SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] દશ શ્રાવકે [૧૭] (મનું ચિંતવન) કરવા લાગ્યા કે- બહે, રામદેવ-પ્રમાદમાં મારું જીવન ઘણું વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધર્મારાધનમાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. ગયેલો સમય પાછો મેળવી શકાતું નથી, માટે હું હવે પ્રમાદ દૂર કરીને શ્રવકની અગિયાર પ્રતિમાની યથાશક્તિ આરાન કરી માનવજન્મ સફલ કરું. આ પ્રમાણે વિચારીને સવારે પિતાના કુટુંબ બને તથા સગા વ્હાલાંને બેલ વ્યાં. તેમને ભેજન વસ્ત્રાદિક વડે આદરસત્કાર કરીને તેઓની સમક્ષ આનંદ શ્રાવકે મે પુત્રને હાદિને વહી ટ સોંપ્યું. ત્યારબાદ પિતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાઓનું વહન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક જાતને વિશિષ્ટ અભિપ્રહ (પ્રતિજ્ઞા-નયમ). ને અગિયાર પ્રતિભાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું – ૧. સમ્યક પ્રતિમા–એક મહિના સુધી નિર્મલ સમ્યગદર્શન ગુરુની સેવા કરવી તે. આ પ્રસંગે દેવાભિયોગ, રાજાભિયોગ, ગણુંભોગ, બલાભિગ, ગુરૂનિગ્રહ, વૃત્તિકાંતાર; આ છ આગાર હોતા નથી. અને શંકા, કાંક્ષા. વિચિકિત્સા, અન્યદર્શનિ પ્રશંસા અને અન્ય દર્શનિઓને પરિચય આ પાંચ અતિચારો (એક જાતના સામાન્ય દોષ) ન લાગે તેમ વર્તવાનું હે ય છે. ૨. વ્રત પ્રતિમા–આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયા સાધવાની જરૂર હોય છે. તે તરફ લક રાખીને બે મહિના સુધી ભારે વ્રતની નિર્મલ સાધના કરવી તે વ્રત પ્રતિમાં કહેવાય. આમાં અતિચાથી સાવધાન રહેવું જોઈએ, અને અપવાદ પક્ષ હાય જ નહિ. ૨. સામયિક પ્રતિમા–ત્રણ મહિના સુધી હંમેશાં સવાર સાંઝ નિર્દોષ સામાયિકની સાધના કરવી છે. આમાં પહેલો બે પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે–એમ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ હોય જ. ૪. પવધ પ્રતિમા–દર મહિનાની બે આઠમ અને બે ચૌદસ તથા એક પુનમ અને એક અમાસ. એમ (દર મહિને) છ પર્વને વિષે ચાર પ્રકારને નિર્મલ પૌષધ કરે. એમ ચાર મહિના સુધી કરવું તે પૌષધ પ્રતિમા કહેય. ૫. કાર્ગ પ્રતિમા–પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પર્વને વિષે પૌષધ કરવે જે એ. અને તેમાં રાતે ચારે પહેર સુધી કાયોત્સર્ગ રહેવું. તે કાત્યમાં પ્રતિભા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથોમાં સવિશેષ આ પ્રમાણે કહ્યું છે કે આ પ્રતિમા વૃહન કરતી વેળાએ પાન (હાવા)ને નિષેધ, દિવસે જ્યાં અજવાશ હોય ત્યાં ભજન કરી શકાય. તે સર્વ ધા ભોજનને ત્યાગ, કછ બાંધવાને નિષેધ, દિસે બ્રહ્મચર્ય પાળવું. તયા રાતે અપર્વતિથિમાં ભોગનું પરિમાણુ કરવું જોઈએ, વળી પતિથિએ પૌષધ ક્રિયામાં રહેવા ફર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કયેત્સર્ગ કર જોઈએ. અહી રાત્રિભેજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે-ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહા અને અભ્યતર ગેરલાભ જાણી ને રાત્રિભોજનને જરૂર ત્યાગ કરવો જોઇએ, અને ચોમાસાના વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી જોઈએ. જે કોઇ શ્રાવક તે નિયમ કાયમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy