________________
૧૭]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
पाटलाठु पवित्रोऽयं महामुनिकरोटिभः ।
एकावतारोऽस्य मूल-जीवश्चति विशेषत: ॥१॥ અર્થ–મહાજ્ઞાની એવા મહાત્માની ખોપરીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયેલું છે અને . મહાપવિત્ર છે. અને વધારામાં જાણવા લાયક બીના એ છે કે વિશેષે કરીને આ ઝાડને મલને જીવ એકાવતારી છે.
આ સાંભળીને રાજાએ કહ્યું કે તે મહાત્મા કોણ થયા, ત્યારે વૃદ્ધ નિમિતિએ કહ્યું કે હે રાજન ! આ મહાત્માનું આશ્ચર્યકારી ચરિત્ર હું કહું છું તે સાવધાન થઇને આપ સાંભળો :
ઉત્તર મથુરામાં રહેનાર દેવદત્ત નામનો વણિપુત્ર મુસાફરી માટે નીકળ્યો હતો. તે અનુક્રમે ફરતે ફસ્તો એક વખત દક્ષિણ મથુરામાં આવ્યું, ત્યાં તેને જયસિંહ નામના વ્યાપારીના પુત્ર સાથે મિત્રાચારી થઈ. એક વખત મિત્રના આગ્રહથી તેના ઘરે ભેજન કરવા માટે દેવદર ગયે. ત્યાં તેના મિત્ર (જયસિંહ)ની અર્ણિકા નામની વ્હેને જમવાના થાળમાં ભોજન પીરસી ને વીંજણાથી દેવદત્તને પવન નાખવા લાગી. આ વખતે દેવદત્ત તેનું સુન્દર રૂપ જોઈને તેની ઉપર અનુરક્ત (આસક્ત ) થશે. ત્યાંથી ઘેર જઇ પોતાના ખાનગી નોકરે દ્વારા જયસિંહની પાસે અર્ણિકાની માંગણી કરી. તેઓની પાસેથી આ બીના સાંભળીને (અર્ણિકાના ભાઈ) જયસિંહે દેવદત્તને નોકરોને કહ્યું કે હું મારા ઘરને છોડીને જે દૂર ન રહેતો હોય તેને મારી બહેન અર્ણિકા આપવા (પરણાવવા) ચાહું છુ. તેમાં તાત્પર્ય એ છે કે હમેશાં હું બહેન અને બનેવીના દર્શન કરી શકું. જ્યાં સુધી મારી બહેન પુત્રવાળી ન થાય ત્યાં સુધી મારે ત્યાં દેવદત રહેવું જોઈએ, એ પ્રમાણે જો દેવદત્ત કબુલાત આપે તો હું આપવા (પરણાવવા ને તૈયાર છું. નોકરોએ આ બીના દેવદત્તને જણાવી. તેણે તે કબૂલ કર્યું. ત્યારબાદ જયસિંહે ઉત્તમ દિવસે દેવદત્તને પિતાની બહેન પરણાવી. ત્યારબાદ તે સ્થાને રહેતા એવા તેની ઉપર એક વખત માતાપિતાને કાગળ આવ્યું. તે વાંચતાં તેની આંખોમાં આંસુ આવ્યાં. આ બનાવ જોઈને અર્ણિકાએ રડવાનું કારણ પૂછયું. જ્યારે આગ્રહ પૂર્વક પૂછતાં પણ કારણ ન જણાવ્યું ત્યારે તે કાગળ લઈ વાં. આ કાગળમાં માતપિતાએ લખ્યું હતું કે હે પુત્ર! અમે બંને અંતિમ અવસ્થાને પામ્યા છીએ. જે તારે અમારાં છેલ્લાં દર્શન કરવાની ઈચ્છા હોય તે જલદી આવવું. આવી બીના વાંચીને અર્ણિકાએ પતિને આશ્વાસન આપ્યું અને પોતાના ભાઈને આગ્રહપૂર્વક સમજાશે, જેથી તેણે બંનેને જવાની આજ્ઞા આપી. આ વખતે અર્શકા સગભા હતી. પતિની સાથે અનુક્રમે ઉત્તર મધુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં અર્ણિકાઓ એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ બાળકનું નામ પાડવાની બાબતમાં “મારાં વૃદ્ધ માતા નામ પાડશે” એમ દેવદત્ત પરિવારને જણાવ્યું, જેથી દાસદાસસી વગેરે એ બાળકને અણિકપુત્ર એમ કહીને બેલાવતા હતા. અનુક્રમે દેવદત્ત વગેરે પિતાના નગરમાં પહોંચ્યા અને વૃદ્ધ માતાપિતાને નમસ્કાર કરી તેમના ખોળામાં બાળક સ્થાપન કર્યો. દેવદત્તની વિનંતીથી એ બાળકનું નામ તેઓએ સંધીરણ પાડ્યું. તે પણ આ બાળક અર્ણિકાપુત્ર
૨. આ ઝાડનાં મૂળને છવ ત્યાંથી નીકળ મનુષ્યભવ પામી તે ભવમાં મેક્ષમાં જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org