________________
ITI
પાટલીપુત્ર નગર (વર્તમાન પટના)
: લેખક : પંન્યાસજી
મહારાજ
ને કથાનક
પાટલીપત્ર
શ્રી
ટુંકો પરિચય
તો કસ્તુરવિજયજી
આવે, પાવાપુરી, ચંગાપુરી વગેરે અનેક પ્રાચીન નગરીઓના ઈતિહાસની - માફક પાટલીપુત્ર નગરને ઇતિહાસ પણ પ્રાચીન અહેવાલોથી ભરેલું છે, માટે તેની બીના અનેક શાસ્ત્રના આધારે આ પ્રમાણે જણાવવામાં આવે છે:
પ્રાચીન કાળમાં શ્રેણિક મહારાજાના મૃત્યુ બાદ તેમના પુત્ર કેણિક મહારાજે પિતાના મરણથી થયેલા શકને દૂર કરવા માટે ચંપાનગરી વસાવી. ત્યારથી એ કેણિકના રાજ્યની રાજધાની તરીકે પ્રસિદ્ધિ પામી. કાલાન્તરે રાજા કેણિકના પુત્ર ઉદાયી ચપાનગરીના રાજા થયા. જેમ કેણિક મહારાજા પિતાના પિતા શ્રેણિકના મરણ બાદ તેમનાં સભાસ્થાને, ક્રીડાસ્થાન વગેરે જોઈને દિલગીર થયા હતા, તેવી રીતે રાજા ઉદાયી પણ પિતાના પિતા રાજા કણિકના સભાસ્થાન વગેરે જોઇને ઘણા દિલગીર થતા હતા. નીતિવેતાએએ હૃદયના શેકાદિ અનિષ્ટ પ્રસંગ દૂર કરવાને માટે ઉપયોગી અનેક સાધનામાં સ્થાન પરાત્તિને વિશિષ્ટ સાધન તરીકે જણાવી છે. આ વાત સુજ્ઞ પુરૂષોને ધ્યાન બહાર હોઈ શકે જ નહિ. આથી ઉદાયી રાજાએ વિચાર કરીને અને પ્રધાનની અનુમતિ લઇને, પિતાએ કરેલી પ્રવૃત્તિની માફક, નવું નગર વસાવવાને માટે સ્થાનને શોધવા શ્રેષ્ઠ નૈમિત્તિકોને હુકમ કર્યો. તેઓ પણ બીજા બીજા સ્થળે તપાસ કરતાં કરતાં અનુક્રમે ગંગાનદીને કાંઠે આવ્યા. તે જ સ્થળે તેઓ (નૈમિત્તિક) પ્રફુલ્લિત પાટલી (પટેલ)નું ઝાડ જોઈને અને તેની સુંદરતા જોઇને આશ્ચર્ય પામ્યા. તે ઉપરાંત બીજે આશ્ચર્યકારક બનાવ એ જ કે–તે ઝાડની શાખા ઉપર એક ચાવપક્ષી મેહું ખુલ્લું રાખીને બેઠું હતું, તેના મેઢામાં સ્વભાવે ઘણા કીડાઓ દાખલ થતા હતા. આ બીના જેને તે નિમિત્તિકોએ વિચાર કર્યો કે જેમ આ ચાજપક્ષીના મેઢામાં પિતાની મેળે આવીને કીડાઓ પડે છે તેમ આ જ સ્થળે જ નવું નગર વસાવવામાં આવે તે આપણા ઉદાયીરાજાને પણ સ્વભાવે (અનાયાસે) લક્ષ્મી પ્રાપ્ત થાય, આ વિચાર કરી તેઓએ રાજા પાસે આવી તમામ બીના જણાવી. એ સાંભળીને રાજા ધણે ખુશી થશે. આ પ્રસંગે સભામાં બેઠેલા એક અનુભવી ઘરડા નિમિત્તિઓએ કહ્યું કે હે રાજન આ પાટલીનું ઝાડ ઘણું ઉત્તમ જાણવું. બીજા ઝાડની માફક આ સામાન્ય ઝાડ નથી કારણ કે આના મહિમાને જાણનારા પ્રાચીન મહર્ષિ ભગવતેએ આને મહિમા આ પ્રમાણે જણાવ્યો છે –
૧. નિમિત્તશાસ્ત્ર જણનાર. તેઓ પ્રાચીનકાળમાં ભૂમિ આદિની પરીક્ષા કરવામાં શિયાર ગણાતા.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International