________________
અક ૧-૨]
દશ શ્રાવકે
[ ૧૮૯]
જેવા કેલ્લાકસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણ ધર ગૌતમ મહારાજાને આવતા જોઇને ઘણી જ ખૂશી થયા. અને ભાવથી વંદના નમસ્કાર કરી બોલ્યા: “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયે છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અહી યા પારે.” આથી ગૌતમ
જ્યાં આનંદ શ્રાવક રહેતા હતા ત્યાં આવ્યા આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યોઃ “હે ભગવન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરૂં? ગૌતમસ્વામી બોલ્યા “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનદ શ્રાવકે કહ્યું “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઉચે સૌધર્મદેવલોક સુધી, નીચે પ્રમા પૃથ્વીના લેલુચ્ચય (ક) નામના નરકાવાસ સુધી તથા તિર્લ્ડ લવણ સમુને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે જન સુધી અને ઉત્તર માં ક્ષુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું: “ હે ભદ્ર. ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુષ્કત આપે.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વમિન અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાકૃત દેવે જાએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડયા, એટલે તેમણે પ્રભુ પાસે જ ને તેનું સ્વરૂપ પુછયું. જવા બમાં પ્રભુદેવે આનદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ બાવકની પાસે આવીને મિથ્યાદુષ્કત આપે. ધન્ય છે આ મહાપુરૂને કે જેઓ આવી ઉંચ કેટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સલેખનામાં કાલધર્મ પમી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તર પ્રારક કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી નિદ્ધિપદ પામશે વિશેષ બીના થી ઉપાકિદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદિ ગ્રંથોથી જાણી લેવી. ૨ શ્રી કામદેવ શ્રાવક.
ચંપાનગરીમાં કામદેવ નામના એક સદ્ભહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરેડ સેનયાના સ્વામી હતા. તેમાં છ કરેડ સેનૈયા નિધાનમાં, છે કરેડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીરદેવ પધાર્યા આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. ભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પડે પ્રભુદેવની પાસે બારે વ્રત અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણ અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતાં.
એક વખત ધર્મજાગરિ કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જે વિચાર થયે, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાવામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા
www.jainelibrary.
For Private & Personal Use Only
Jain Education International