________________
ગુરૂ-પરંપરા
[૫૭]
2
શ્વગ્રહથી
ભદ્રા
જે ચૌદ
મને માટે
રૂપે કર્યું. આ વાતની ભદ્રબાહુસ્વામીને ખબર પડતાં તેમણે સ્થૂલભદ્રજીને વધુ વિદ્યા માટે અયોગ્ય જાણી પૂર્વનું જ્ઞાન આગળ આપવાની ના પાડી, પણ શ્રીસંઘના આગ્રહથી છેલ્લાં બાકી રહેલાં સાડાત્રણ પૂર્વ મૂળમાત્ર શિખવ્યાં. આ રીતે સ્થૂલભદ્ર ૧૧ પૂર્વ અર્થ સહિત અને શા પૂર્વ મૂળ શિખ્યા. તેઓ અંતિમ ચૌદ પૂર્વધર થાય, તેમણે કોશા વેશ્યાને પ્રતિબધી શ્રાવિકા બનાવી હતી. તેમને માટે કહ્યું છે કે –
केवली चरमो जंबूस्वाम्यथ प्रभवः प्रभुः। शय्यभवो यशोभद्रः संभूतिविजयस्तथा ।
भद्रबाहुः स्थूलिभद्रः श्रुतकेवलिनो हि षट् । જબૂસ્વામી છેલ્લા કેવળી થયા અને સ્થલિભદ્ર સુધીના છ આચાર્યો થતકેવળી થયા.
યૂલિભદ્રજીના સમયમાં એક મહાન રાજ્યકાન્તિ થઈ : નંદ વંશને વિનાશ થશે અને મહાપંડિત ચાણક્ય મંત્રીશ્વરે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. આ અરસામાં જ જનસંધમાં “અવ્યક્ત” નામનો ત્રીજો નિહદ થયો. આય મહાગિરિરિ અને આર્ય સુહસ્તિસૂરિ
આય મહાગિરિને વધુ પરિચય નથી મળતું. તેઓ એલાપત્ય ગેત્રના હતા. તેમણે ૩૦ વર્ષની વયે યૂલિભદ્રજી પાસે દીક્ષા લીધી હતી. ૪૦ વર્ષ ગુરૂસેવામાં અને ૩૦ વર્ષ યુગ પ્રધાનપદે રહી બરાબર ૧૦૦ વર્ષની વયે વીર નિ સં૦ ૨૪૫ માં સ્વર્ગવાસી થયા. તેઓ મુખ્ય પધર અને ગચ્છનાયક હોવા છતાં પોતે જિનકલ્પની તુલના કરતા હોવાથી ગચ્છની વ્યવસ્થા અને સંભાળ તેમના નાના ગુરૂભાઈ આર્ય સુહસ્તિસૂરિ કરતા હતા. આ કારણે જ એક પાટે બે આચાર્યો થયા. તેઓ પરમ ત્યાગી અને એકાન્તપ્રિય હોવાથી ગચ્છની સારસંભાળનું કામ આર્ય સુહસ્તિસૂરિને માથે હતું.
આર્ય મહાગિરિજીના સમયમાં નીચે પ્રમાણે ચોથા અને પાંચમા નિહ્ન થયા : વીર નિ સં૦ ૨૨૦ માં આ મહાગિરિજીના શિષ્ય કૌડિન્યના શિષ્ય અWમિત્રે સામુદિક’ મત (શુન્યવાદ) સ્થાપ્યું એટલે તે ચોથો નિદ્ભવ ગણાય. અને વીર નિ. સં. ૨૨૮ માં તેમના શિષ્ય ધનગુપ્તના શિષ્ય ગંગદત્ત ‘ક્રિક્રિય” મત સ્થાપ્ય એટલે તે પાંચમે નિઢવ ગણાયે. આ બન્ને નિહ્નના મતે લાંબા સમય ચાલ્યા નહીં. તેમના મતનું અસ્તિત્વ લેપાઈ ગયું અને પછીના કેટલાક નિહાના મત બીજામાં ભળી ગયા.
આર્ય સાહસ્તિસૂરિને પણ વિશેષ પરિચય નથી મળતા. “પરિશિષ્ટ પર્વ માં લખ્યું - વીર નિ સં૦ ૬૦૯ સુધીમાં ૭ નિદ્દ થયા. નિદ્ભવ એટલે સત્યને ગોપવવું. ભ. મહાવીરના અવિભકત સંધમાં નિહાએ સિદ્ધાંતભેદ અને ક્રિયાભેદથી નવા મતે કાઢથા છે. પ્રથમના બે નિદ્દ જમાલી અને તિષ્યગુપ્ત ભ. મહાવીરના નિર્વાણ પૂર્વે અનુક્રમે ૧૪ અને ૧૬ વર્ષ થયા છે. તેથી તેમને વિશેષ પરિચય નથી આપ્યો. બાકીનાનો પણ વિષયાંતરના ભયથી નથી આપ્યું. જિજ્ઞાસુઓએ એ વસ્તુ આવશ્યક નિર્યુકિત તથા વિશેષાવશ્યક ભાખ્યામાંથી જોવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org