SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર ચેટકરાજ પૂર્વ ભારતની શોભા સમે વિદેહ દેશ તે કાળે સુખસમૃદ્ધિથી ભરપૂર હતો. ધર્મવીર મહારાજા ચેટકનું ત્યારે વિદેદમાં શાસન ચાલતું હતું. તેમણે વિદેહ દેશને ધનધાન્યથી આબાદ બનાયે હતે. સંસ્કાર અને સદાચારમાં પણ વિદેહની પ્રજા બીજા દેશ કરતાં ઉતરે એમ ન હતી. અને વિદેહ દેશની રાજધાનો વૈશાલી નગરી તે એક નમૂનેદાર નગરી બનેલી હતી. તેની શોભા અને વૈભવ વિલાસનાં સાધનને સમૃદ્ધ બનાવવામાં વિદેહપતિએ કઈ વાતની બાકી નહોતી રાખી ! મહારાજા ચેટક જાતે લિચ્છવી કુળના ક્ષત્રિય હતા અને તે વખતના લિચ્છવી રાજા એના તે અગ્રેસર તા-બીજા બધા નાના મોટા લિચ્છવી રાજાએ તેમને ઉપરી તરીકે સ્વીકારી જરૂર પડતાં તેમની સલાહ અને સુચના મેળવી અનેક મુશ્કેલીઓમાંથી પાર પામતા. મહારાજા ચેટક પોતે પણ પોતાને સહજ મળેલા રાજયને સાચવીને સમૃદ્ધ બનાવવામાં રત રહીને બીજા કોઈના પણ રાજ્યને પડાવી લેવાની દાનતથી સદા અળગા રહેતા. અને આ જ ગુણે તેમને સમગ્ર લીવી ગજવીઓના અગ્રેસરપદે-મુરીપદે સ્થાપન કર્યા હ7, મહારાજા ચેટકને ધર્મ પરાયણતાને ગુગ સૌથી ચઢિયાત હતા. તે પરમાતમાં મહાવીરદેવના પરમ ઉપાસક બન્યા હતા. અને તેમની ધર્મશ્રદ્ધા એવી અડગ હતી કે તેને કઇ પણ સગામાં ડગાવી ન શકાય. પિતાની આ ધર્મપરાયણતાના સરકાર પોતાના કુટુંબીજનોમાં અને ખાસ કરીને પોતાનાં સંતાનમાં ઉતરે તે માટે મહારાજા ચેટક હંમેશા પ્રયત્નશીલ રહેતા. કે ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે. તેમને એક પુત્ર ન હતે-તે અપુત્રિયા હતા, પણ તેમને સાત પુત્રીઓ હતી અને તે બધી પુત્રીઓને ધર્મના સંસ્કાર આપી એક આદર્શ પિતા તરીકે પોતાની ફરજ બજાવી હતી. પિતાના પિતા તરફથી મળેલ ધર્મરકારના આ અમૂલ્ય વારસાના પ્રતાપે દરેક પુત્રીએ પિતાના પતિ ઉપર પ્રભાવ પાડયો હતે એ વાતનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. મહારાજા ચટકે નિયમ કર્યો હતો કે પિતાની પુત્રીનું પાણીગ્રહણ કઇ પણ પરધમ રાજવી સાથે ન કરાવવું. ભલે પછી એ રાજા ગમે તેટલે મે હેય કે ગમે તેટલે બળવાન હોય ! પોતે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં મહારાજા ચેટકે કેટલીક વખત વગર નોતરી આફત વહોરી લીધી હતી, પણ તેથી તેમની ધર્મશ્રદ્ધા કદી ડગી ન હતી. ગમે તે ભોગ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં તેમને એક પ્રકારે આત્મસતેજ થતું. આ ઉપરાંત, ક્ષત્રિયચિત વીરતામાં મહારાજા ચેટક કાઈથી ઉતરે એવા ન હતા. પિતાની ટેક જાળવતાં કદી યુદ્ધ આવી પડે છે તેથી કદી પાછી પીઠ ન કરતા કે પિતાની વીરતાને લંક લાગે તેવી રીતે નમતું ન આપતા. એ એક અચૂક તીરંદાજ-બાવળો હતા અને તે કાળના બાણાવળીઓમાં તેમની બરાબરી કરી શકે એ બાણાવળી ભાગ્યે જ મળો. તેમણે તાકેલું નિશાન ખાલી જાય એ અશકય હતુ. મહારાજા ચેટકની સાત પુત્રીઓમાંની પાંચ પુત્રીઓનાં લગ્ન જુદા જુદા દેશના જનધમી રાજવીઓ સાથે થઇ ગયા હતાં અને સુષ્મા અને ચિલ્લણા નામની બે પુત્રીઓનાં લગ્ન થયા બાકી હતાં. એક વખત મગધસમ્રઢ મહારાજા શ્રેણિકે સુષ્ઠાનાં રૂ૫ અને કદ ભાગે ડીએમાં તે શકય બનાવ્યાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy