________________
અક ૧-૨]
શ્રી વશરામી
અત્યંત ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે જુએ, આપણા ધર્મને પ્રભાવ કેવો છે કે સાક્ષાત્ દેવતાઓ પણ અહીં આવે છે. આ પ્રમાણે બેસીને તેઓ જૈન ધર્મીઓને હલકા પાડવાની ભાવનામાં હતાં, ત્યાં દેવતાઓએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો તેથી સાચી વસ્તુ સમજાતાં આખુ દશ્ય બદલાઈ ગયું. બૌદ્ધ ભકત કહેવા લાગ્યા કે અહ, આ પ્રભાવના તે અર્વદર્શનની થઈ. પછી શ્રાવકો જિનેશ્વર ભગવંતની પૂજા કરીને ઘણુ વર્ષને પામ્યા અને પર્યપણાના દીવસે ગુરૂમહારાજને ધર્મોપદેશ સાંભળી કૃતકૃત્ય થયા. આ ચમકાર જેને બૌદ્ધ ધર્મનું પાલન કરવાવાળા તે રાજાએ શ્રી જિનેશ્વર દેવ પ્રરૂપિત આહંતુ ધર્મને સ્વીકાર કર્યો. અને સાથે સાથે સમસ્ત પ્રજાએ પણ જૈનધર્મ સ્વીકાર્યો.
સંયમના ક્રમ પ્રમાણે ચાલનારા વજીસ્વામી પૃથ્વીતળ પર વિહાર કરતાં અનુક્રમે દક્ષિણ દેશમાં પધાર્યા. એટલે ત્યાંના લોકો મયૂરની જેમ હર્ષ પામ્યા. અને કહેવા લાગ્યા કે વસ્તુતત્વને પ્રકાશ કરતા આ મુનિ ખરેખર સૂર્યસમાન છે.
એકદા વજીસ્વામીને લેમ્બની પીડા થઈ આવી તેથી કોઈ સાધુને તેમણે સુંઠ લાવવાને આદેશ કર્યો. સાધુએ સુંઠ લાવીને તેમને આપી એટલે “આહાર કર્યા પછી એનો ઉપયોગ કરીશ” એમ ધારીને તેમણે તે સુંઠ પિતાના કાને રાખી પણ આહાર કર્યા પછી, સ્વાધ્યાય
ધ્યાનમાં ઉત્સુક થયેલા વજઈ કાનપર રાખેલી તે સુંઠને એમને એમ જ ભૂલી ગયા. પછી સંધ્યાકાળે પ્રતિક્રમણ ક્રિયામાં મુખવત્રિકાથી પિતાના શરીરને પડિલેહતાં તે સુંઠ નીચે પડી. તેના પડતાં જ વજઈને પિતાના આચાર્યપણાનું સ્મરણ થયું. તે વિચારવા લાગ્યા
હા ! હા! ધિકકાર છેઆ માટે મોટો પ્રમાદ થશે.” એ રીતે તે નિંદા કરવા લાગ્યા. પછી તેમણે વિચાર કર્યો કે પ્રમાદમાં કદી નિષ્કલંક સંયમ સધાય નહિ, અને તેવા સંયમ વિના મનુષ્યજન્મ અને વિતવ્ય બને નિરર્થક છે, માટે હવે આ શરીરને ત્યાગ કરું. તે વખતે ચારે બાજુ બાર વરસને દુષ્કાળ હતું, તેથી તેમણે પોતાના એક શિષ્યને કહ્યું કે “ લક્ષમૂલ્યવાળા ભાતની ભિક્ષા તું જે દિવસે પામીશ તેને બીજે દિવસે પ્રભાતે મુભિક્ષ થશે એમ તારે સમજી લેવું.” આ પ્રમાણે પિતાના મૃતપારગામી શિષ્ય વાસેનને કહીને તેમને અન્યત્ર વિહાર કરવા ફરમાવ્યું એટલે વજન મુનીન્દ્ર સાધુઓ સાથે વસુધા પર વિહાર કરવા લાગ્યા.
વસ્વામી પાસે રહેનારા સાધુઓ અનેક ઘેર ભમતાં પણ ભિક્ષા મેળવી શકતા નહોતા એટલે ભિક્ષા વિના સુધી સહન કરવામાં અશક્ત બની ગયેલા અને અન્નની વૃત્તિ રહિત તેઓ નિરતર ગુરૂએ લાવી આપેલા વિવાપિંડને ઉગ કરવા લાગ્યા. એકદા ગુરૂમહારાજે કહ્યું કે બાર વરસ સુધી આ પ્રમાણે વિધાપડને ઉપન કરે પડશે, માટે જે તમારા સંયમને બાધા ન લાગતી હોય તો તમને દરરોજ લાવી આપું. નહીં તે આપણે અનની સાથે જ શરીરને ત્યાગ કરી દઈએ.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુ બે બેલ્યા “આ પિષણરૂપ વિદ્યાપિંડને અને વિવાલાયક આ પિંડ (શરીર) ને ધિક્કાર થાઓ! હે ભગવન, અમારા ઉપર પ્રસાદ કરો કે જેથી આ પિંડ (શરીર) ને અમે ત્યાગ કરીએ.' પછી તે મુનિઓને લઈને વજસ્વામી લોકાંતરમાં ઉધોત કરવા માટે કોઈ પર્વત તરફ ચાલ્યા. તે વખતે એક ક્ષુલ્લક મુનિને રેકતાં પણ જ્યારે તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org