SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક થાંભલા છે. બન્ને બાજુ અગાશી છે. ફરતી દેરીઓ છે. પ્રવેશદ્વારમાંથી જ પ્રભુ દેખી શકાય એવી ગોઠવણી છે. આગળના ભાગમાં સુંદર કમાન અને સુંદર કોતરણીનું કામ છે. મંદિરના કમ્પાઉન્ડની ચારે બાજુ વિશાળ ધર્મશાળા છે, ડાબી બાજુ-ઉપાશ્રય છે અને ફરતે ગઢ છે. અહીં શ્વેતાંબર જૈનસંધ તરફથી વિદ્ધમાન કયાણજીની પેઢી વહીવટ ચલાવે છે. અહીં સં. ૧૯૪૨ સુધી તે ફા. સુ. ૭, ૮, ૯, ને મેટો મેળો ભરાતે હતે. હમણાં તે ફા. સુ. ૪-૫ ને મેળો ભરાય છે. અહીંથી સમુદ્રમાર્ગે જામનગર માત્ર બાર કાસ થાય છે. ભદ્રેશ્વરથી જામનગર અધીનું ભેરૂ હતું એમ કહેવાય છે. ભડેશ્વર જવા માટે અંજાર, મુદ્રા, અને વાંકીપત્રના જુદા જુદા રસ્તા છે. બાવનજિનાલયનું આ ભવ્ય મંદિર હજી પણ પિતાની પ્રાચીનતા અને ભવ્યતાનું દર્શન કરાવી રહેલ છે. ભ. મહાવીર–આ જ એક પ્રાચીન શિલાલેખ એક બાવાજીના મમાંથી પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા રા. બ. ગૌરીશંકર હીરાશંકર ઓઝાને ઉપલબ્ધ થયેલ છે. જે લેખ પ્રાચીન ખરષ્ટી લિપિમાં છે અને શ્રી વીર ભગવાન પછી ૮૪ વર્ષ બાદ બનેલા એક જિનમદિર છે. આ લેખ અત્યારે અજમેરના મ્યુઝીયમમાં વિદ્યમાન છે. પ્રાચીન ભાષાના અભ્યાસીઓ આ લેખ વાંચીને કહે છે કે તેમાં ચીરાઇ માઘસૅ ૮૪ લખેલ છે, અર્થાત્ વીર ભગવાન પછી ૮૪ ને આ શિલાલેખ છે. આ લેખ એક પ્રાચીન મંદિરના પબાસણને છે. સંભવ છે કે હાંસપુર કે જે પ્રાચીનકાળમાં હપુર નામનું મોટું નગર હતું, અને જ્યાંથી હપુર ગ9ને પ્રાદુર્ભાવ થયું છે, તે સ્થાનના જિનાલયમાં શિલાલેખ હોય ! મથુરા આ અતિ પ્રાચીન તીર્થસ્થાન છે. અહીં પહેલાં સુપાર્શ્વનાથ અને પશ્વિનાથનાં મંદિરો હતાં. બાદમાં અન્તિમ કેવલી શ્રી અંબૂસ્વામી અને આધ ભૂતકેવલી શ્રી પ્રભવસ્વામી આદિ પર૭ જણા એકી સાથે દીક્ષા લીધાની સ્મૃતિરૂપ પર૭ સ્તૂપ મથુરામાં બનાવવામાં આવ્યા હતા. જે સત્તરમી શતાબ્દી સુધી વિદ્યમાન હતા. હીરસૌભાગ્યમાં તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે : “समहं मथुरापुया यात्रां पार्श्वसुपार्श्वयोः । प्रभुः परीतः पौरौधैश्चारणर्षिरिवाकरोत् ।। २४९ ॥ जम्बूप्रभवमुख्यानां मुनिनामिह स प्रभुः। ससप्तविंशतिं पञ्चशती स्तूपान् प्रणेमिवान् ॥ २५०॥" ૧ સ્થાનકમાગ સંપ્રદાયના વિદ્વાને આ લેખ વાંચી વિચારીને સમજે કે મૂર્તિપૂજા કેટલી પ્રાચીન છે. ખરી રીતે મૂર્તિ પૂળ તે અનાદિ કાળની છે. કિ તે વિરોધ કયાથી શરૂ થયે - એ જ શોધવાનું છે. ઇસ્લામી સંપ્રદાય પહેલાં મૂર્તિપૂજા વિધિ કઈ એ નથી કર્યો. અને ભારતમાં પણ ઈસ્લામના વધુ પરિચના પ્રતાપે જ મૂર્તિપૂજને વિરોધ શરૂ થયો છે. એ પહેલાં એ ન હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy