SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨} ગુરૂ-પરંપરા [ ૬a ] ते ब्रह्मद्वीपवास्तव्या इति जातास्तदन्वये। अक्षद्वीपिकनामानः श्रमणा आगमोदिताः। परिशिष्ट पर्व, स. १२, श्लो ९९ આ સમિતરિ વજીસ્વામીના સંસારી મામા થાય. ઉપરનો પ્રસંગ લગભગ વીરનિ. સં. ૫૬૦-૭૦ ની વચમાં બન્યું છે. ૧૩ વજસ્વામી આર્ય સિંહગિરિજીની પાટે વજીસ્વામો થયા. પરિશિષ્ટ પર્વમાં તેમનું ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. તેઓ વીરનિ. સં. ૪૯૬માં માળવામાં તુંબન સન્નિવેશમાં, વૈશ્યજાતિમાં ગૌતમ ગોત્રમાં, ધનગિરિને ત્યાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ સુનંદા હતું. વજરવાની ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતા ધનગિરિએ દીક્ષા લીધી હતી. જન્મ સમયે પિતાની દીક્ષાનો બિના સાંભળીને વજીસ્વામીને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, માત્ર છ મહિનાની ઉમરે માતાએ તેમને ગુરૂને અર્પણ કર્યા હતા. પછી તે પુત્ર મેળવવા માટે માતાએ વિવાદ પણ કર્યો હતે. (આ આ વિવાદ પિિગ્નષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર, કલ્પસૂત્ર સુબે ધિકામાં છે.) છેવટે વીનિ. સં. ૨૦૭-૮માં આઠ વર્ષની વયે પુત્ર સાધુ થયો અને માતાએ પણ દીક્ષા લીધી. ૪૪ વર્ષ ગુરૂસેવા કરી અને ૩૬ વર્ષ યુગપ્રધાનપદે રહી ૮૮ વર્ષની વયે તેઓ સ્વર્ગે ગયા. તેઓ દર્શપૂર્વના જ્ઞાનના ધારક હતા. તેઓ છેલ્લા દશપૂર્વધારી થયા. १ महागिरिः २ सुहस्तिश्च ३ सरिः श्रीगुणसुन्दरः । ४ श्यामार्यः ५ स्कंदिलाचार्यः ६ रेवतिमित्रसूरिराट् ॥ १॥ ७ श्रीधर्मो ८ भद्रगुप्तश्च, ९ श्रीगुप्तो १० वज्रसूरिराट् । युगप्रधानप्रवरा देशैते दशपूर्विणः ॥२॥ સૂરિજીએ વીરનિ. સં, પર ૫ લગભગમાં શ્વેચ્છાએ શત્રુંજયને કજે કરી તે તીર્થની આશાતના કરી હતી તે ઉપદ્રવ ટાળ્યું હતું, અને પિલ્યપુરના શેઠ ભાવડ શાહના પુત્ર જાવડ શાહને ઉપદેશી વીર વિ. સં. ૫૭૦-૭૮માં અર્થાત્ વિ. સં. ૧૦૮ (મતાંતરે ૧૧૪માં) શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યું હતું. તેમના સમયમાં બે વાર બાર-દુકાળી પડી હતી. આ હેમચંદ્રસૂરિ પરિશિષ્ટ પર્વમાં લખે છે કે “તત્ર તે અક્ષકસિમ ' એટલે પહેલીવાર તે ભીષણ દુકાળ પડયે જ્યારે બીજા દુકાળ માટે સાફ લખે છે કે –fમાં દ્વારા રજૂ', આ બે દુકાળ વચ્ચે સમય પણ ઘણું ગમે છે. પ્રથમ વખતના ભીષણ કાળને અન્યત્ર બારદકાળી લખેલ છે, તે આધારે મેં અહીં બારદૂકાળી લખી છે. પ્રથમ દુકાળ વખતે સૂરિજી સંધસહિત જગન્નાથપુરી ગયા હતા. ત્યાંને રાજા બૌદ્ધ હતું. તે તાજા પુષે પોતાના ઉપગમાં લીધા પછી વધેલાં પુષે બીજાને વાપરવા દેતે. આથી પર્યુષણામાં પ્રભુપૂજા માટે પુષ્પ મળતાં ન હતાં. સુરિજીને ખબર પડતાં તેમણે વિધાના પ્રભાવથી જુદા જુદા સ્થળેથી ફુલે મંગાવી આપ્યાં. છેવટે ત્યાંના રાજાને પ્રતિબંધી જૈન બનાવ્યું. તેમણે “આચારાંગસૂત્ર’ માંના ‘મહાપરિજ્ઞા” અધ્યયનમાંથી આકાશગામિની વિધા ઉદરી હતી. મહાનિશીથ સત્રના ત્રીજા અધ્યયનમાં એક મહત્ત્વને ઉલ્લેખ મળે છે કે “પૂર્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy