________________
અંક ૧-૨ ]
દશ શ્રાવકે
[ ૧૮ ]
અહીં આનંદ શ્રાવકનાં સગા-સંબંધિજને અને મિત્ર રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં તપલાશ નામનું ચય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણા ખુશી થયા, અને સ્નાન કરી-શુદ્ધ થઈને પિતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય ને ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે –
भषजलहिम्मि अपारे, दुलहं मणुअत्तणपि जंतूर्ण ॥
तत्थवि अणस्थाहरणं, दुलह सम्मवररयणं ॥१॥ અર્થ-આ સંસાર સમુદ્રમાં ભટક્તા અને મનુષ્યપણું પામવું દુર્લભ છે, (કારણ કે નિમલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુકિતપદ મળી શકે છે. અને દર્શનાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે, તેમાં પણું અનર્થને નાશ કરનારું (આવચ્છિન પ્રભાવલિ, ત્રિકાલાબાધિત જનધર્મપિ (ચિંતામણિ, રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિદ્રયાદિ કષ્ટ જરૂર નાશ પામે. એમ ધર્મપિ ચિંતામણિરનની આરાધના કરનારા ભવ્ય જીવોનાં પણ, આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખે નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધને સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખને અનુભવ કરે છે.
જે દુર્ગતિમાં જતા જીવેને અટકાવે અને સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિ ધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ છવ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ગુણોને સાધી શકે છે. નિર્મલ ત્યાગમની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોને આવિર્ભાવ થઈ શકતો નથી, આથી જ તીર્થંકરાદિ અનંતા મહાપુએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સાવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવેએ યથાશકિત દેવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ યોગથી આરાધના કરનારા ભવ્ય જીવો મેડામાં મેડા આઠમે ભવે તો જરૂર મુકિતપદ પામે છે.
આવી નિર્મલ દેશના સાંભળીને આનંદશ્રાવકને શ્રદ્ધાગુણર પ્રકટ થશે. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીના કહી છે, તે નિઃશંક અને સાચી છે.
પિતાના મિથ્યાત્વ શત્રુને પરાજય થવાથી ખુશી થઈને તેમણે ભુદેવને કહ્યું “હે પ્રભે, આપે ફરમાવેલો ધર્મ મને રૂએ છે, હું ચેકકસ માનું છું કે–સંસાર કેદખાનું છે. અને ખરૂં સુખ સર્વસંયમની આરાધના કરવાથી જ મળી શકે છે. પરંતુ મેહનીય કર્મની તથા પ્રકારની એ છાણ નહિ થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મને અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બારવ્રતરૂપ દેશવિરતિ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. પ્રભુદેવે કહ્યું - ૨ આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાથવણી હા પામેલા છની ગણત્રીમાં આનંદ ભાવકને જરૂર ગણવા જોષએ. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International