________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
છે કે આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિ બને બાલ્યાવસ્થામાં સાધ્વીજી દ્વારા પાલિત–રક્ષિત થયા હતા. જુઓઃ
तौ हि यक्षाचया वाल्यादपि मात्रेय पालितौ।
इत्यार्योपपदी जातौ महागिरिसुहस्तिनौ ॥ पर्व १०, श्लो० ३७॥ તેઓ માલવદેશની રાજધાની ઉજજયિનીમાં ચતુર્માસ રહ્યા હતા ત્યારે તેમણે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારને પ્રતિબધી દીક્ષા આપી હતી. અવન્તિસુકુમારે દીક્ષા લીધી તે જ દિવસે સ્મશાનમાં અનશન કર્યું અને એ જ રીતે શીયાળણીએ તેમને પિતાનું ભક્ષ્ય બનાવ્યા. પાછળથી તેમની માતાએ પણ વહુઓ સાથે દીક્ષા લીધી. અવન્તિસુકમાર મરણ પામી નલિની ગુમ વિમાનમાં દેવ થયા. કેટલાક વર્ષ પછી અવન્તિસુકુમારના પુત્ર પિતાના પિતાના સ્વર્ગવાસસ્થાને અવન્તિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું.
स्थाने स्ववस्तुस्त्रिदिवंगतस्य व्यधादवन्तिसुकुमालसूनु । नाम्ना महाकाल इतीह पुण्यपानीयशालामिव सर्वशालाम्
( હીરસૌભાગ્યકાવ્ય, સર્ગ ૪, શ્લોક ૪૨.) આ ઉપરાંત આર્ય સુહસ્તિજીએ સમ્રા અશોકના પૌત્ર અને ભાવી ભારતસમ્રાટ સંપતિને યુવરાજ અવસ્થામાં જ પ્રતિબધી જનધન બનાવ્યું હતું. ભારતસમ્રાટ બન્યા પછી પણ સંપ્રતિએ જનધર્મનું શ્રદ્ધા પૂર્વન પાલન કરી ભારતમાં અને ભારત બહાર જનધર્મને પ્રચાર કર્યો હતે. સંપતિનું ૧૦૦ વર્ષનું આયુષ્ય હતું અને જૈનધર્મ સ્વીકાર્યા પછી તેને રોજ એક જિનમંદિર બંધાવવાની પ્રતિજ્ઞા હતી. તેણે સવાલાખ જિનમંદિર, છત્રીસ હજાર મંદિરોને જીર્ણોદ્ધાર, સવારેડ જિનબિંબ, પંચાણું હજાર ધાતુ પ્રતિમાઓ અને સાત દાનશાળાઓ કરાવી હતી. તેણે સૂરિજીના ઉપદેશથી અનેક તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું અને કેટલેક સ્થળે નવાં મંદિર બંધાવ્યાં હતાં. સંક્ષેપમાં તેણે નીચે પ્રમાણે સુકાર્યો કરાવ્યાનો ઉલ્લેખ મળે છે:
શકુનિવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યું. મરૂ દેશમાં ધાંધણું નગરમાં પદ્મસ્વામીનું, પાવાગઢમાં સંભવનાથનું, હમીરગઢમાં પાર્શ્વનાથનું, ઇલોરગિરિમાં નેમિનાથનું, પૂર્વ દિશામાં રહીશનમરમાં સુપાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં.....નું, ઇડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. તેણે સિહાચળ, સીવંતગિરિ (સમેતશિખર?), ગિરનાર, શંખેશ્વર, નંદીય (નાંદીયા,
જ્યાં જીવિતસ્વામીની મૂર્તિ છે. ), બામણવાડા આદિ સ્થાનની સંઘ સાથે યાત્રાઓ કરી હતી. ત્યાં રથયાત્રાઓ પણ કરી હતી. કમલમેર પર્વત ઉપર સંપતિએ બંધાવેલું જિનમંદિર વિધમાન છે એમ “ ટાંડરાજસ્થાન”માં ઉલ્લેખ છે.
તે વખતે જૈનેની સંખ્યા કરેડની હતી. નિરાધાર, ગરીબ, અનાથ અને નિર્દોષ પ્રાણીને કોઈ ન મારે તે માટે સંપ્રતિએ ફરમાન કાઢયાં હતાં. વળી તે વખતના સાધુ સમુદાયને એકત્રિત કરી જૈનધર્મના પ્રચાર માટે જુદા જુદા પ્રદેશમાં સાધુઓના વિહારની સગવડ કરી આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org