________________
જૈન તીર્થ
[૨૧]
પ્રતિમાનું અસલ સ્વરુપ અવિકૃત છે, પરંતુ તે મન્દિરના ગભારામાં પૂજારી સિવાય કોઈ જઈ શતું નથી અને જેને માટે તે મદિરમાં પ્રેવેશ કરવાની જ મના જેવું છે. એટલે તેને વાસ્તવિક સ્વરૂપ લકથી અજ્ઞાત છે.” વગેરે વગેરે, તેનાં ચિત્ર બહાર પડયાં છે, જેમાં ચાર હાથ બતાવવામાં આવે છે તે કલ્પિત જ છે. અસલી ચિત્ર બે હાથવાનું મળે છે પણ દુર્લભ છે. જેની એક કેપી અમને પ્રાપ્ત થએલ છે. આ ચિત્ર આ અંકમાં વાચકો દેખી શકશે. ત્યાંનું મન્દર જન સલીથી બનેલું છે. તે તરફના અજૈન મંદિરેથી પ્રસ્તુત મનિરનું શિલ્પ ભિન્ન છે. મન્દિરને આગળને દરવાજો જેન શેલીવાળે છે.
અંદર પણ ક્રમશઃ ગભારે, કેરી. ગૂઢમંડપ અને રંગમંડપ બનેલા છે. ગુબજ જૈન શલીનું છે.
મન્દિરમાં ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્રપાળ છે. ત્યાં જૈન ભોજક હતા જે હાલ પણ મંધર્વ બ્રાહ્મણું તરીકે પ્રસિદ્ધ છે. ભાણા ગામમાં રહે છે. મૂળ પ્રતિમા રા ફૂટ ઊંચી અને પરકરવાળી છે, પબાસણમાં સ્થાપેલ છે, ઉપર છત્ર ધરાય છે, કેસરથી પૂજા થાય છે, પૂજારી પરિકરના ખાડામાં રંગબેરંગી કપડા ભરાવી મૂર્તિની શોભા વધારે છે.
આ રીતે બદ્રી એ પાર્શ્વનાથનું જૈનતીર્થ છે.
ઋષિકેશનું ભરત–મન્દિર પણ વચમાં બૌદ્ધ મન્દિર રૂપે જાહેર થયું અને આજે વૈષ્ણવ મન્દિર રૂપે પ્રસિદ્ધ છે. આ મંદિરની સામે વડની નીચે આદિનાથ, પાર્શ્વનાથ વગેરેની ખડિત મૂર્તિઓ છે.
બદ્રીથી ૧૦૫ માઇલ નીચે કારમાં કેદાર પાર્શ્વનાથનું મંદિર હતું. આજે ત્યાં એક મૂર્તિ વિદ્યમાન છે, જેની પર જનોઈ અને હારની આકૃતિ છે.
માનસરોવરનું મન્દિર પણ બૌદ્ધમન્દિર તરીકે ઓળખાય છે. સંભવ છે કે આ તીર્થો ભ૦ પાર્શ્વનાથના શાસન કાળનાં હાય. તક્ષશિલા
તક્ષશિલામાં બાહુબલિએ ન૦ અષભદેવસ્વામીના થાનના સ્થાને ધર્મચક્ર તીર્થ સ્થાપ્યું હતું.
સમ્રાટુ સમ્પતિએ અહીં પોતાના પિતા કુણાલને દશન નિમિત્તે કે તેમના સ્મરણ નિમિત્તે જિનવિહાર બનાવ્યું હતું. તેના ખડેરે આજે કુણાલતૂપ તરિક તક્ષશિલાના શિરકાર વિભાગમાં વિદ્યમાન છે. અવન્તી પાર્શ્વનાથ
શ્રી રબૂલભદ્રજી મહારાજના પટ્ટધર આમહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિજી થયા. આર્યસુર્તિજીએ સમ્રા સંપ્રતિને પ્રતિબંધી પરમાતે પાસક બનાવ્યું. એ આર્યસુહસ્તિસરિજી મહારાજ એક વાર અવતીમાં પધાર્યા હતા અને ભદ્રા શેઠાણીના મકાનમાં ઉતર્યા હતા. ત્યાં સ્વાધ્યાય સમયે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી ભદ્રા શેઠાણીના સુપુત્ર અતિસુકુમાળે પ્રતિબંધ પામી સૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી અને તે જ દિવસે ગામ બહાર સ્મશાન ભૂમિમાં જઈ કાઉસ્સગ થાને રહ્યા અને રાત્રે જ શીયાલણી તેમનું ભક્ષ્ય કરી ગઇ, ભદ્રામાતાને આ સાંભળી ઘણું દુઃખ થયું, અને એક ગભ વતી વહુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org