________________
અંક ૧-૨]
ગુરુપરંપરા
તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બૌદ્ધીના હાથમાં ગયું. બધે પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. આજે પણ એ તક્ષશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે.
માનદેવસૂરિ વીર નિ સં૦ ની આઠમી સદીના અંતમાં સ્વર્ગવાસી થયા હોય એમ સંભવે છે. જો કે અન્યત્ર વીર નિ સં૦ ૭૩૧ માં સ્વર્ગ થયાનું લખ્યું છે પણ એ ઠીક નથી. તેઓ ગિરનાર ઉપર અનશન કરી સ્વર્ગે ગયા હતા. વીરવંશાવલી ઉલ્લેખ પ્રમાણે તેમણે ઉચ્ચાનાગર (તક્ષશિલા ને એક ભાગ), ડેરાગાજીખાન, ડેરાઉલ વગેરે સ્થળમાં ઘણા સેઢા રાજકુમારને પ્રતિબોધી ઓસવાલ બનાવ્યા હતા. ૨૦ માનતુંગસૂરિ
માનદેવસૂરિની પાટે આ મહાકાભાવિક આચાર્ય થયા. રાજા ભેજની રાજસભામાં મયૂર અને ભાણુ પંડિતના વાદવિવાદ વખતે જિનશાસનનું ગૌરવ વધારવા માટે તેમણે
ભકતામર સ્તોત્ર ' રચ્યું હતું. આ તેત્ર બહુ પ્રાભાવિક મનાય છે, અને અત્યારે પણ મળે છે. એમાં અનેક મં ગોપવેલા હોવાથી તે તાંબરાચાર્યત હોવા છતાં દિગંબરે પણ તેને બહુ ભક્તિથી માને છે. આ ઉપરાંત તેમણે પાર્શ્વપ્રભુની સ્તુતિરૂપ “નમિણુ” (ભયહાર) સ્તોત્ર રચ્યું છે. તેઓ મહામંત્રવાદી અને ચમત્કારિક હતા.
પ્રભાવક ચરિત્ર”માં જિનસિંહસૂરિના શિષ્ય માનતુંગસૂરિને બનારસમાં રહેનાર અને ધનદેવ શેઠના પુત્રતરીકે ઓળખાવ્યા છે. તેમણે પ્રથમ ચારકીતિ નામક દિગંબર મુનિ પાસે દીક્ષા લીધી હતી અને તેમનું નામ મહાકીર્તિ હતું. પાછળથી પિતાની બહેનના ઉપદેશથી તેમણે જિનસિંહસૂરિ પાસે શ્વેતાંબરીય દીક્ષા લીધી અને તેમનું નામ માનતુંગસરિ પડયું. તેમણે બનારસના રાજ હર્ષદેવની સભામાં મયૂર અને બાણુ પંડિતની સામે જિનશાસનની પ્રભાવના માટે ભકતામર સ્તોત્ર બનાવ્યું હતું, તથા ભયહર સ્તોત્ર પણ તેમણે રચ્યું હતું.
નામ સામ્યથી આ બન્ને ઘટનાએ એકમેક થઈ ગઈ હોય એમ સંભવે છે. ઈતિહાસપ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી કલ્યાણુવિજ્યજી આ સંબધી ચર્ચા કરીને લખે છે કે: પટ્ટાવવીના માનતુ ગરસૂરિ જુદા છે કે જેઓ વીર વિ. સં. ૮૨૬ આસપાસ થયા છે. એટલે કે વિક્રમ સં૦ ૩૫૬ ની આસપાસને સમય આવે છે. જયારે બીજા માનતુંગસૂરિ તે વિક્રમની સાતમી શતાબ્દીમાં થયા હોય એમ સંભવે છે. રાજા હર્ષ પણ એ સમયનવિક્રમ સં૦ ૬૬૩ થી ૭૦૪ ને છે તથા વૃદ્ધ ભેજને સમય પણ વિક્રમને સાતમે
૧૮ આ બન્ને સ્તંત્રની રચના આ માનતુંગસૂરિજીએ કરી છે તે માટે હીરસૌભાગ્યકાર એ કાવ્યના ચોથા સર્ગમાં આ પ્રમાણે લખે છે:
भक्तामराहवस्तवनेन सूरिभंज योऽङ्गान्निगडानशेषान् । प्रवर्तितामन्दमदोदयेन गंभीरवेदीव करी धरेंदोः ॥ ७६ ।। भयादिमेनाथहरस्तवेन यो दुष्टदेवादिकृतोपसर्गान् । श्रीभद्रबाहुः स्वकृतोपसर्गहरस्तवेनेव जहार संघात् ૧ ૭૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org