SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] જૈન તીર્થો [૧૭] જિનાલયનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે. આ પ્રાચીન મંદિરને વિ. સં. ૧૯૩૮ માં જીર્ણોદ્ધાર થશે ત્યારે એક તામ્રપત્ર મળ્યું હતું જેમાં પ્રાચીન લિપિમાં અક્ષરે લખેલા હતા. આ તામ્રપત્ર છે. એ. ડબલ્યુ. રૂડોલ્ફ હર્બલ ઉપર મોકલવામાં આવ્યું હતું. એ પાશ્ચાત્ય વિદ્વાને જણાવ્યું કે આ લેખ પ્રાચીન ખરેષ્ટ્રી લિપિમાં લખાયેલું છે જેને આપણે દેવલિપિ-ભાષામાં લખેલું માનીએ છીએ. તેમાં નીચેના શબ્દો પટ વચાય છે, બાકીના શબ્દો ઘસાઈ ગયા છે. "१ देवचंद्रीय श्री पार्श्वनाथदेवस्येतो २३॥" બીજા ટક અક્ષરના આધારે આનો અર્થ એમ કરવામાં આવ્યું છે કે-વણિક દેવચંદ બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર. જે પહેલાં ૨૩ વર્ષે ભગવાન મહાવીર હતા. સુષસિદ્ધ જગવિખ્યાત પૂ. પા. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ લખે છે કે આ મંદિરના છણખ-ધરૂપ પુસ્તકમાં અને કચ્છની ભૂગે ળમાં લખ્યું છે કે “વીરાત ર૩ સુદ્દે ચર્જ રંગર્તામત* અસલ તામ્રપત્ર અત્યારે કેની પાસે છે તે ચોકકસ નથી, પરંતુ ભૂજ પરના વતિ ( સુંદરજી કે તેમના શિષ્ય ) પાસે હોવાનું સંભળાય છે, અને તેને સંસ્કૃત અનુવાદ મદિર દીવાલમાં લગાવેલ છે એવી નોંધ મળે છે. આ બધા ઉપરથી એમ નિર્ણય કરવામાં આવે છે કે ભગવાન સુધર્માસ્વામીએ વોર સં. ૨૩ માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે અને સામાન્ય દર્શક પણ આ મૂર્તિ મહારાજા સંપ્રતિના સમયની છે એમ સમજી શકે તેમ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર મહારાજા કુમારપાળે કરાવ્યો છે અને ત્યારપછી જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. એમ ત્યાંના શિલાલેખે ઉપરથી સમજાય છે. કેટલાક લેખે મંદિરછના ખંભા-મજબૂત સ્થભે ઉપર કોતરેલા છે, જેમાં નીચેની સાલેના ઉલ્લેખ મળે છે. “સં. ૧૧3૪ વૈશાખ સુ. ૧૫. શ્રીમાળી... દેહર...સમરાવ્યું. આ સિવાય, સં. ૧૨૨૩, ૧૨ ૩૨, ૧૨૭૫ ૧૩૫૩, અને ૧૩૫૮ના લેબ મળ્યા છે અને તેની યાદિ છે. બજેસ અને રાવ સાહેબ દલપતરામ ખખરે આપી છે. કાળક્રમે આ મદિર જીર્ણ થયું અને ત્યાંની ચમકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એક બાવાનાં હાથમાં ગઇ. સ. ૧૬૬રના જીણોદ્ધાર સમયે આ પ્રાચીન મૂર્તિ બાવન હાથમાં હતી. તેણે એ મૂર્તિ મંદિરમાં મૂળનાયક તરીકે પધરાવવાને ન આપી એટલે શ્રાવકેએ વીરપ્રભુની મૂર્તિ મૂળનાયક તરીકે પધરાવી. આ મૂર્તિ પણ પ્રાચીન અને ભવ્ય છે. તેની સં. ૬૨૨માં અંજનશલાકા થયેલી છે. પાછળથી બાવાએ સમજી જઈ મૂર્તિ આપી દીધી જે પાછળની દેરીમાં બિરાજમાન કરી છે અને જે અદ્યાવધિ વિદ્યમાન છે. વીસમી સદીમાં વિ. સં. ૧૯૨ ૦માં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયા હતા અને ત્યારપછી વિ. સં. ૧૯૩૮માં મહા સુદ ૧૦ મે માંડવીવાસી મેણસી તેજસીની ધર્મપત્ની મીઠીબાઈએ સમારકામ કરાવ્યું છે. સેનેરી રંગરોગાનનું કામ તે ઘણે સમય ચાધુ હતુ. અત્યારે આ મંદિર ૪૫૦ ફૂટ લાંબા, ૩૦૦ ફૂટ પહોળા કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં છે. તેની લંબાઈ ૧૫૦ ફૂટ, પહોળાઈ ૮૦ ફૂટ, ઉંચાઈ ૩૮ ફૂટ છે. મંદિરમાં ૨૧૮ www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy