SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અ૬ ૧-૨] રાજાધિરાજ [૧૩] છે. પૃથ્વીની વ્યવસ્થા કરનાર રાજા જે, શું ત્યાગ અને મેક્ષની વ્યવસ્થા કરી બતાવનાર કઈ રાજાને પણ રાજા, રાજાધિરાજ હશે ?” હા, એ રાજાધિરાજ જરૂર છે. એ પિતાના આશ્રયે આવેલાને પરાધીન નથી બનાવતા. સ્વતંત્ર બનાવે છે.” મા, મારે એવા રાજાધિરાજની જરૂર છે, જે મને પરતંત્ર નહિ પણ સ્વતંત્ર બનાવે ! એનું નામ?” પ્રભુ મહાવીર !” નગરશેઠ શાલિભદ્રને રાજાધિરાજ પ્રભુ મહાવીરની એવી તાલાવેલી લાગી, કે એ રાજ શ્રેણિકનું સન્માન ન કરી શકે. પરાધીનતા એને હસી રહી હતી. બે ક્ષણ પણું રાજાજી, પાસે ન રોકાતાં એ સાતમી મંજીલે ચઢી ગયે. એ દહાડે રાજાધિરાજ પાસે જવાના વિચારમાં એ ગૂંથાઈ ગયું કે એને કશુંય ન ગમ્યું. પ્રજાની સમૃદ્ધિમાં પિતાની સમૃદ્ધિ લેખનાર મહારાજા શ્રેણિક આજે ખૂબ ઉલ્લાસમાં હતા. શાલિભદ્રને ઠઠ જોઈ એ તે અજાયબ થઇ ગયા હતા. આ બધામાં એ પિતાનું ગૌરવ જોઇ રહ્યા હતા. જુવાન શાલિભદ્ર પિતાની પાસેથી જલદી ચાલ ગયો, એનું પણ એમને માઠું નહોતું લાગ્યું. કમળપત્રની કેદમાં પૂરાયેલ ભમરાને જ્યારે પિતાની સ્થિતિનું ભાન થાય છે, ત્યારે કણ લાકડાને કેરી કાઢનાર એના ડંખ સહેજવારમાં જાગ્રત થઈ જાય છે, શાલિભદ્રની આજે એવી સ્થિતિ હતી. એને સ્વતંત્રતા બહાનાર રાજાધિરાજને ભેટવાની આકાંક્ષા જાગી હતી. જેને કોઈ પ્રજા નથી, માલ નથી, મિલકત નથી, સિંહાસન નથી કે સૈન્ય નથી; અને છતાંય જગતના તમામ રાજાઓ કરતાં વધુ સમૃદ્ધિશાળી છે, એવા રાજાધિરાજનાં દર્શન વગર હવે ચેન નહતું. અને એ સમય તરતમાં સાંપડશે. વનપાળ ખબર લાવ્યા હતા, કે પ્રભુ મહાવીર નજીકના વનમાં પધાર્યા છે. વગર સુખાસને, એક પણ નોકર ચાકર વગર, અડવાણે પગે શાલિભદ્ર દર્શનાર્થે ઊપડશે. જે પુત્રે કદી જમીન પર પગ મૂક્યો નથી, સૂયને આતાપ સવો નથી, એને આ રીતે ચાલે જાતે જઈ ભદ્રાશેઠાણીની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. માતાએ અપાર વિનવણી કરી. પત્નીઓએ બનતું જાદુ વેર્યું. નોકર-ચાકર ઘેરી વળ્યાં. દેલત સાહ્યબી મંગું આકર્ષણ કરવા લાગી. પણ કમળપત્રની કેદ શાલિભદ્ર કથારને ભેદી ચ હતે. એને કઈ ન રોકી શક્યું. આઝાદીના આશકોને માર્ગ કાણુ, ક્યારે રોકી શકયું છે, કે અત્યારે રશકાય ? શાલિભદ્ર રાજાધિરાજના ચરણે પડશે. આઝાદીના બન્ને ઉપાસનાં ગાન દેવતાએ ગાયાં. તારનાર ને તરનાર બને જગવંદનીય બની રહ્યા છે વંદન છે એ રાજાધિરાજ પ્રભુને અને એ રાજાધિરાજના અનન્ય ઉપાસક શાલિભદ્રને ! સહુને શાલિભદ્રની અદ્ધિ હ ! ત્યામની ને તપની ! અલકાનાં ગાન દેવતા નીય બની રહ્યા - હા એ રાજાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy