________________
ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસમાં થયેલા
દસ શ્રાવકો
[ સંક્ષિપ્ત જીવનકથા | લેખક : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપઘસૂરિજી આ વિછિન્ન પ્રભાવશાલિ, ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર દર્શન બીજા બધાં દર્શનોમાં
- અગ્રેસર ગણાય છે, તે સશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીએને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાનો અધિકાર લગાર પણ ટકી શક્યું નથી. પક્ષપાતો મારા તજ પતો મરુ શ્રવ જૈનદર્શન સશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને અપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી “સ્વાહાદ દર્શન' તરીકે વિવિધ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે લૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદાદ દર્શનને ગુરૂગમથી મધ્યસ્થ દષ્ટિએ વધુને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જ નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વ-અનંતા ભવ્ય જી સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે. અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવા અનેક દૃષ્ટાંત મળી શકે છે. જુઓ સાધુઓમાં–ગણધર શ્રી ગૌતમસ્વામી, સિંહ અણગાર, રોહક મુનિવર, અતિમુકત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવતી સુકુમલ વગેરે; સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકેમાં– આનંદ, ૨ કામદેવ, ૩ ચુલની પિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કુંડલિક, ૭ સદાલ પુત્ર, ૮ મહાશતક, ૮ નંદિનીપિતા, ૧૦ તેલીપિતા-શંખ-શતક વગેરે; અને શ્રાવિકાઓમાં-રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આભન્નતિનો માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટૂંકે બીના અહીં જણાવી છે. ૧ શ્રી આનંદ શ્રાવક - જિનાલયાદિ ધર્મસ્થાનેથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહર્દિક વ્યાપારી (બાવક) રહેતા હતા. તે બાર કોડ સેનૈિયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડયા હતા. એક ભાગના ચાર કેડ સેનૈયા નિધાનમાં દાટેલા હતા, બીજા ચાર કેડ સેનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર કોડસેનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગેલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય, વગેરે ગુણેને ધરનારી શિવાનંદા નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઈશાન ખૂણામાં છેલ્લાગ નામનું એક પરું હતું.
૧ દસ હજાર ગાયનું એક ગોકુલ ગણä. એવા ચાર ગોકુલ (૪૦ હજાર ગા )ના. સવામી તા,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only