________________
અંક ૧૨]
પાટલીપુણી
[૧૩]
બહોતેર કળાઓના જાકાર પુરુષો પણ અધિક પ્રમાણમાં વસતા હતા. તેમજ ત્રિવિદ્યા યત્વનન્ન વિદ્યા વગેરેમાં અને રસવાદ, ધાતુવાદ, નિધિવાદ, અંજન પ્રયોગ, ગુટિકા પ્રોગ, પાદપ્રક્ષેપ પ્રયોગ, રત્નપરીક્ષા, વસ્તુ વિધા, તેમજ સ્ત્રી પુરૂષ, હાથી, ઘોડા, બળદ; વગેરેના લક્ષણે ઓળખવામાં અને ઈન્દ્રજાળાદિ પ્રયોગ કરવામાં તેવી જ કાવ્યશાસ્ત્રમાં હોશીયાર એવા પુરૂષો પૂર્વે અહીંયા રહેતા હતા. આર્યરક્ષિતને ચૌટે વિધા ભણવાનું સ્થાન આ જ હતું, અહીયાથી ભણુને (નાની ઉમરમા) ચૌદે વિદ્યામાં પારગામી થઈ પિતાના દશપુર નગરમાં ગયા હતા. તેમજ મહાભવશાળી ધનિક પુરૂષ કે જેઓ હાથી હજાર જન ચાલે તેમાં જેટલાં પગલાં પડે તે દરેક પગલામાં હજાર હાર સેનૈયાં ભરી શકે એવા ધનાઢય પુરૂષે અહીં વસતા હતા.
કેટલાએક ધનાઢય પુરૂષ તે એવા હતા કે જેઓ એક આટક પ્રમાણ તલ વાવવામાં આવે, અને જ્યારે તે તૈયાર થાય ત્યારે તે તલની શિંગમાંથી જેટલા તલ નીકળે તેટલા હજર સેના મહાર પમાણ દ્રવ્યના સ્વામી હતી. બીજા કેટલાએક એવા પણું વૈભવશાલી હતા કે જેઓ ચેમાસામાં વહેતી પર્વતની નદીના પ્રબળ પાણીના વેગને ગાયના એક દિવસના માખણવડે પાલ બાંધીને અટકાવવાને સમર્થ હતા એટલે કે પુષ્કળ ગકુળના સ્વામી હતા.
બીજા કેટલાક એવા શ્રીમતે અહીંયા રહેતા હતા કે જેઓ પુષ્કળ અશ્વસેના રાખતા હતા. તેમાં એક દિવસના ઉત્પન્ન થયેલા ઉત્તમ નીતિવંત ઘોડાઓના બચ્ચાઓના સ્ટ ઉપર રહેલા કેશ વડે આખા પાટલીપુત્ર નગરને વીંટી શકે એવા સમર્થ હતા અને બીજા ધનિકે એવા બે પ્રકારના શાલિરત્ન (ડાંગર)ને ધારણ કરનારા હતા, જેમાં પહેલા નંબરનું શાળિરત્ન જુદી જુદી જાતના શાલિબીજ (ડાંગર)ને ઉત્પન્ન કરી શકે, અને બીજું ગદંભિકા નામનું જે શાલિન તેને એ પ્રભાવ હતો કે તેને વારંવાર લણીયે તે પણ ફરી ફરી ઉગે.
આ પ્રમાણે ગૌડ દેશના મુગુટ સમાન પટલીપુત્ર નગરીની ટુંકામાં બીના જણાવી. ભવ્ય છે આ બીનાને જાણીને અને ત્યાં બનેલી ઉત્તમ ઘટનાઓને ધ્યાનમાં લઇને પિતાની જીવનસુધારણને અંગે યોગ્ય ઉપયોગ કરી સ્વાત્મકલ્યાણ કરે એ જ હાર્દિક ભાવના
૯ પગે રપ લગાઢ આકાશ, પાણી વગેરેમાં ગમન કરી શકાય એ પ્રયાગ.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International