SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [ વર્ષ ૪ માટે કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ આ પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ અવસ્ય અંગીકાર કરવો જોઈએ. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા–આની અંદર છ (૬) મહિના સુધી દિવસે અને તે સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે. ૭. અચિત્ત પ્રતિમા–સાત મહિના સુધી સચિત્તને ત્યાગ કરે, અચિત્ત અશન પાન, ખાદિમ, સ્વાદમ વાપરે. ૮. આરંભત્યાગ પ્રતિમા–આમાં આઠ મહિના સુધી કોઈ પણ જાતને આરંભ ૮. ગ્રેષ્ઠ પ્રતિમા–આમાં પિતાના નેકર વગેરેની મારફત પણ આરંભના કાર્ય ન કરાવી શકાય એવો નિયમ નવ મહિના સુધી પાળવાને હેય છે. ૧. ઉદષ્ટવર્જન પ્રતિમા–આમાં પિતાના નિમિત્તે બીજાઓએ જે આહાર કર્યો હોય, તે દશ મહિના સુધી ન લઇ શકાય. સુરમ્ સ્થિતિ હેય, અને શિખા (ચોટલી) રખાય. ૧૧. શ્રમણભૂત પ્રતિમા–આમાં અઆથી મુંડન કરાવે અથવા લેચ કરાવે, એટલે મસ્તકે કેશ ધારણ ન કરાય. (કેશરહિત મસ્તક હેવું જોઈએ.) અને રજોહરણ (ઘો) પાત્ર વગેરે મુનિરાજનાં ઉપકરણ રાખવા જોઈએ. તથા તેમની જેમ એષણીય અનાદિ લઈ શકાય. સ્વજનાદિ પ્રત્યે પિતે નિઃસ્નેહ નથી જેથી ગરીના અવસરે “પડિમાપડિવછુસ સાવગમ્સ ભિખું દેહિ” એમ બોલીને કુટુંબમાંથી ભિક્ષા ગ્રહણ કરે. એ પ્રમાણે અગિયાર મહિના સુધી ધર્મપાલે તે શ્રમણભૂત પ્રતિમા કહેવાય. કહ્યું છે કે खुहमुंडो लोपण वा, रयहरण उग्गहं ज घेत्तूणं ॥ समणभूओ विहरह, धम्मं कापण फासंतो ॥१॥ આ એક માસાદિ કાલ ઉત્કૃષ્ટ કહ્યો. અને જાન્ય કાળ દરેક પ્રતિમાને અંતર્મુહૂર્ત અંતર્મુદત્ત પણ કહ્યો છે. અને તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં (તે પ્રસંગે) સભવે છે. તે સિવાય નહિ. શ્રી પચાશક અને પ્રવચનસારોદ્ધાર વગેરેમાં વધારે બીના વર્ણવી છે. આ પ્રમાણે અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ (છ) મહિના થાય છે. એ અગિયારે પ્રતિમા ઉલ્લાસથી કરતાં આનંદ અવકનું શરીર કૃશ (દુર્બલ) થયુ. આ અવસરે તેમણે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરી અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે નિર્મલ પરિણામ ધારા વધતાં વધતાં અવવિજ્ઞાનાવરણયને ક્ષયશમ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ વાણિજ્યગ્રામની બહાર પ્રભુ મહાવીર ચૌદ હજાર મુનિવરેના પરિવાર સાથે પધાર્યા, ત્યારે પ્રભુને પૂછીને, શ્રી ગૌતમ ગણધર ત્રીજી પિરિસીમાં તે ગામમાં યથારૂચિ નિર્દોષ આહાર ગ્રહણ કરીને ગામની વ્હાર નીકળતાં કલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકોના મુખથી આનંદ આવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પિતે તે પ્રત્યક્ષ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy