________________
[૧૨].
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
કાસદ, એ સોળ સોળ રત્નકંબલ મેં ખરીદેલી પણ મહારાજા શ્રેણિકની નગરીની આંટ વધારવા મારી વહુઓએ એની સામે ચીરીને, પગ લૂછીને ખાળમાં ફેંકી દીધી. રાજાજીને કહેજો કે બીજી કામસેવા ફરમાવે !”
કાસદ નમસ્કાર કરી રવાના થશે. થોડીવારમાં એ પાછો ફર્યો. એ સંદેશ લાગે હિતે, કે ખૂદ રાજાજી હાથીની અંબાડીએ ચઢી નગરશેઠની મુલાકાતે આવે છે.
ધન્યભાગ્ય મુજ રંકના ! આજ આ પ્રાસાદ રાજાજીના ચરણરજે પાવન થવાનો. વૃદ્ધમાતા ભદ્રાશેઠાણીએ સ્વાગત માટે આજ્ઞા આપી દીધી. જોતજોતમાં રાજશાહી સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ.
ભદ્રાશેઠાણી પ્રાસાદની સાતમી મંજીલ પર આરામ કરતા પુત્રને ખબર આપવા અને રાજાજીનું સ્વાગત કરવા તૈયાર થવાનું કહેવા ગયાં. નગરશેઠ શાલિભદ્ર એક વિરામાસન પર આરામ લઈ રહ્યા હતા. દેવાંગના જેવી બત્રીક સ્ત્રીઓ આસપાસ વીંટળાઈ વળી હતી. કેઈ ઉચાં અત્તર લગાવતી હતી. કઈ પખે ઢળતી હતો. કે ગીત ગાતી હતી. કઈ નૃત્ય કરતી હતી. સ્વર્ગનું સુખ જાણે અહીં જ મૂત થયું હતું.
બેટા, વધામણી આપવા આવી છું.” ભદ્રાશેઠાણીએ ઉપર આવતાં કહ્યું,
શું છે, માતાજી!” શાલિભદે પ્રશ્ન ર્યો. શું શાલિભદ્રનું રૂપ કામદેવને બીજો અવતાર
બેટા, આજે શ્રેણિક મહારાજા આપણે ઘેર પધારે છે.”
માતાજી, એમાં મને શું પૂછો છે? તમારી વ્યવસ્થામાં મેં કયે દિવસે માથું માર્યું? શું શ્રેણિક મટે વેપારી છે? તે એને આપણું મોટી વખારે ઉતારે આપો.”
ભદ્રા શેઠાણું હસ્યાં. પાસે જઈ પુત્રના મસ્તકને સંઘતા કહ્યું: “બેટા, આપણા રાજાઓ આવે છે. મગધના પતિ મહારાજ શ્રેણિક પધારે છે.”
“ શું માતાજી, મારે માથે પણ રાજા છે?” “હા, બેટા !”
ત્યારે તું મને કહેતી હતી, કે બેટા, અહીં જ સ્વર્ગ છે. તને કઈ રોકટોક કરનાર નથી. આ બધું તારું છે. તું સ્વતંત્ર છે. શું એ બધું બેટું હતું કે મારે માથે પણ રાજા છે?” ઊંઘમાંથી કોઈ સફાળે જાગતો હોય એવી દશા શાળિભદ્રની હતી.
બેટા, એમાં શું નવાઈ લાગે છે? સહુને માથે રાજ તે હોય જ ને !” “એટલે આટઆટલી સહયબી છતાં, અશ્વર્ય છતાં બધું ગુલામીથી મિશ્રિત ! મારે માથે રાજા !”
દુનિયામાં દરેકને માથે રાજા હોય, મારા બેટા! પૃથ્વીની વાત તે શું કહું, રવર્ગમાં પણ રાજા હોય છે ને?”
શું ત્યારે સ્વતંત્રતા ક્યાંય પણ નથી?” “અવશ્ય છે, બેટા ! અને તે ત્યાગીપણામાં અને એક્ષપ્રાપ્તિમાં પણ આપણને એ બધું દુર્લભ.”
“મા, મારા માથે રાજા હોય, એ વિચાર જ મારાં આ સુખને દુઃખમય કરી નાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org