________________
[૧૦]
શ્રી જન સત્ય પ્રમશ-વિશેષાંક વમુનિ સહિત તેઓની સન્મુખ ગયા, અને વંદન કર્યું. પછી ગુરૂમહારાજે વાચના સંબંધી બધે વૃત્તાંત પૂછ્યું ત્યારે તે બધા સાથે મળીને કહેવા લાગ્યા કે આપ પૂજ્યપાદના પ્રસાદથી અમોને વાચનાનું ભારે સુખ થઈ ગયું છે, આપ કૃપા કરીને સદાને માટે વા. મુનિને અમારા વાયનાચાર્ય બનાવે, એમ સાંભળીને ગુરૂ મહારાજ બોલ્યા કે “મેં એ મહાન મુનિના અદભુત ગુણ ગૌરવ તમને જણાવવા માટે જ ખાસ કરીને વિહાર કર્યો હતો.
આ પ્રમાણે સાંભળીને મુનિઓને ઘણે જ આનંદ થયે. પછી ગુરૂમહારાજે શિષ્યને કહ્યું “ એ જ તમારા વાચનાચાર્ય થાઓ, પણ સા મળે, એ બાળક છે પણ તજેમ નાનો પણ દીવા આખા મહેલને પ્રકાશિત કરી દે છે, તેમ આ વમુનિજી નાના છે તો પણ સમસ્ત જીવોને ઉપકાર છે. તમે જાણજો કે આ શરીરથી જ બાળક છે, બાકી જ્ઞાનથી તે અતિ વૃદ્ધ છે. માટે તમારે તેની જરા પણ અવિના ન કરવી. જો કે તમને આ વિમુનિ વાચના ચાર્ય તરીકે સંપ્યા છે, પરંતુ તે હજુ ‘વાચનાચાર્ય' પદવીને યોગ્ય નથી થયા. કારણ કે ગુરૂના આપ્યા વિના એ માત્ર સાંભળી સાંભળીને જ તને ભણ્યા છે, માટે સંપાનુષ્ઠા રૂપ ઉત્સાર કલ્પ (જેમાં સક્ષેપથી અનુષ્ઠાન કરવામાં આવે છે તે) આ વજમુનિને કરાવો પડશે કે જેથી તે આચાર્ય પદવીને 5 થાય.' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે પૂર્વે અપઠિત શ્રત વમુનિને અર્થહિત શીખવ્યું. અને વજસ્વામીએ પણ ગુરૂને સાક્ષીભૂત કરીને, આદર્શ જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે તેમ, આપેલ સર્વ શ્રતને ગ્રહણ કર્યું. એ ગ્રહણ કરવાથી વાર્ષિ એવા શ્રતજ્ઞ થયા કે પિતાના ગુરૂને પગ લાંબા વખતના દુર્ભેધ સંદેહને ભાંગી નાખવા લાગ્યા. અને ગુરૂના હૃદયમાં જેટલા દૃષ્ટિવાદ હતા તે સર્વ તેમણે તરત ગ્રહણ કરી લીધે.
પછી આચાર્ય મહારાજ વિહાર કરતાં કરતાં દશપુરનામના નગરમાં પધાર્યા. તે વખતે ઉજ્જયિની નગરીમાં દશપૂર્વધારી આચાર્ય શ્રી. ભદ્રગુપ્તસૂરિજી છે એમ સાંભળી આ આચાર્ય મહારાજે વિચાર કર્યો કે તેમની પાસેથી દશપૂર્વ ગ્રહણ કરવાને લાયક આ વજમુનિ છે, કારણ કે તે પદાનુસારિણું લબ્ધિવાળા છે, તેથી લીલામાત્રમાં સાંભળવાથી જ ગ્રહણ કરી શકશે. આ પ્રમાણે વિચાર કરી વિમુનિને આજ્ઞા કરી કે “તમે ઉજયિની જાઓ અને ત્યાં મદ્રગુપ્તાચાર્ય પાસેથી દશ પૂર્વને અભ્યાસ કરી પાછા આવે. આ સર્વ મુનિઓ અત્ય૫ બુદ્ધિવાળા છે તેથી તમારી બરાબરી કોઈ કરી શકે તેમ છે જ નહિ. આ કાર્યમાં તમેને શાસનદેવ સપૂણ સહાય આપજે. હે વત્સ, કુવાનું પાણી જેમ ઉપવનનાં વૃક્ષોમાં પ્રસરે તેમ આ સમસ્ત સાધુએમાં તમારું કૃત પ્રસરે ?’ આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે તેમને તે તરફ જવાને આદેશ કર્યો. અને સાથે બે સ્થવિર સાધુઓને જવા માટે આજ્ઞા કરી. આ રીતે બે મુનિઓ સહિત વિહાર કરી વમુનિ ઉજયિની પહોંચ્યા અને રાત્રિ ગામની નજીક રહ્યા છે.
આ બાજુ તે જ રાત્રે ભદ્રગુપ્તાચાર્યને સ્વપ્ન આવ્યું, અને સવારમાં પિતાના શિષ્યો સમક્ષ રાત્રિએ આવેલા સ્વપ્નની વાત કરતાં તેમણે કહ્યું કે “ હું શમણે આજે રાત્રે સ્વપ્નમાં દુગ્ધથી પરિપૂર્ણ એવું મારું પાત્ર કઈ અતિથિ આવીને સંપુર્ણ પી ગયા. ભારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org