________________
અંક ૧-૨ )
ગુર-૫રંપરા
છે કે-“ અહીં (મથુરામાં શ્રતસાગરના પારગામી આચાર્ય આર્ય મંગુ ઋદ્ધિશાતાગારવામાં લુબ્ધ બની યક્ષપણું પામ્યા અને જીભ બહાર કાઢીને સાધુઓને અપ્રમોદી થવાને ઉપદેશ આપે.
( “જન સત્ય પ્રકાશ”માંને મારે “મથુરાકલ્પ તે લેખ)
વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકર- આ બને ગુરૂ-શિષ્યનાં ચરિત્ર બહુ પ્રસિદ્ધ છે. વિશેષ પરિચય માટે “ પ્રભાવક ચરિત્ર'માંને વૃદ્ધવાદીસૂરિ પ્રબંધ, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધચિંતામણિ વગેરે જોવાં. તેમને ટ્રેક પરિચય આ પ્રમાણે છે:
વૃદ્ધવાદીસૂરિ ગૃહસ્થદશામાં ગૌ દેશમાં કેશલ ગામના રહેવાસી મુકુન્દ નામક બ્રાહ્મણ હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં સ્કદિલાચાર્ય પાસે દીક્ષા લીધી હતી. ગુરૂના સ્વર્ગવાસ પછી તેઓ આચાર્ય બન્યા અને તેમણે ઉજજયિની તરફ વિહાર કર્યો. ભાગમાં દેવશ્રીને પુત્ર “સિદ્ધસેન” પંડિત મળે. વાદમાં તેને જીતી “કુમુદચંદ્ર” નામને પિતાને શિષ્ય બનાવ્યા. જૈનશાસ્ત્રોના પૂરા અભ્યાસ પછી વૃદ્ધવાદી રિએ કુમુદચંદ્રને આચાર્ય પદ આપી પૂર્વનું સિદ્ધસેન નામ રાખ્યું. પાછળથી તેઓ સિદ્ધસેન દિવાકર તરિકે ખ્યાત થયા.
સિદ્ધસેન દિવાકરે રાજા વિક્રમાદિત્યને પ્રતિબધી જૈન બનાવ્યું હતું. તથા રાજા દેપાલને પણ પ્રતિબો હતે. તેમણે કહષાણુમંદિર સ્તવ, સન્મતિ તર્ક નામને મહાન દર્શન ગ્રંથ, બત્રીશ બત્રીશીઓ, ન્યાયાવતાર આદિ ગ્રંથે રમ્યા હતા. તેમણે ઉજજયિનીમાં અવંતિ પાર્શ્વનાથને પ્રગટ કરી જૈનશાસનની પ્રભાવના કરી હતી.
પાદલિપ્તસૂરિ-આમના સમય માટે ભિન્ન ભિન્ન મત છે. ઉ. ધર્મસાગરજીએ તપગ૭ પટ્ટાવલીમાં તેમને ઇન્દ્રન્નિસૂરિ સાથે મૂકયા છે, વીરવંશાવલી અને તપાગચ્છ પદાવલીમાં વજસ્વામી સાથે મૂકયા છે. તેમને જન્મ કેશલાપુર ( અયોધ્યા)માં વિજયબ્રહ્મરાજાના રાજ્યકાળમાં કુલ શ્રેષ્ઠીને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ પ્રતિમા અને તેમનું નામ નાગેન્દ્ર હતું. તેમણે આર્ય નાગહસ્તી પાસે ૭ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૧૦ વર્ષની વયે તેઓ આચાર્ય બન્યા, અને પાદલિપ્તસૂરિ તરિકે ઓળખાવા લાગ્યા. તેઓ મહાવિધસિદ્ધ હતા. આકાશગામિની વિધાના બળે તેઓ રોજ રાત્રુંજય, ગિરનાર સમેતશિખર, નદીયામાંના કવિતસ્વામી તથા બામણવાડા, એ પાંચ તીર્થની યાત્રા કર્યા પછી જ આહાર કરતા. તેમણે પાટલીપુત્રના રાજા મુફંડને પ્રતિબધ્ધ હતા, અને પ્રતિઠાન પુરના રાજા સાતવાહનને પિતાના પાંડિત્યથી આકર્ષ્યા હતા. પાટલીપુત્રમાં જન શ્રમણોને થતે ઉપદ્રવ તેમણે નિવાર્યો હતે. તેમણે નિર્વાણુકલિકા, પ્રશ્નપ્રકાશ, કાલજ્ઞાન, તરંગલોલા મહાકાવ્ય, ચંપુ વગેરે ગ્રંથે રહ્યા હતા. તથા વીરપ્રભુની સ્તુતિરૂપ “ગાતાજુલેણ” સ્તોત્ર બનાવ્યું છે કે જેમાં સુવર્ણસિદ્ધિને આખાય હોવાનું મનાય છે. તેમને નાગાર્જુન નામક વિદ્યાસિદ્ધ શિષ્ય હતું. તેણે ગુરૂકૃપાથી આકાશગામિની વિદ્યા મેળવી હતી. કાતિપુરથી પાશ્વપ્રભુની પ્રતિમા શેઢી નદીના તીરે લાવી તેની સમક્ષ રસનું સ્તંભન કરવાથી એ પ્રતિમા સ્તભન પાર્શ્વનાથ તરીકે ખ્યાત થઈ. નાગાર્જુને પિતાના ગુરૂનું નામ અમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org