________________
[૨૨]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
છોડીને બધાએ દીક્ષા લીધી. ગજ વતી વહુએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્રે મેટા થયા પછી પિતાનું વૃત્તાંત જાણી પિતાજીના સ્મારકરૂપ સ્મશાન ભૂમિમાં જ પાનાથ પ્રભુજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે. બનાવનારનું નામ મહાકાલ હોવાથી તે મહાકાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. મન્દિરમાં મૂર્તિ શ્રી પાર્શ્વનાથ પ્રભુની બિરાજમાન કરી, જે અવન્તિ પાર્શ્વનાથ તરિકે પ્રસિદ્ધિ પામેલ છે. વીર નિ. સની ત્રીજી શતાબ્દીમાં આ મંદિર બન્યું છે. આ પછી પુષ્યમિત્ર રાનના સમયમાં દેપથી આ મંદિરનું પરાવર્તન થયું, અને પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાં ભોંયરામાં પધરાવી દીધી અને ઉપર મહાદેવજીની પીંડી આવી ગઈ. પાછળથી સુપ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ ત્યાં જઇ ભક્તામર તેત્ર બનાવ્યું અને મહાદેવજીની પીંડી ફાટી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રગટી. ત્યારથી અવનપાર્શ્વનાથજના તીર્થરૂપે આ સ્થાન ઉજજયિનીમાં વિદ્યમાન છે. નજીકમાં મહાકાલનું મંદિર પણ છે. થિરા૫દ્ર
બનાસકાંઠા એજન્સીમાં થરાદ ગામ છે, જેમાં જૂનાં નામે થિરાદ્ધ, થિરાદ્ધ, થારાપ, યિરાત્રી અને કેથિરપુર વગેરે છે.
સલ કી પરમાર થિરપાધુએ વિ૦ નં૦ ૧૦૧માં આ શહેર વસાવ્યું હતું. તેની બેન હરકુએ અહીં ૧૪૪જ થાંભલાવાળું બાવન જિનાલયનું જિનમન્દિર બંધાવ્યું હતું, જેના પુરાણ ખડેર આજે ઘેરા ભીમડીના ૭૫ ફુટવાળા મેદાનમાં છે. અહીંની સં૦ ૧૩૬માં પ્રતિષ્ઠાપિત ૩૧ ઇંચ જંચી અજિતનાથની સવે ધાતુની મૂર્તિ વાવના મંદિરમાં વિદ્યમાન છે અને પૂજાય છે.
આ શહેરમાં ચંદ્રકુલના આચાર્ય વટેશ્વરસૂરિથી ચિરાપદ્ર ગચ્છની ઉત્પત્તિ થઈ છે.
થરાદના ઈશાન ખુણે પણ માઈલ દૂર નાણાદેવીનું મન્દિર છે, જેની મૂર્તિ વિક્રમની તેરમી સદીમાં ભીન્નમાલથી આવેલ છે, જેનું બીજુ નામ આશદેવી હતું.
આ જ થરાદમાં ૩ મેટાં અને ૭ ઘરદેરાસર મળી કુલ ૧૦ જિનમન્દિર છે. એશિયા
ઉપકેશગચ્છીય આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિએ એક મતે વિનિ સં. ૧૦ અને બીજા મતે સં. ૨૦૨માં એશિયાનગરમાં એસવાલ વંશની સ્થાપના કરી અને ત્યાં ભ૦ મહાવીર સ્વામીનું જિનાલય બન્યું હતું.
આ સ્થાન અત્યારે પણ સવાલના ઉત્પત્તિસ્થાન અને ભગવાન મહાવીરસ્વામીના તીર્થ તરીકે પ્રખ્યાત છે. ભીન્નમાલ
જ્યારે એસવાળ વંશ સ્થપાય, લગભગ તે જ અરસામાં માલપુરમાં બીમાળી વંશની સ્થાપના થયેલ છે. કમાલપુરનું બીજું નામ ભીન્નમાલ છે. આ સ્થાન પણ તીર્થ તરીકે મનાય છે. વિરનિ સં૦ ૮૪૫માં વલભી ભાંગ્યું ત્યારે ત્યાંની મહાવીર સ્વામીની પ્રતિમાને અધિષ્ઠાયક દેવે અહીં લાવી સ્થાપી છે, એટલે આ તીર્થના માહાસ્યમાં વિશેષ વધારો થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org