________________
જૈન તીર્થો
શત્રુજય
મધુવતીના જાવડશાહ વિ. સં. ૧૦૦ થી ૧૦૮માં તક્ષશિલાથી જિનપ્રતિમા લાવા શ્રી વજીસ્વામીના હાથે તેની અંજનશલાકા કરાવી શત્રુ જયને ઉદ્ધાર કર્યો હતો. આ પછી પણ આ સ્થાનના અનેક ઉદ્ધાર થયા છે.
શત્રુ જયની હકીકત બહુ જાણીતા છે તથા તે બધી આપવા માટે એક સ્વતંત્ર લેખ તૈયાર કરે જોઈએ તેથી અહીં તેને નામમાત્રથી ઉલ્લેખ કર્યો છે. વલભીપુર
આ સ્થાન પ્રાચીનકાળથી જૈનોનો વિહારભૂમિ છે. અહીં વિશેષતયા ગુપ્તવંશ અને વલભીવંશે રાજય કરેલ છે, જેમાંના ઘણુ રાજાઓ ન હતા. અહીં અનેક જિનાલય હતાં વીરનિટ સં૦ ૮૪૫માં વલ્લભીને નાશ ત્યારે અહીંની અંબિકા અને ક્ષેત્રપાલથી યુકત મી ચંદ્રપ્રભુ ભગવાનની પ્રતિમા અધિષ્ઠાયક દેવના પ્રભાવથી આકાશ માર્ગે દેવપટ્ટણ (પ્રભાસપાટણ) જઇને બિરાજમાન થઇ અને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા એ જ રીતે શરદપૂનમે બીમાલનગરમાં જઈ પહોંચી. આ સિવાયની જિનકાંતમાં ત્યાં કાયમ રહી હતી. શત્રુંજય તીર્થની તળાટી પણ એક યુગમાં આ સ્થાનમાં હતી.
પુનઃ વલ્લભીપુર વસ્યું એટલે અહી વીરનિટ સં. ૮૮૦ માં મુનિસંઘે મળીને શ્રી દેવર્ધિચણિક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં આગમોનું લખાણ કર્યું.
આ રીતે વલ્લભીપુર પ્રાચીન જૈનતીર્થ છે. આગમતીર્થ પણું છે. આજે આ સ્થાન કાઠિયાવાડમાં “વળા”ના નામથી પ્રસિદ્ધ છે. શહેરની બહાર શત્રુંજયની તળાટીનું અસલ સ્થાન પણ વિદ્યમાન છે.
( વિવિધતીર્થંકપ, તપગચ્છ પાવલી. ) પ્રભાસપાટણ
અહીં વીર નિ સં૦ ૪૧૬ લગભગમાં શ્રી ચંદ્રપ્રભુનું મન્દિર બન્યું હતું. અન્ય લેખ પ્રમાણે વીર નિહ સં૦ ૮૪૫ માં વલભીથી આવેલ શ્રી ચંદ્રપ્રભુ બિરાજમાન થયા છે. આ નગરનાં દેવપટ્ટણ, સોમનાથપાટણ, પ્રભાસ પાટણ વગેરે નામે છે. આ ચંદ્રપ્રભુ તીર્થકરનું તીર્થ હતું એટલે એ પણ અહીં ચંદ્રમૌલિનું તીર્થ સ્થાપ્યું હતું.
આ સ્થાન કાઠિયાવાડમાં જુનાગઢ રાજ્યના વેરાવળ બંદર પાસે સમુદ્ર કિનારે વિદ્યમાન છે. અહીં નેમિનાથ તથા ચંદ્રપ્રભુ વગેરે તીર્થકરના નવ જનમદિર છે. આજે પણ જૈનતીર્થ તરીકે વિખ્યાત છે.
( પાવલીસમુચ્ચય ૫૦ ૫૦, ૧૯૯, વિવિધતીર્થ કહ૫ પૃ૦ ૨૦ ) રસ્થાવગિરિ
શ્રી વસ્વામીનું વિ. સં. ૧૧૪ માં એક પહાડી પર અનશન પૂર્વક સ્વર્ગગમન થયું. ઈદે આવી પિતાના રથ સહિત તે પહાડને ત્રણ પ્રદક્ષિણા આપી હતી તેથી આ પહાડનું થાવર્તગરિ નામ પડયું. જે સ્થાન પ્રાચીન તીર્થ રૂપે છે. આ સ્થાન કર્યું છે અને કયાં આવ્યું તેને હાલ ચોકકસ પત્તો મળી શકતું નથી.
(આવશ્યસૂત્ર-વત્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org