનશન આદર્યા.
વર્ષો બાદ દેશની સ્થિતિ બદલાઈ અને ગમનાગમન પૂર્વવતું સુલભતાથી આરંભાયુ ત્યારે ઉપર વર્ણિત વિષમ પરિસ્થિતિમાંથી જેઓ બચી ગયા હતા તે સર્વ સંતે મગધ દેશના પાટલીપુત્ર નગરમાં એકત્ર થયા. પરસ્પરની યાદદાસ્ત તાછ કરી અગિયાર અંગ સુધીના જ્ઞાનના આંકડા મેળવી લીધા; પણ બારમા દષ્ટિવાદ અંગ તાતા કેઈ દેખાયો નહીં. એ વેળા સંપૂર્ણ ચૌદપૂર્વના જાણકાર શ્રી ભદ્રબાહુસ્વામી બાર વર્ષને એમ ધારણ કરી નેપાળ દેશમાં રહ્યા હતા. એ સંબંધમાં લંબાણથી વર્ણન તિગાલી પન્ના, આવશ્યક ચૂણિ અને પરિશિષ્ટ પર્વ આદિમાં અપાયેલું છે. ટૂંકમાં એટલું જ કહેવાનું તેમની પાસે લગભગ પાંચસે શિગે પૂર્વજ્ઞાનની પ્રાપ્તિ અર્થે પાટલીપુત્રના શ્રમણ સંધમાંથી ગયા છતાં કાળના માહભ્યથી કહે કે અભ્યાસ કરવાની ક્ષીણ થતી શકિતના કારણે કહે–ગમે તે કારણે–માત્ર એમાંથી એકલા થી સ્થૂલભદ્રમુનિ ટકી રહ્યા. તેમણે દશ પૂર્વનું જ્ઞાન બરાબર પ્રાપ્ત કર્યું જ્યારે બાકીનાં ચારનું તે માત્ર મૂત્રથી જ અને તે પણ હવે પછી અન્યને ન ભણાવવાની આજ્ઞા પૂર્વક મેળવ્યું. એ સમયે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી જે શબ્દ ઉચ્ચારે છે એ પરથી ભવિષ્ય કાળની વિષમતાની કંઈક ઝાંખી થાય છે:
શટાળમંત્રી જેવા કુલીન કુળમાં જન્મ પામીને વિદ્યાસંપન્ન સ્થૂલભદ્ર જેવા ગંભીર ને વિનયશીલ પુરૂષ, કે જેણે ઑસ્યા વેશ્યા સાથેની બાર વર્ષની ગાઢી પ્રીતને, સાપ કાંચળીને ત્યાગ કરી દે તેમ, ક્ષણવારમાં ત્યજી દીધી અને નંદરાજવીના મંત્રીપદની ઠકુરાઈને ઠોકર મારી કેવળ વિરકત ભાવે ભાગવતી દીક્ષા સ્વીકારી સંયમમાં શૌર્ય દાખવ્યું, અને જેને અન્ય જે ન મળે એવું પ્રેયસી કેમ્યાન આવાસમાં વરસ ભેજન લઈ ચાતુર્માસ કર્યું ને તેને શ્રાવિદ્મ બનાવો–એવા પ્રભાવશાળી પણ શ્રતજ્ઞાનને દુરૂપયોગ કરવામાં તત્પર થઈ ગયા ત્યાં બીજા એછી શકિતશાળી મનુષ્યની શી વાત કરવી ? સમય બારીક આવી રહ્યો છે. માનવ સમુદાયની માનસિક શક્તિઓને પ્રતિ સમય હાસ થઇ રહ્યો છે. ક્ષમતા ને ગંભીરતા નષ્ટ થતી ચાલી છે. એવા સમયે બાકીના પૂર્વેનું જ્ઞાન પ્રચલિત થાય એમાં મને શ્રેય નથી જણાતુ.”
આ વયને માત્ર તે કાળ પુરતાં જ સાચાં હતાં એમ નહીં પણ આજે પશુ તેટલાં જ સાચાં અને શ્રદ્ધેય છે. ગુરૂગમ વિનાનું અને અધિકાર વિહુણુ જ્ઞાન બરાબર પચતું નથી જ, ઉલટું અધુરા ઘડાને જેમ છલકાઈ જઈ વિનાશ નોતરે છે.
(૨) માધુરી વાચના–આ વાચના શ્રી વીર નિર્વાણુ સમયથી સં૦ ૮૨૭ થી ૮૪૦ સુધીના ગાળામાં થયાનું મંતવ્ય માનશ્રી કલ્યાણવિજયાત છે. એ સંબંધમાં ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org