________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ :
વિક્રમની અગિયારમી સદીમાં થયેલ શાંતિસૂરિ, બારમી સદીમાં થયેલા અભયદેવસૂરિ અને ત્યાર પછીના પણ ઘણા અચાર્યોએ પોતાના ગ્રંમાં ચંદ્રકળાને ઉલ્લેખ કર્યો છે. આ રીતે ચારે શિવેનાં નામ ઉપરથી થયેલાં ચારે કુળે બહુ જ પ્રસિદ્ધ હતાં અને છેવટે ગ૭રૂપે કહેવાયાં છે.
( ‘પ્રમાવક ચરિત્ર પર્યાલોચનાના આધારે ) આ રીતે નાગેન્દ્ર ગચ્છમાં વનરાજ પ્રતિબંધક શિલગુસૂરિજી, મહામાત્ય વસ્તુપાળ તેજ પળના ગુરૂ વિજયસેનસૂરિ, સ્યાદ્વાદમજરીના કર્તા મણિનિજી વગેરે થયા છે એમ તેમના ગ્રંમાં મળે છે. નવાંગવૃત્તિકર અજયદેસૂરજી પણ પિતાને ચંદ્ર કુળના લખે છે. દોણાચાર્યજી પિતાને નિવૃત કુળના જણાવે છે, અને નાગહસ્તિસૂર, વૃદ્ધવાદી રિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે વિદ્યાધર ગ૭માં થયા છે એમ લખે છે.
(‘તપગચ્છ બમણુ વશરક્ષ ના આધારે ) તેમના સમયમાં અર્થાત્ વીર નિ. સં. ૧૦૯માં દિગંબર મત નીકળે. દિગંબર ગ્રંમાં વેતાંબર દિગંબર ભેદ વીર નિ, સં. ૬૦૬માં પડયાને ઉલ્લેખ છે. આ અંતર કંઇ વિશેષ મહત્વનું ન ગણાય. વીરવંશાવલી કારે તે લખ્યું છે કે “ જિનમાર્ગથી વિપરીત ૭૦૦ બોલેની પ્રરૂપણા કરી કર્ણાટક દેશમાં દિગંબરમત સ્થા ” આ આઠમા નિહનવ તરીકે પ્રસિદ્ધ થયે, વીરવંશાવલંકાર ના લખવા પ્રમાણે વીર નિ. સં. ૫૭૦-૭૮ માં શત્રુજયને ઉદ્ધાર કરનાર નવડશાહે વીરનિ. સં. ૧૨ માં ગિરનાર તીર્થને પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતે.
આ વસેનરિજીએ શત્રુંજય ઉપર (વડ) યક્ષની રક્ષકદેવ તરીકે સ્થાપના કરી હતી. જે અત્યારે પણ વિધમાન છે. વિશેષ વીરવંશાવલીમાંથી જેવું.
આ રીતે વસેનસૂરિ એક મહાકાભાવિક આચાર્ય થયા.
૧૫ ચંદ્રસૂરિ
સેપારક નગરમાં જિનદત્ત શેને ત્યાં ઈશ્વરદેવાથી તેમને જન્મ થયો હતે, વજર મામીના સમયની બીજી બાર દુકાળમાં તેમણે માતાપિતા અને બીજા પણ ભાઈઓ સાથે વાસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. બીજા ભાઇઓ કરતાં તેઓ વધારે પ્રભાવિક હતા અને તેથી તેમને છ વૃદ્ધિ પામ્યું હતું. વીર વિ. સં. ૬૩૦માં ચંદ્ર ગચ્છની સ્થાપના થઈ ત્યારથી કોટિક ગચ્છના બદલે ચંદ્રગછ ખ્યાત છે અને નિગ્રંથ ગચ્છનું ત્રીજું નામ ચંદ્રગચ્છ થયું. આ ગરછમાં અનેક પ્રાભાવિક આચાર્યો થયા છે. અત્યારે પણ તપગચ્છમાં આ નામ મહત્ત્વનું છે. કોઈને પણ દીક્ષા આપતી વખતે એમ બોલાય છે કે
કેટીગણ, વજશાખા, ચંદ્રકુળ અને તપગચ્છમાં તું અમુકને શિષ્ય થશે.” બીજા ગચ્છવાળા પણ ચંદ્રકુળને મહત્વ આપે છે. વીર નિ. સં. ૬૫૦ પછી તેમનું સ્વર્ગગગન થયું હોય એમ અનુમાન થાય છે. ચંદ્રસૂરથી ચંદ્રગચ્છ નીકળ્યા માટે ‘ હીસસૌભાગ્ય' (સર્ગ ૪, . ૬૫ માં લખ્યું છે:
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org