________________
[૧૮૨)
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક મુનિ ઘણું અહી (શ્યા વેશ્યાને ત્યાં ) ચાતુર્માસ ‘ટે આવ્યા હતા અને હાવભાવથી ચલાયમાન થયા આ પ્રસંગે આ વેએ નેપળ જેવા દૂર દેશમાંથી મુનિની પાસે રત્નકંબલ મંગાવીને અને તેને વાપરીને ખાલમાં નાખી દેવના દુકાન્તવડે નિને પ્રતિબંધ પમાડ હતું, જેના પરિણામે તે મુનિરાજ ગુરૂમહારાજની પાસે જઈને આલે ચના લેવા પૂર્વક નિભળ સજમની આરાધનામાં ઉજમાલ બન્યા. આ ઘટના પણ અહીં જ બની હતી.
અહીં બાર વરસના દુકાલના પ્રસંગે આચાર્ય શ્રી. સુસ્થિત મહારાજે તમામ ગચ્છને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યું ત્યારે તે પ્રસંગે તે આચાર્ય મહારાજના નાના બે શિષ્યએ આંખમાં અદૃશ્ય બનાવનારૂં અંજન આંજીને રાજ ચંદ્રગુપ્તની સાથે કેટલાએક દિવસ ભોજન કર્યું. તે વાર પછી ગુરમહરાજે પકો આપવાથી વિષ્ણુગુપ્ત એ બંનેને નિર્વાહ કર્યો.
યુગપ્રધાન મહાપુરૂષ શ્રી વજસ્વામીજીની બીજી આશ્ચર્યકારી બીના આ નગરમાં આ પ્રમાણે બની હતી. એક વખત પૂજ્ય શ્રી વટવામીજી મહારાજ પિતાના સુવિહિત મુનિઓ સહિત વિહાર કરતા કરતા આ નગરમાં પધાર્યા. તે વખતે પહેલા પ્રવેશ કરવાના દિવસે નગરની સ્ત્રીઓને ચિત્તભ ન થાય એ ઇરાદાથી વેલિબ્ધિ દ્વારા સામાન્ય રૂ૫ કર્યું હતું અને અપૂર્વ દેશના આપી હતી. આ દેશના સાંભળી ઘણા જ ખુશી થયેલા રાજા, ભત્રી વગેરે શ્રોતાઓ માંહોમાંહે વાતચીત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજના ગુણ ધાણા ઉત્તમ છે, પરંતુ જોઈએ તેવું ગુણાનુસાર રૂપ નથી તેનું શું કારણ? અનુક્રમે આ વાત સર્વત્ર ફેલાતાં પરમ્પરાએ અનેક લબ્લિનિધાન શ્રી વજસ્વામીજીએ સાંભળી ત્યારે બીજે દિવસે સ્વાભાવિક નિરૂપમ રૂપ વિકુવને હજાર માંખડીવાળા સેનાના કમળ ઉપર બેસી દેશના આપવા લાગ્યા. તે સાંભળીને અને તેમનું અપૂર્વ રૂપ દેખીને શ્રોતાઓ ઘણા જ ખુશી થયા
આ જ નગરના મધ્ય ભાગમાં મહાપ્રતિભાશાળી માતદેવતાઓની પ્રતિમાઓ હતી, જેમાં પ્રભાવે સમર્થ શત્રુઓ પણ પાટલીપુત્રને જીતવામાં અસમર્થ નીવડયા હતા. આ પ્રસંગે (નૈમિત્તિક વેષધરી) ચાણક્યના કહેવા પ્રમાણે જ્યારે નગરના લોકોએ તે માતમંડળ ઉખાડી નાખ્યું ત્યારે ચન્દ્રગુપ્ત અને પર્વતક આ બંને જણાએ પાટલીપુત્ર સ્વાધીન કર્યું. (ત્યારપછી આ નગરમાં ચદ્રગુપ્ત રાજા થયે.)
આ પ્રકારે અનેક ચિરસ્મરણીય વિશિષ્ટ ઘટનાઓથી ભરેલા આ નગરની અન્દર અનેક ઉત્તમ વિદ્યાઓના જાણકાર પુરૂષે વસતા હતા. તેમજ સ્મૃતિ, પુરાણ, ભરત, વાત્સ્યાયન, ચાણક્યશાસ્ત્ર (નીતિશાસ્ત્ર) વગેરે વિશિષ્ટ શાસ્ત્રોમાં કુશળ પુરુષની પણ ખામી ન હતી. ૮ પરિશિષ્ટ પર્વમાં વિષ્ણુપ્તના સ્થાને ચાણકયનું નામ આપ્યું છે તે આ પ્રમાણે
चाणक्योऽपि तमाचार्य, मिथ्यादुष्कतपूर्वकम् । पन्दित्वाऽभिदधे साधु, शिक्षितोऽस्मि प्रमद्वरः ।।
अथप्रभृति या भक्तपानोपकरणादिकम् । aसाधुनामुपकुरुते, तदादेयं मदोकसि ॥
Jain Education International
www.jainelibrary.org