SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ન રહ્યો ત્યારે તેને કોઈ ગામમાં મૂકી દે છેતરીને ગુમહારાજ પર્વત પર ચડયા એટલે “ગુરૂમહારાજને અપીતિ ન થાઓ’ એમ મનમાં વિચારીને તે ક્ષુલ્લક મુનિ ભકત (આહાર) તથા દેહને ત્યાગ કરી ' (અનશન કરીને) પર્વતની નીચે જ રહ્યા. ત્યાં મોહ્ન કાળતા સૂર્યના અત્યત ઉષ્ણ તેજથી તપ્ત થયેલા શિલાતળો પર રહેલા તે મુનિ ક્ષણવારમાં જ માખણનાડની જેમ વિલીન થઈ ગયા, અને શકિતમાન એવા તેમણે ગીની જેમ શુભ ધ્યાનથી, શરીરને ત્યાગ કરીને દેવલોકમાં બીજા શરીરને ધારણ કર્યું એ વખતે દેવતાઓને આકશમાગે નીચે ઉતરતાં જોઈને સાધુઓએ વજનિને પૂછ્યું કે “હે પ્રભો, આ દેવતાઓ અંહ કેમ ઉતરે છે?’ તેમણે કહ્યું કે “પિલા ભુલક મુનિએ અત્યારે પિતાનું કાર્ય સાધી લીધું છે, દેવત એ તેમના શરીરને મહિમા કરવા આવે છે. આ પ્રમાણે સાંભળીને મુનિઓ વિચારવા લાગ્યા કે “ જ્યારે આ બાલમુનિએ પણ પિતાનું કાર્ય સાધી લીધુ. તે આપણે વૃદ્ધ છતાં કેમ ન સાધીએ?” આ પ્રમાણે સંવે બરંગમાં મગ્ન થયેલા એવા તે સાધુઓને ત્યાં એક મિથ્યાષ્ટિ દેવતાએ શ્રવકપણે પ્રકટ થઈને કહ્યું " હે ભગવન, મારા પર પ્રસન્ન થઈને આજે પારણું કરે અને આ મારા સાકરના મેદક તથા જળ ગ્રહણ કરો. આ પ્રમાણે સાંભળીને એને આગ્રહ આપણને પ્રીતિના કારણરૂપ નથી. માટે આપણે અન્યત્ર જઈએ, એમ વિચારીને તેઓ પાસેના બીજ પર્વત પર ગયા. અને ત્યાંના દેવતાનું સ્મરણ કરીને તે મુનિઓએ કાયોત્સર્ગ કર્યો, એટલે દેવતાએ આવી નમસ્કાર કરી તેમને કહ્યું કે “હે મગવન, આપ અહીં પધાર્યા એ મારા પર માટે અનુગ્રહ કર્યો” આ પ્રમાણે તેની વાણી સાંભળીને પ્રસન્ન થઈને સર્વ સાધુઓએ વજસ્વામીની સાથે ત્યાં અનશન કર્યું. અને ભાગ્યવંત એવા તેઓ આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયા. પછી રથમાં બેસી ઇદ્ર ત્યાં આવ્યા અને પ્રમોદથી તે મુનિઓના શરીરની તેણે પૂજા કરી. તે વખતે ઈદે રથ સહિત ભકિતથી પિતાના દેહની જેમ વૃક્ષાદિકને અત્યંત નમાવતાં, તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી એટલે તે પર્વતનું નામ રથાવત એવું પ્રસિદ્ધ થયું. દુષ્કર્મ રૂપ પર્વતને ભેદવામાં વજસમાન એવા શ્રી. સ્વામી રવર્ગે જતાં દશમું પૂર્વ અને એથું સંઘિયણ વિચ્છેદ પામ્યું. વસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં તેમના ચરિત્રમાં કંઈ પણ ઉલ્લેખ મળતો નથી; પણ યુગપ્રધાન પદૃવલિમાં એને ખુલાસો કરે છે. વિજ પ્રથમ ઉદયના ૧૮માં યુગપ્રધાન હતા, એ પ્રમાણે શ્રીદુષ્યમાં કાલ શ્રમણ સંઘરતવમાં લખ્યું છે. અને ભગવાન મહાવીરસવામીથી ૧૩મી પાટે થયા છે એમ પટ્ટાવલ માં લખ્યું છે. એમનું કુલ આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંના ૮ વા ગૃહપમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણ્યર્યા. યમાં અને ૩૬ વર્ષ યુગપ્રધાન પર્યાયમાં વ્યતીત થયાં હતાં. વીર નિવાણુ સંવત ૪૯૬ માં વજસ્વામી મહારાજને જન્મ, વી. નિ. સં. ૫૦૪માં દક્ષા, વી. નિ. સં. ૧૪૮ માં યુગપ્રધાનપદ અને વી. નિ. નં. ૫૮૪માં વિક્રમ સં. ૧૧૪) એ અંતિમ દરપૂર્વધરને સ્વર્ગવાસ થયો હતે. હવે વર્ષિના વજસેન નામ મુખ્ય શિષ્ય વિહાર કરતાં અત્યંત સમૃદ્ધિપૂર એવા પારક નગરમાં ગયા. ત્યાં યથાર્થ નામને જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. સમગ્ર ગુણને ધારણ કરનારી ધારિણે નામે તેને પિયા હતી. તે નગરમાં જિનદત્ત નામને એક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy