SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-નિર્વાણુ સંવત એક હજાર વર્ષ સુધીનાં જૈન તીર્થો A/ કcom 4] , '.. ' લેખક:-મુનિરાજ શ્રી. જ્ઞાનવિજયજી ઉપકેમ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પૂર્વે અને તે પછી અનેક તીર્થો સ્થાપિત થએલ છે, જે મુખ્યતયા બે વિભાગમાં વહેંચાયેલાં છે. ૧. સિદ્ધક્ષેત્રતીર્થ કોની પાંચે કલ્યાણકની ભૂમિએ, વૈભારગિરિ, શત્રુંજય વગેરે. ૨. અતિશય ક્ષેત્ર-શંખેશ્વર, અજારા, સ્તંભન, તક્ષશિલા, મથુરા વગેરે. આ પૈકીના ૨૩ તીર્થકરોની કલ્યાણકભૂમિ, તક્ષશિલા, મથુરા. અજારા, શંખેશ્વરજી, (જગન્નાથપુરી) વગેરે તીર્થો ભગવાન શ્રી મહાવીર સ્વામીની પહેલાંનાં છે. ક્ષત્રિયકુંડ, ઋજુવાલુકા, મુડથલ, નાંદિયા તથા ઉપસર્ગનાં સ્થાનાં મન્દિરે વગેરે ભગવાનના સમયનાં તી છે. તેમાં ક્ષત્રિયકુંડ, ભગવાનના ત્રણ કલ્યાણકાનું સ્થાન છે. જુવાલુકા ભગવાનનો કેવલજ્ઞાન-ભૂમિ છે. મુંડસ્થલ તે આખૂની તળેટીમાં ખરેડીથી ચાર માઈલ પશ્ચિમે આવેલ તીર્થ સ્થાન છે. ભગવાન મહાવીરસ્વામી દીક્ષા લીધા પછી છ વર્ષે અહીં પધાર્યા હતા એમ કહેવાય છે. વીરનિર્વાણનું એક વર્ષ જતાં તે સમયને રાજા પુણ્યપળ, કે જેણે અપાપાપુરીની અંતિમ દેશનામાં ભગવાન સ્વપ્ન પૂછ્યું હતું તેણે તે સ્થાને મદિર બનાવ્યું હતું. આ મંદિરના અનેક કણોદ્ધાર થયા છે. અન્તિમ જીર્ણોદ્ધાર સં. ૧૪રમાં થયું હતું. આજ એ મદિરના ખડેર તથા અસ્તવ્યસ્ત શિલાલેખો ત્યાં મૌજુદ છે. ( વિશેષ જવા માટે જુઓ “જૈન સત્ય પ્રકાશ ' વ. ૨, પૃ. ૩૪રમાં લેખ.) એટલે કે મુંડસ્થલ તથા તેની પાસેનું નાદિયા એ ભગવાનની વહારભૂમિ છે. આ દરેક, ભગવાનના સમયનાં તીર્થસ્થાને છે. ભગગન મહાવીરસ્વામીના નિર્વાણ પછી હજાર વર્ષ સુધીમાં સ્થપાયેલ જૈન તીર્થો નીચે પ્રમાણે છે : પાવાપુરી ભગવાન મહાવીરસ્વામી આસ (હિન્દી કાક) વદ અમાવાસ્યાની પાછલી રાત્રિએ નિર્વાણ પામ્યા અને કાર્તિક સુદ એકમે પ્રભુના પુનીત દેહને શેક મિશ્રિત ઉત્સવ પૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy