SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] આગ મેનું પર્યાલોચન મુકાયેલી જણાતી નથી. કેટલાક તે એ માટે શું કરવું જોઈએ તેથી પણ અજ્ઞાત જોવાય છે. આગમોના અવલોકન માટે એને વિવિધ દૃષ્ટિપૂર્વક અભ્યાસ કરવો જોઇએ અને તેમ કરનારને સુગમતા થાય તે માટે સૌથી પ્રથમ તે પ્રત્યેક આગમનું સમીક્ષાત્મક સંસ્કરણ (eritical edition ) થવું ઘટે. આની રૂપરેખા હું અત્ર આલેખી આ લેખનું ફ્લેવર વધારવા છતે નથી. એથી એના વિજ્ઞાસુને જૈન ધર્મ પ્રકાશ સુવર્ણ મહોત્સવ વિશેષાંકમાં “પ્રગતિને પંથ” એ નામને મારે જે લેખ છપાયેલે છે તેને પ્રસ્તુત ભાગ જેવા ભલામણ કરું છું. જેમને આગમનું યથેષ્ટ અવલોકન કરવાની અભિલાષા હોય તેમણે નીચની હકીક્ત તરફ ધ્યાન આપવું ઘટે : (૧) આગમની વ્યાખ્યા અને તેનું મૂળ, (૨) આગમોની સંખ્યા, (૩) આગમનું પ્રાચીન વર્ગીકરણ, (૪) અંગ, છેદસૂત્ર, મૂલસત્ર ઇત્યાદિ છ વિભાગની ઉત્પત્તિ અને ઉપપત્તિ, (૫) આગમને અન્ય આગમાદિમાં નિર્દેશ, (૬) આગમમાં ચર્ચાયેલા વિષય (૭) આગના પ્રણયનકાળથી માંડીને તે તેના આજે ઉપલબ્ધ થતા સ્વરૂ૫ સુધીને પ્રામાણિક ઈતિહાસ, (૮) અગમ માટે વિધમાન તાડપત્રીય હરતલિખિત પ્રતિઓનું નિરીક્ષણ અને (૮) આગને લગતા વિવરણાત્મક સાહિત્યને પરામર્શ, આ કંઈ સંપૂર્ણ યાદી નથી તેમજ વળી એમાં ગણાવેલી હકીકતે એકબીજાથી સર્વથા ભિન્ન પણું નથી. આ તે કેવળ માર્ગદર્શન છે, અહીં સૂચવેલી તમામ હકીકતેને અનુલક્ષીને એક પુસ્તક ગુજરાતી ભાષામાં અને એક અંગ્રેજી ભાષામાં તૈયાર કરવાના મનરશે તે હું આજે કેટલાંયે વર્ષોથી એવું છું. હાલમાં એ સંબંધમાં ગુજરાતી ભાષામાં એક પુસ્તક મેં તૈયાર કર્યું છે અને તે છપાવવા માટે દ્રવ્યને યથેષ્ટ પ્રબંધ થાય ત્યાં સુધી બેસી ન રહેતાં મેં એ છપાવવાનું સાહસ પણ ખેડયું છે. આશા છે કે અનંતકલ્યાણી જન સંધ એની યોગ્ય કદર કર્યા વિના નહિ રહે. પ્રસ્તુતમાં આ લેખમાં હું બે ત્રણ બાબતોનો જ નિર્દેશ કરીશ, કેમકે ઉપર સૂયવ્યા મુજબ આ વિષય તે એક પુસ્તક જેટલી જગ્યા રોકે તેમ છે. આગમોની સંખ્યા આગમની વ્યાખ્યા વિચારતાં આગની સંખ્યાની ઇયત્તા છે કે નકકી થાય છે ખરી, પરંતુ તેને સ્પષ્ટ નિર્દેશ તો એને લગતા અન્યાન્ય ઉલ્લેખાદિ ઉપર મુખ્યત્યા આધાર રાખે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે મૂળભૂત આગમના પ્રણયન સમયે એની સંખ્યા પ્રત્યેક ગણધરને ૬ શીને બારની હતી, એ બાર આગમેને આપણે “કાદશાંગી ' યાને “ગણિપિટક” તરીકે ઓળખીએ છીએ. એ ગણધરના સમસમય અને એક જ ગુરૂના શિષ્યરૂપ મુનિવરોને હાથે રચાયેલાં શાસ્ત્રોની સંખ્યા ગણવાય, પરંતુ તેને નામોલ્લેખ થવો મુશ્કેલ છે. આ વિકટ પરિસ્થિતિને બાજુ ઉપર રાખતાં આપણે પંદરમા સૈકામાં આગની સંખ્યા ૪૫ની ગણાવાયેલી જોઈએ છીએ. અને એથી પણ આગળ વધતાં એની સંખ્યા www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy