SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક અહી શ્વેતાંબર જૈન તરફથી દાનશાળા અને એક સુંદર ઔષધાલય ચાલે છે. પાવાપુરી આવવા ઇચ્છનાર બાવકોએ પટણાથી બિહાર લાઇનમાં બેસી બિહાર ઉતરવું. ત્યાંના જિનમંદિરનાં દર્શન-પૂજન કરી ત્યાંથી મેટરનું સાધન મળે છે તે દ્વારા પાવાપુરી અવાય છે. બીજે રસ્તે ગયાથી નવાદા; લા તે લખીસરાથી નવાદા આવવું. અને ત્યાંથી ગુણાયાજી જે ગુણશીલવેન ચત્ય કહેવાય છે, અને જ્યાં પ્રભુ મહાવીરદેવ ઘણીવાર પધાર્યા હતા અને એના સ્મારક જ્યાં નાનું જલમંદિર છે, તેમજ સુંદર ધર્મશાળા છે, અને વેતાબર પેઢી તરફથી વ્યવસ્થા ચાલે છે, ત્યાં જઈ પૂજા-દર્શન કરી ત્યાંથી મોટર દ્વારા પાવાપુરી આવી શકાય છે. એક આશ્ચર્ય—પાવાપુરી જલમંદિરના તળાવમાં અનેક જળચર છ વસે છે. તેમાં સાપ મુખ્ય છે. આ સાપ બહુ મોટા મેટા હોય છે અને બચ્ચાં પણ હોય છે, પરંતુ કદી કોઈને કરતા નથી. આ જલચર જેવો બીજા જલચર ને સતાવતા નથી. ખેચર પક્ષોઓ પણ અહીં માછલી વગેરે નથી પકડતા. સાપને લેક લોટની ગોળીઓ કરી ખવડાવે છે. સંધ્યા સમયે અનેક સાપ જલમંદિરમાં પહોંચવાના પુલ ઉપર અને ઘાટ ઉપર આવે છે, પણ કદી કોઇને આભડયા નથી. આ સાપને ઉલ્લેખ વિવિધતીર્થક૯પમાં જિનપ્રભસૂરિજી કરે છે અને યાત્રીઓને કલ્યાણ આશીર્વાદ આપતાં લખે છે કે: नागा अद्यापि यस्यां प्रकृतिनिलया दर्शयन्ति प्रभावं, निस्तैले नीरपूर्ण ज्वलति गृहमणिः कौशिके यन्निशासु ॥ भूयिष्ठाश्चर्यभूश्चमिश्वरमजिनवरस्तुपरम्यस्वरूपा, साऽपापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यात्रिकेभ्यः॥१॥ (વિવિધતીર્થંકલ્પ, પૃ. ૨૫ ) જલમંદિરની પાદુકા અને કહ્યું છે અને પછવાડે જ સુંદર શિલાલેખ છે. પાવાપુરીના કેટલાક શિલાલેખે સુપ્રસિદ્ધ વિદ્વાન બ બુ પુરણચંદજી નહીરજીએ પ્રગટ કર્યો છે. શહેરના મંદિરમાં પણ જીર્ણ પાદુ છે. આ તીથ ભગવાન શ્રી મહાવીર સ્વામી છે. શાસનમાં સૌથી પ્રથમ તીથ છે અને પ્રાચીન છે. વૈભારગિરિ રાજગૃહી નગરીની નજીકમાં જ સુવર્ણગરિ, ઉદયગિરિ આદિ પાંચ પહાડે છે, તેમાં વૈભારગિરિ પણ એક સુંદર ન્હાને પહાડ છે. ભગવાન મહાવીરદેવના અગિયારે ગણધરનું નિર્વાણસ્થાન વૈભારગિરિ છે. ભગવાન મહાવીર સ્વામી પછી બાર વર્ષે શ્રી ગૌતસ્વામીનું અને વીશ વર્ષે શ્રો. સુધર્માસવામીનું અહીં નિર્વાણુ થયું છે. એટલે આ સ્થાન તીર્થ રૂપ જ સ્થપાયુ છે. પહાડ નાને અને વિશાળ છે. ગૌતમસ્વામીની દેરી છે. ધનાશાલીભદ્રની દેરી પણ છે. વૈભારગિરથી પૂર્વમાં દશેક કોશ દૂર પાવાપુરી છે. આકાશ સ્વચ્છ હૈય, ધૂમ્મસ કે વાદળ ન હોય ત્યારે પહાડ પી પાવાપુરી દેખાય છે. કછા પૂર્વ કિનારે ભદ્રાવતી નગરી હતી, એ આપણું આજનું ભkશ્વર છે. અહીં ભગવાન સુધમવાની પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા છે. અત્યારે બાવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy