________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
૧૦ ઈંદ્રબિસરિ.
આમને વધુ પરિચય નથી મળતા. વીર. વિ. સં. ની પંચમી શતાબ્દીના આ મહાપ્રતાપી જૈનાચાર્ય થયા. એમના સમકાલીન બીજી કેટલાય પ્રસિદ્ધ આચાર્યો થયા છે: વીર વિ. સં. ૪૫૩માં ગભિલ્લને નાશ કરાવનાર કલિકાચાર્ય, ઉ. ધર્મસાગરજીના મત પ્રમાણે આર્ય ખપુટાચાર્ય; વીર નિ. સં. ૪૬૭માં આર્યમંગુ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે. ઇંદ્રદિનસૂરિજીના નાના ગુરૂભાઇ બિયગ્રંથસૂરિ થયા. તેમણે અજમેર પાસેના હપુર નગરના બ્રાહ્મણોને પ્રતિબધી યજ્ઞમાં થતા બકરાને બલિ બંધ કરાવ્યા હતા અને જૈનશાસનની પ્રભાવના કરી હતી. તેઓ કાશ્યપ ગોત્રના હતા. વિશેષ માટે જુઓ “કલ્પસૂત્ર સુબાધિકા. વીર વંશાવલીમાં પણ સંક્ષિપ્ત પરિચય મળે છે.
કાલકાચાર્ય સંબંધી ખુલાસે--આ નામના ચાર આચાર્યો થયા તે આ પ્રમાણે
૧-ઇષતિબેધક, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા અને જે શ્યામાચાર્યના નામથી પ્રસિદ્ધ છે તે કાલિકાચાર્ય વીર વિ. સં. ૩૨૦થી ૩૭૫ સુધીમાં થયા.
૨–અવિનીતશિખ્યત્યાગી, આજીવિકા પાસે નિમિત્ત શાસ્ત્રનું અધ્યયન કરનાર, ગર્દમિલ્લ રાજાને નાશ કરાવનાર, ઇંદ્રના પ્રશ્નના ઉત્તરદાતા-ઈદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવનાર, પાંચમના બદલે ચેકની સંવત્સરી પ્રવર્તાવનાર કાલિકાચાર્ય, જેમને ઉલેખ ઉપર કરવામાં આવ્યું છે તે. તેઓ ખટાચાર્ય અને પાદલિપ્તસૂરિજીના સમકાલીન હતા. તેમણે પંજાબમાં ભાવડાગચ્છ સ્થાપ્યો હતો. તેઓ વીર નિ. સં. ૪૫૩માં થયા.
૩–વિષ્ણુસૂરિજીના શિષ્ય કાલકાચાર્ય.
૪–દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમકાલીન, ભૂતદિનસૂરિજીના શિષ્ય, માધુરી વાચનામાં સહાયક, આનંદપુરમાં સભાસમક્ષ-ચતુર્વિધ સંઘ સમક્ષ થના દિવસે કલ્પસૂત્રનું વાચન શરૂ કરનાર આ કાલકાયાયે વીર નિ. સં. ૯૮૦માં, વાચના ભેદથી ૯૯૩માં થયા.
(ઉત્તરાધ્યયન નિર્યુક્તિ, વિચારશ્રેણિ, રત્નસંચય પ્રકરણ,
કાલસપ્તતિકા, પટ્ટાવલી સમુચ્ચય પૃ. ૧૯૮ના આધારે.) ઇન્નિસૂરિના સમકાલીન ઉપર લખેલ આચાર્યોને ટ્રેક પરિચય આ પ્રમાણે છે:
આયમંડુ-નદીસૂત્રની ગુર્નાવલીના લખવા પ્રમાણે તેઓ આર્ય સમુદ્રના શિષ્ય હતા. તેઓ વીર વિ. સં. ૪૬૭માં થયા. જિનપ્રભસૂરિ મથુરાક૯પમાં તેમના માટે લખે
વલી 'માં તેમને આર્ય સુસ્થિતસૂરિજીના સમયમાં બતાવ્યા છે. ઉપાધ્યાય ધર્મ સાગરજી તેઓ વીર નિસં૦ ૪૫૩ માં થયાનું લખે છે. “ પ્રભાવક ચરિત્ર'માં વીર નિસં૪૮૪ ને હલેખ છે. તેઓ મહામાભાવિક અચાય હતા. ‘પ્રભાવક ચરિત્ર માં તેમને પાદલિપ્તાચાર્યના વિદ્યાગુરૂ તરિકે વર્ણવ્યા છે. 'નિશીથચૂણિ'માં તેમને વિદ્યાસિદ્ધ તરીકે વર્ણવ્યા છે. પાટલીપુત્રને રાજ દાહડ જે જન સાધુઓને હેરાન કરતો હતે તેને તેમણે યોગ્ય શિક્ષા આપી જનધમાં બનાવ્યો હતે. ( વિશેષ માટે “પ્રભાવક ચરિત્ર' જેવું )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org