SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશનવિયોવાંક અને બે સ્થાને ચાલીને લગાર આરાધના સર ગુમ મહાશક દેશવિરતિ ધમની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પિતાના વલિ પુત્રને કુટુંબાદિને ભાર સંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને બેગ ભોગવવા માટે આકરા અનુકુલ ઉપસર્ગ કર્યો, પણ તે લગાર પણ ધનયાનથી ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવનો માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રકટ થયું. આ જ્ઞાનથી તે લવણુ સમુદ્રમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જન પ્રમાણુ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે કે ધમાં આવીને તે અવધિજ્ઞાનિએ કહ્યું “હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણાં કર્મ બાંધે છે? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજશ'. પિતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસે કાઢવા લાગી, અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઇ, આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રી ગોતમવામીને મેકલીને કહેવરાવ્યું: “ હે શ્રાવક, તમારે કે ધાદિની આલોચના લેવી જોઇએ.' મહાશતકે પિતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલેચના લીધી. છેવટે તે એક માસની સંખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવત સક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે. • મહાશાવક નદિનાપિતા શ્રાવતી નગરીમાં નંદીની પિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમના ગોકુલ અને દ્રવ્ય સંપત્તિને બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતે. અનુક્રમે તેનો આરાધના કરતા કરતા જ્યારે ચૌદ વર્ષ પુરા થયા, ત્યારે તેમણે પુત્રને કુટુંબને ભાર સે, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવા પૂવક સર્વ પ્રતિમાની આરાધના કરી. છેવટે તે સમાધિ મરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિ પદ પામશે. બાકીની બીના પૂરની માફક જાણવી. ૧૦ મહાશ્રાવક તેલીપિતા શ્રાવસ્તી નગરીમાં તેતરપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને ફાલ્સની નામે સ્ત્રી હતી. તેમનો સમૃદ્ધિ અને વ્રતાદિની બીના પૂર્વની માફક જાવી. અવસરે તે પિતાના પુત્રને કુટુંબને ભાર સે પી પૌષધશાવામાં આવીને પ્રતિભાવહન કરવા લાગ્યા. આ વગેરે બીના શ્રી આનદ શ્રાવકાદિની માફક જાણવી. છેવટે અતિમ આરાધના કરીને માતાશ્રાવક. તેલીતિ કીબ વિમાનમાં દેવ થયા, ત્યાં ચાર પોપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy