________________
[૬૨]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ ૪
કરવા શત્રુંજયની તળટીમાં પાદલિપ્તપુર (વર્તમાન પાલીતાણા ) વસાવ્યું જે અવધિ વિધમાન છે. પાદલિપ્તસૂરિ શત્રુંજય ઉપર ૩ર ઉપવાસનું અનશન કરી સ્વર્ગે ગયા. ૧૧ આય ત્રિસૂરિ
આમને વિશેષ પરિચય નથી મળતું. તેઓ ગૌતમગેત્રના હતા. કર્ણાટકમાં વિચરી તેમણે ઘણો ઉપકાર કર્યો હતે. તેઓ હમેશાં એક વખત જ આહાર લેતા. તેમને ઈયે વિગય (વિકૃતિ)ને સર્વથા ત્યાગ હતે. વીરવંશાવલીકારના લખવા પ્રમાણે તેમના સમયે ચંદેરીનગરીમાં સાધુના શબને અગ્નિદાહ દેવાની પ્રથા શરૂ થઈ. આ વાત પરંપરાના આધારે જણાવી છે. તે વીરનિ. સં. ની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં થયા. ૧૨ આર્ય સિંહગરિસૂરિ
ઇન્નિસૂરિની પાટે આ આચાર્ય થયા. તેમનું ગોત્ર કશીય હતું, તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. તેમને મુખ્ય ચાર શિષ્ય હતા: ૧ ધનગિરિજી, ૨ સ્વામી, ૩ આર્ય સમિત સરિ અને ૪ આર્ય અરિહરિત્ર. આ ચારે મહાવિદ્વાન અને પ્રાભાવિક હતા. આ આચાર્ય મહારાજને વીર નિ. સં. ૫૪૭-૪૮માં સ્વર્ગવાસ થશે. તેમના સમયમાં વીર નિ. સં. ૫૪૪માં રહગુપ્ત નામને છ નિધન થયો, ધનગિરિજી સ્વામીના સંસારી પિતા હતા એટલે તેમને પરિચય વજીસ્વામીના પરિચયમાં આવશે.
આર્ય સમિતસૂરિન્તુબવન ગામમાં ધનપાલને ત્યાં તેઓ જન્મ્યા હતા. તેમણે યુવાવસ્થામાં જ સિંહગિરિરિ પાસે દીક્ષા લીધી હતી. આ પછી તેમના બનેવી અને વજસ્વામીના પિતા ધનગિરિએ પણ સિંહગિરિ સૂરિ પાસે દીક્ષા લીધી હતી; તેઓ ટુંક વખતમાં ઉત્તમ જ્ઞાન મેળવી આચાર્ય થયા હતા.
એક વખત વિહાર કરતા તેઓ આભીર દેશમાં ગયા. ત્યાં અચલપુરની પાસે કન્ના અને પૂર્ણ નામક બે નદીઓ હતી. તે બેની વચ્ચે એક સુંદર ભેટ હતું. ત્યાં ઘણા તપસ્વીઓ બ્રહ્મજ્ઞાન મેળવવા મથતા હતા તેથી તેનું નામ બ્રહ્મદીપ પડ્યું હતું. ત્યાં એક સાથે પાંચસે તપવીએ વિવિધ પ્રકારનું તપ કરતા હતા. આમાંને એક તપસ્વી પગે અમુક
ઔષદ્ધિને લેપ કરી જળથી છલોછલ ભરેલી નદી ઉપર પગે ચાલીને સામે કિનારે જતા હતા, અને પિતાને ચમત્કારિક મહાત્મા તરીકે ગણાવતે હતેા જન શાસનમાં આવા ચમકારિક પુરૂષે છે કે નહીં એ વાત ચર્ચાતી હતી, એ આર્ય સમતસૂર ત્યાં આવી ચડ્યા. તેમણે અનુમાન કર્યું કે આમાં પગના લેપ સિવાય બીજો કશો ચમત્કાર નથી. આથી તેમણે એક શ્રાવકને સૂચવી તપસીને જમવાનું આમંત્રણ કર્યું. જમાડતા પહેલા શ્રાવકે ગરમ પાણીથી તપસીને પગ ધેવાનું કહ્યું. જમ્યા પછી તપસી નદી કિનારે આવ્યું પણ ડુબવાના ભયથી નદી ઉપર ચાલવાને જીવ ન ચાલ્યો, છતાં અપયશના ભયથી તેણે ચાલવાનું સાહસ ખેડયુ તે તે એકદમ ડુબવા લાગ્યા. આ વખતે સૂરિજીએ મંત્રિત વાસક્ષેપ નાખી નદી પાસેથી માર્ગ મેળવી તપસીને બચાવ્યું. પછી તેમણે બ્રહ્મદીપમાં જઇ પાંચસો તપરવીને શુદ્ધ માર્ગને ઉપદેશ આપી પોતાના શિષ્ય બનાવ્યા. બ્રહ્મદીપના પાંચ સાધુએની દીક્ષા પછી બ્રહ્મદીપિકા શાખા નીકળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org